નોકરી કરવી તો આ દેશમાં, અઠવાડીયામાં માત્ર 29 કલાક કામ અને 3 દિવસ મળે છે રજા
દુનિયાભરમાં ઝડપથી વર્કિંગ અવર્સને લઈને ચર્ચા થઈ રહી છે. દુનિયાના ઘણા દેશો લોકોને વધારેમાં વધારે રજા આપી રહ્યા છે ત્યારે એક દેશ કામના કલાકોને લઈને ચર્ચામાં છે.
તમને જાણીને નવાઈ લાગશે કે દુનિયાભરના મોટાભાગના દેશોમાં 50 કલાક આસપાસ કામ થાય છે ત્યારે આ દેશમાં અઠવાડીયામાં માત્ર 29 કલાક આસપાસ જ કામ થાય છે અને કર્મચારીઓને 3 દિવસ રજા મળે છે.

છેલ્લા કેટલાક સમયથી કામના કલાકો અંગેની ચર્ચા વચ્ચે ઘણા દેશોએ સારી ઉત્પાદકતા માટે ત્રણ વિકઓફની પોલીસી અપનાવી છે. આ યાદીમાં નેધરલેન્ડ સૌથી ઉપર છે. જ્યાં લોકો અઠવાડિયામાં માત્ર 29 કલાક કામ કરે છે.
વિશ્વમાં દર અઠવાડિયે સૌથી ઓછું કામ કરતા લોકો આ દેશમાં રહે છે. આ દેશમાં લોકો અઠવાડિયામાં સરેરાશ 4 દિવસ જ કામ કરે છે. ઘણી કંપનીઓ અને સરકારી સંસ્થાઓ પણ આ ફોર્મ્યુલા હેઠળ કામ કરે છે. જો કે આ અંગે કોઈ કાયદો બન્યો નથી, તેમ છતાં લોકો તેનું પાલન કરે છે.
નેધરલેન્ડ પછી ડેનમાર્ક બીજા ક્રમે આવે છે. અહીં લોકો અઠવાડિયામાં સરેરાશ 33 કલાક કામ કરે છે. રસપ્રદ વાત એ છે કે અહીં પણ આવો કોઈ કાયદો નથી તેમ છતાં મોટાભાગના લોકો માત્ર 4 દિવસ માટે જ ઓફિસે જાય છે.
બેલ્જિયમે પણ તાજેતરમાં અઠવાડિયામાં ચાર દિવસ કામ કરવાનો નિયમ અમલમાં આવ્યો છે. આ દિવસોમાં કર્મચારીઓએ દિવસમાં 10 કલાક કામ કરવું પડે છે. જો તમે ચાર દિવસ માટે 10 કલાક કામ કરો છો તો તમને અઠવાડિયામાં ત્રણ દિવસની રજા મળશે. આ વર્ક કલ્ચરની દુનિયામાં પ્રશંસા થઈ રહી છે.












Click it and Unblock the Notifications
