• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સપનાનુ રહસ્ય! સૌથી વધુ ડરામણા સપના કઈ પોઝીશનમાં આવે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ સપનાની દુનિયા કેટલી અદભૂત હોય છે. આપણે રોજ કંઈ કેટલાયે સપના જોતા હોઈશુ. કલ્પના કરો કે તમે બેડ પર જાવ, આમતેમ પડખા ફરો અને પછી પોતાના હાથને છાતી પર મૂકી એક ગાઢ નિંદ્રામાં જતા રહો છો. અચાનક એક ભયાનક સપના સાથે તમારી ઉંઘ ઉડી જાય છે. જો તમને લાગે કે તમારી સાથે કંઈક થયુ છે તો એનો અર્થ એ કે કંઈ એમ જ નથી થયુ. તમારે સમજવાની જરૂર છે. તમે જે રીતે કે જે પોઝિશનમાં સૂવો છો તેને તમારા સપના સાથે એક વિચિત્ર સંબંધ હોઈ શકે છે. વાસ્તવમાં સૂતી વખતે છાતી પર હાથ રાખવા અને સપનાને એક અલૌકિક સંબંધ છે. સૌથી વધુ ખરાબ સપના આવી જ પોઝિશનમાં આવે છે પરંતુ આવુ કેમ થાય છે તે આવો સમજીએ.

સૂવાની રીતથી સપના પર થાય છે અસર

સૂવાની રીતથી સપના પર થાય છે અસર

તમામ અધ્યયનમાં એ વાત સામે આવી ચૂકી છે કે આપણા સપના, આપણી ઉંઘ અને તણાવ સહિત ઘણા કારકોથી પ્રભાવિત થાય છે. ઘણા કેસોમાં એ જોવામાં આવ્યુ છે કે જે આપણે કલ્પના કરીએ છે, સૂતા પહેલા જે વિચારીએ છીએ તેની ઘણી હદે સપના પર અસર થઈ શકે છે. આ રીતે આપણી સૂવાની રીત અને સપના વચ્ચે એક સંબંધ જોઈ શકાય છે કે આપણને ખરાબ સપના કેમ આવે છે. એવુ કહેવાય છે કે છાતી પર હાથ રાખીને સૂવાથી શરીર પર તણાવ પડે છે. અહીં એ વાત યાદ રાખવાની છે કે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે શરીર સૂએ છે. આ દરમિયાન શરીરના હ્રદય, ફેફસા અને મસ્તિષ્ક ખૂબ જ લઘુત્તમ સ્તરે કામ કરે છે. એવામાં તેને હળવો તણાવ પણ પરેશાન કરી શકે છે. સૂતી વખતે હાથને છાતી પર મૂકવાથી શરીર પર ભાર પડે છે. એવામાં મસ્તિષ્ક તેને વાંચવાની કોશિશ કરે છે. આ રીતે તમારા સપના પર મસ્તિષ્કની આ ક્રિયાની અસર થાય છે.

જે જાણવુ તમારા માટે જરૂરી છે

જે જાણવુ તમારા માટે જરૂરી છે

સપના વિશે વધુ એક સંભાવના જે વ્યક્ત કરવામાં આવે છે તે એ છે કે તણાવ વધવાથી મસ્તિષ્કના ઉપરના ભાગમાં જ્યાં આપણી યાદો સંગ્રહિત થાય છે ત્યાં ઑક્સિજનની પહોંચ અટકતી હોય છે. આ આપણા અવચેતન કામકાજને પ્રભાવિત કરે છે. એક રીતે આ અલાર્મ સેટ કરી દે છે જેના ફળસ્વરૂપ દિમાગ આપણને નકારાત્મક ઈમેજ કે ખરાબ સપનાના માધ્યમથી સચેત કરવાની કોશિશ કરે છે. સપનાની સૌથી વધુ સંભાવના ત્યારે હોય છે જ્યારે મસ્તિષ્ક સૌથી વધુ સક્રિય હોય છે. માટે જ્યારે જે અવસ્થામાં હોય કે જે વિશેષ રીતે તમે સૂતા હોય, તે નાટકીય રીતે તમારા સપાને જોવાને પ્રભાવિત કરી શકે છે.

શું સૂવાની પોઝિશન બદલવાથી થાય છે ફાયદો?

શું સૂવાની પોઝિશન બદલવાથી થાય છે ફાયદો?

અમુક એવા અધ્યયન છે જે બતાવે છે કે તમારી સૂવાની પોઝિશન કે જગ્યાને બદલવાથી તમારા દેખાતા સપના પર અસર પડી શકે છે. વિશેષજ્ઞો અનુસાર, ઉંઘની અલગ-અલગ સ્થિતિ તમારા શરીરના વિવિધ ભાગો પર અમુક દબાણ પેદા કરી શકે છે અને તમારા સપનામાં પરિવર્સતન પેદા કરી શકે છે. જો કે તમારા સપના માટે થોડો બદલાવ સંભવ થઈ શકે છે પરંતુ તે આરોગ્ય માટે હંમેશા યોગ્ય નથી હોતુ. અમુક સરળ, જેમ કે તમારા પેટના બળે એટલે કે ઉંધા સૂવુ નુકશાનકારક થઈ શકે છે. આ રીતે ફાયદા અને નુકશાન દરેક ઉંઘની પોઝિશન સાથે હોય છે. અહીં એ યાદ રાખવુ જરૂરી છે કે સપનાને સૌથી વધુ સંબંધ તમારા વિચારવા, દિમાગ પર તણાવ આપવાથી જ છે. માટે સારુ છે કે તમે એ પોઝિશનમાં સૂવો જે તમને આરામ આપે અને કરોડરજ્જુ માટે યોગ્ય હોય.

સારી ઉંઘ માટે ઉપાય

સારી ઉંઘ માટે ઉપાય

ઉંધની કોઈ પણ એવી પોઝિશન નથી હોતી જે તમને સૌથી સારા સપનાની ગેરેન્ટી આપે કે ખરાબ સપનાને દૂર રાખે. એવામાં અમુક એવી રીતો છે જે તમને વાસ્તવમાં તમારા શરીરને શાંત કરી શકે છે અને આરામથી ઉંઘ લઈ શકો છો. ધ્યાન ભટકાવવાનુ ટાળો, સૂવાના એક કલાક પહેલા વધુમાં વધુ 30 મિનિટ સુધી જ ગેઝેટનો ઉપયોગ કરો. એવી વસ્તુઓ ન જુઓ જેને વિચારીને મસ્તિષ્ક ઘણી વાર સુધી વિચારતુ રહે. જેમ કે ડરામણી ફિલ્મો કે જાસૂસી વસ્તુઓ. આરામ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. સૂતા પહેલા સારુ કે મનગમતુ પીણ લો અને પછી સૂઈ જાવ.
why we get nightmar

English summary
How can we control out nightmare, Know here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X