• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેવી રીતે કરશો તમારી ગર્લફ્રેન્ડના વખાણ

|

યુવતીઓ જેને પ્રેમ કરે છે, તેમની પાસેથી પોતાના વખાણ સાંભળીને ઘણી ખુશ થાય છે. પરંતુ કેટલાક યુવકો અથવા તો બોયફ્રેન્ડ એવા હોય છે, જેમને તેમની ગર્લફ્રેન્ડના વખાણ કરવા જરા પણ નથી આવડતા. તેવામાં થાય છે એવું કે તેમની ગર્લફ્રેન્ડ મોઢુ ફુલાવી લે છે અને બાદમાં તમારે જ સહન કરવું પડે છે. જો તમારી પણ કોઇ ગર્લફ્રેન્ડ છે અને તેમને તેના વખાણ કરતા નથી આવડતા તો, આ લેખથી તમને થોડીક મદદ મળી શકે છે. પોતાના વખાણ સાંભળીને કોઇપણ યુવતી શરમાઇ જશે અને તેના ગાલો પર લાલી છવાઇ જશે. તો ચાલો જાણીએ કે તમે તમારી ગર્લફ્રેન્ડના વખાણ કેવી રીતે કરી શકો છો.

તારો દિવસ કેવો હતો?

જો તે કામથી થાકીને તમને મળે તો તેને આખા દિવસની હલચલ પૂછી લો. તેના માટે થોડોક સમય કાઢો, જેનાથી તે તમને તેની આખી કહાણી સંભળાવી શકે.

મને વિશ્વાસ નથી થતો કે તુ આટલી સેક્સી દેખાઇ રહી છે

બની શકે કે તમે આ લાઇન 100 વખત બોલી હશે પરંતુ તેમ છતા તમારે તમારી ગર્લફ્રેન્ડને દેખાડી દેવું જોઇએ કે તમે પણ તેી બોડીને જોઇને પાગલ બની રહ્યાં છો.

તુ તારી સખીઓ કરતા વઘારે ખુબસુરત લાગે છે

યુવતીઓને દરેક વખતે એવું લાગ્યા કરે છે કે તે પોતાની સખીઓથી ઓછી સુંદર તો નથી દેખાતી ને. જો તમે તેના વખાણ કરશો તો તેનો આત્મવિશ્વાસ વધી જશે.

આ અંગે તને શું લાગે છે

એ ઘણું મહત્વનું છે કે દરેક વસ્તુઓમાં તેની સલાહ લો અથવા તો કોઇ વસ્તુ અંગે એ શું વિચારે છે, તે અંગે જાણો. તેનાથી તેને પોતે કંઇક ખાસ છે તેવું લાગશે. મહિલાઓને દરેક બાબતે સલાહ આપવી સારી લાગે છે. પ્રયત્ન કરો કે કોઇ એવો ટોપિક પસંદ કરો જે તમને મુશ્કેલીમાં ના મુકી દે અને ચર્ચાનું કારણ ના બને.

તુ ઘણી સ્માર્ટ છે

પોતાની ગર્લફ્રેન્ડની પાસે આવવાની સૌથી સારી રીત એ છે કે તમે તેના દિમાગ અને હોશિયારીના વખાણ કરો. તેને જણાવો કે તે કેટલી હોશિયાર છે અને તેને આપેલી સલાહ તમારા કેટલા કામમાં આવી છે.

English summary
Let’s get this one thing straight: All women love compliments and some even live for them. Here are a few seemingly innocuous compliments that you can memorise and sprinkle your conversations with.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X