ડિવોર્સ બાદ પતિ પાસેથી પત્ની કેટલુ ભરણપોષણ માંગી શકે? જાણો શું છે નિયમ?
હાર્દિક પંડ્યા અને નતાશાએ ડિવોર્સની જાહેરાત કર્ચા બાદ હવે અહેવાલો આવી રહ્યાં છે કે બન્ને વચ્ચે સંપતિને લઈને ડીલ થઈ શકે છે. આ સ્થિતીમાં એ જાણવુ જરૂરી છે પત્ની પતિ પાસેથી કેટલુ ભરણપોષણ માંગી શકે છે?
હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશાએ સોશિયલ મીડિયા દ્વારા અલગ થવાની જાહેરાત કરી છે. હવે સવાલ એ છે કે છૂટાછેડા પછી હાર્દિકે નતાશાને કેટલું ભરણપોષણ ચૂકવવું પડશે.

જણાવી દઈએ કે છૂટાછેડાને કારણે મહિલાઓને ઘણી સામાજિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં છૂટાછેડા પછી મહિલા એલિમનીની માંગ કરી શકે છે જેથી તે જીવિત રહી શકે.
સરળ ભાષામાં એલિમની એટલે ભરણપોષણ ભથ્થું. છૂટાછેડા પહેલાં અથવા પછી સ્ત્રીઓ તેમના અસ્તિત્વ માટે તેમના પતિ પાસેથી ભરણપોષણની માંગ કરી શકે છે. પતિ કાયદેસર રીતે ભરણપોષણ ચૂકવવા માટે બંધાયેલા છે. જો કે, ભરણપોષણ ભથ્થાની રકમ પતિ અને પત્ની બંનેના હિતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે.
હવે પ્રશ્ન એ થાય છે કે ભરણપોષણની રકમ કોણ નક્કી કરે? તો માહિતી મુજબ, કોર્ટ નક્કી કરે છે કે પતિ તેની પત્નીને કેટલું ભરણપોષણ આપશે. જો કે આ માટે કોર્ટ કેટલીક બાબતોને ધ્યાનમાં રાખે છે. પ્રથમ પતિનો પગાર, બીજું પતિની મિલકત, ત્રીજું બાળકોનું શિક્ષણ, ચોથું પતિના પરિવારનો ખર્ચ અને પાંચમું જો સંતાનો હોય તો તેઓ કોની સાથે રહે છે.
અદાલત પતિની આવક અને તે તેની પત્નીને તેના ખર્ચ માટે કેટલી સરળતાથી આપી શકે છે તે જુએ છે. જજ આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ભરણપોષણની રકમ નક્કી કરે છે.
હવે સવાલ એ છે કે છૂટાછેડા પછી માત્ર પત્નીને જ ભરણપોષણની રકમ મળે છે કે પછી પતિ પણ ભરણપોષણની માંગ કરી શકે? જણાવી દઈએ કે સામાન્ય રીતે પતિ તેની પત્નીને ભરણપોષણ આપે છે, પરંતુ કેટલાક કિસ્સાઓમાં પત્ની પણ તેના પતિને ભરણપોષણ આપે છે. આ સ્થિતિ ત્યારે થાય છે જ્યારે પતિ ઓછું કમાય અથવા બેરોજગાર હોય અને પત્ની વધુ કમાય છે.












Click it and Unblock the Notifications
