USની નવી ડેટિંગ સાઇટ, મેરેજ લાઇફ અને લવ લાઇફ બન્ની મઝા
યુએસમાં હાલમાં ત્રણ એવી ઓનલાઇન ડેટિંગ સાઇટ લોન્ચ થઇ છે જેમાં તમે લગ્ન જીવનની પણ મઝા માણી શકો અને ડેટિંગ દ્વારા લવ લાઇફની પણ.
આ સાઇટમાં જે સભ્યો જોડાય છે તેમના લાઇફ પાટર્નરને ખબર હોય છે કે તેમનો પતિ કે પત્નીનું અન્ય કોઇ વ્યક્તિ જોડે લગ્નત્તરનું સંબંધ છે અને તેમની વચ્ચે શારિરીક સંબંધ પણ છે.
જૂલી જેવા આ વેબસાઇટના સભ્યોનું માનવું છે તે આમ કરીને તેમના લગ્ન સંબંધોને પણ માણે છે અને તેમના વ્યક્તિગત જીવનમાં પણ રંગ ભરે છે.
તો USની આ સાઇટ વિષે વધુ જાણકારી મેળવા આ ફોટોસ્લાઇડરમાં...

ઓપનમાઇન્ડેડ.કોમ
ઓપનમાઇન્ડેડ.કોમ નામની આવી જ એક સાઇટ તેવા પરણિત યુગલો માટે છે જે પરણિત તો રહેવા માંગે છે પણ સાથે જ લગ્ન બહારના સંબંધો પણ માણવા માંગે છે. એટલું જ નહીં આમાં જોઇન થયેલા સભ્યો આમ કરીને તેમના લાઇફપાટર્નરને છેતરતા પણ નથી. તેના લાઇફપાટર્નર પણ ખબર હોય છે કે તેની પત્ની કે પતિ આવી રીતે કોઇ અન્ય વ્યક્તિ જોડે ઓનલાઇટ ડેટિંગ કે શારિરીક સંબંધ ધરાવે છે.

બ્રાન્ડોન વેડ
MIT ગ્રેજ્યુએટ એવા ઓપનમાઇન્ડેડ વેબસાઇટના માલિક બ્રાન્ડોન વેડના મત મુજબ તેમની સાઇટ પર 70,000 જેટલા એવા કપલ છે જે પરણિત છે.

અન્ય સાઇટ
આ ઉપરાંત એશ્લે મૈડિસન અને ટિન્ડર પણ આવી જ સાઇટ છે જેમાં તમે બધું જાણવા છતાં ઓનલાઇટ ડેટિંગ કરી શકો છો. અને આ તમામ સાઇટ હાલ યુએસમાં સારી એવી લોકપ્રિય પણ થઇ રહી છે.

નિષ્ણાંતોનો મત
જાણીતા જૈવિક માનવ વિજ્ઞાની હેલેન ફિશરનું આ અંગે કહેવું છે કે પુરુષોની બાયોલોજીકલ ડિઝાઇન તેવી છે કે તે એક પત્નીત્વમાં નથી માનતા તેમને વિવિધ ઓપશન જોઇએ છે. પણ તેના મતલબ તેવો નથી કે તમામ પુરુષો કે સ્ત્રીઓ એવી છે. કેટલાક પુરુષો આખી જીંદગી એક સાથી જોડે ખુશ રહે છે.

છેતરપીંડી નહીં
હેલેન ફિશરે વધુમાં કહ્યું કે આવી સાઇટ દ્વારા તેમને વૈચારિક અને શારિરીક છૂટ મળે છે અને તમામ વસ્તુઓ પહેલેથી જ ખબર હોવાથી છેતરપીંડીનો પણ ભય નથી રહેતો.

આ કંઇ આજનું નથી
ફિશરે કહ્યું કે આ બધુ હાલમાં જ થઇ રહ્યું છે તેવું નથી આના મૂળ હજારો વર્ષો જૂના છે બસ ફરક એ છે લોકો હવે આ વાતને મોટાપાયે સ્વીકારી રહ્યા છે.












Click it and Unblock the Notifications
