કેવી રીતે કારમાં કામ કરે છે પોર્ટેબલ જીપીએસ નેવિગેશન ડિવાઇસ
પહેલાંના સમયમાં કોઇ અજાણ્યા સ્થળની યાત્રા કરવામાં આવે તો ઘણી મુશ્કેલીઓ થતી હતી, પરંતુ આજના આધુનિક સમયગાળામાં વિશ્વના કોઇપણ અજાણ્યા સ્થળે જવામાં ઘણી જ સરળતાં રહે છે. જીપીએસ નેવિગેશનલ ડિવાઇસ થકી આપણે માત્ર આંગળીઓના વેઢાથી આપણે વિશ્વના કોઇપણ અજાણ્યા સ્થળની માહિતી મેળવી શકીએ છીએ. જેમાં આપણને એ વાતની માહિતી મળે છેક આપણે ક્યાં કાર ડ્રાઇવ કરવાની છે અથવા તો મોટરસાઇકલને રાઇડ કરવાની છે.
આધુનિક દિવસોમાં ડિવાઇસ સ્થળ અંગેની એડિશનલ માહિતી પણ આપે છે, જેથી કાર ચાલક ખોટા ટ્રેક પર પહોંચી જતો નથી. ઓટોમોબાઇલ સેક્ટરની માંધાતા કંપનીઓ દ્વારા પોતાની કાર્સમાં આ પ્રકારની નેવિગેશન સુવિધા ઘણી સારી અને શ્રેષ્ઠ રીતે આપે છે, તો ચાલો તસવીરો થકી એ ડિવાઇસ અંગે જાણીએ અને આપની યાત્રાને સરળ બનાવીએ.

પોર્ટેબલ જીપીએસ નેવિગેશન ડિવાઇસ
પોર્ટેબલ જીપીએસ નેવિગેશન ડિવાઇસ અંગે જાણવા માટે તસવીરો પર ક્લિક કરો.

કામ કરવાની રીત
તેની કામ કરવાની રીત અંગે જાણીએ તો કારમાં લગાવવામાં આવેલી નાની ડિવાઇસ અને સેટેલાઇટ કનેક્ટિવિટીનું કમ્બાઇન ફંક્શનિંગ કરવાનુ કામ તે કરે છે.

છ ડિરેક્શન માટે 4 સેટેલાઇટ કેનક્શન
છ ડિરેક્શન માટે તે 24 સેટેલાઇટમાંથી 4 સેટેલાઇટ સાથે કનેક્શન કરે છે.

ખરાબ વાતાવરણમાં પણ મેળવે છે સિગ્નલ
કારમાં જે જીપીએસ ડિવાઇસ લગાવવામાં આવી હોય છે તે ખરાબ વાતાવરણમાં પણ સિગ્નલને રિસિવ અને ટ્રન્સમિટ કરે છે.

ચોક્કસ સ્થળ માટે કોમ્યુનિકેશન
તે ચોક્કસ સ્થળને શોધવા માટે જીપીએસ ડિવાઇસ અને સેટેલાઇટ સાથે કોમ્યુનિકેશન કરે છે.

ચોક્કસ સ્થળ સુધી પહોંચવામાં મદદરૂપ
સેટેલાઇટ કારમાં રહેલી ડિવાઇસને નેવિગેટ કરવા અને ચોક્કસ સ્થળ સુધી પહોંચવામાં મદદ કરે છે.












Click it and Unblock the Notifications
