આ ભાયડો 158 વખત ચૂંટણી લડી ચૂક્યો છે, હવે મોદીને ફેંકશે પડકાર!

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

વડોદરા, 4 એપ્રિલ: આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતના વડોદરા સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર 55 વર્ષીય ડૉ. કે. પદ્યરાજનનો ચૂંટણી લડવાનો ઉદ્દેશ્ય જીત નોંધાવવાનો નથી. જી હાં તમને જાણીને આશ્વર્ય થશે પરંતુ આ સત્ય છે. 158 વખત ચૂંટણીમાં હારનો સામનો કરી ચૂકેલા પદ્યરાજનનો ઉદ્દેશ્ય બાકી ઉમેદવારોથી થોડો હટકે છે.

કોઇપણ જાતના રાજકીય ઉદ્દેશ્ય વિના ચૂંટણી મેદાનમાં 159મી વાર ચૂંટણી લડીને પદ્યરાજન સૌથી વધુ વાર ચૂંટણી લડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે. તમિલનાડુ સ્થિત ટાયર ટ્રેડિંગ કંપનીના માલિક પદ્યરાજને નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વડોદરા સીટ પરથી ફોર્મ ભર્યું છે. પદ્યરાજને જણાવ્યું હતું કે હું ગત 25 વર્ષથી ચૂંટણી લડી રહ્યો છું અને આગળ પણ લડતો રહીશ જ્યાં સુધી મારો ઉદ્દેશ્ય પુરો થઇ જતો નથી.

હું મારી જાતને ભારતની ચૂંટણીનો રાજા ગણું છું. ઉમેદવારી પત્ર દાખલ કર્યા બાદ પદ્યરાજને કહ્યું હતું કે મેં વડોદરા સીટ પરથી ચૂંટણી લડવાનો નિર્ણય નરેન્દ્ર મોદી પછી લીધો. તમિલનાડુના મેટ્ટર નિવાસી પદ્યરાજન ફક્ત પ્રસિદ્ધ અને મોટા નેતાઓ વિરૂદ્ધ ચૂંટની લડવા ઇચ્છે છે.

કઇ-કઇ ચૂંટણીમાં લીધો ભાગ

કઇ-કઇ ચૂંટણીમાં લીધો ભાગ

પદ્યરાજન ચાર વખત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 24 વાર લોકસભા ચૂંટણી, 28 વખત રાજ્યસભાની ચૂંટણી, 46 વખત વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર દાખલ કરી ચૂક્યાં છે.

6273 સૌથી વધુ વોટ

6273 સૌથી વધુ વોટ

ઉત્તર પ્રદેશના કાકા જોગિંદર સિંહ તેમના પ્રેરણાસ્ત્રોત છે, જે 1952થી માંડીને પોતાના જીવનમાં 300 વખત ચૂંટણી લડ્યા અને દરેક ચૂંટણીમાં હાર્યા. પદ્યરાજનના અનુસાર 2011ની તમિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં તેમને 6273 સૌથી વધુ વોટ મળ્યા હતા.

પોતાને ભારતની ચૂંટણીના નરેશ કહે છે

પોતાને ભારતની ચૂંટણીના નરેશ કહે છે

હોમિયોપેથી ડૉક્ટર પદ્યરાજન વિગતમાં 158 વખત ચૂંટણી લડી ચૂક્યાં છે અને દર વખતે તેમને હારનો સામનો કરવો પડ્યો છે. તેમણે કહ્યું હતું કે આ મારું 159મું ઉમેદવારી પત્ર છે. હું મારી જાતને ભારતી ચૂંટણીનો નરેશ કહું છું.

વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ઇચ્છા

વર્લ્ડ રેકોર્ડ બનાવવાની ઇચ્છા

હું સૌથી વધુ ચૂંટણી લડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે 25 વર્ષથી ચૂંટણી લડી રહ્યો છું. હું મારું લક્ષ્ય પ્રાપ્ત નહી કરી લઉ ત્યાં સુધી ચૂંટણી લડતો રહીશ.

લોકપ્રિય નેતાઓ વિરૂદ્ધ ચૂંટણી લડવાનું પસંદ

લોકપ્રિય નેતાઓ વિરૂદ્ધ ચૂંટણી લડવાનું પસંદ

વડાપ્રધાન પદના ભાજપના ઉમેદવાર નરેન્દ્ર મોદી વિરૂદ્ધ ચૂંટણી લડવાના મુદ્દે તેમણે કહ્યું હતું કે હું સામાન્ય રીતે લોકપ્રિય નેતાઓ વિરૂદ્ધ ચૂંટણી લડવાનું પસંદ કરું છું.

અટલ બિહાર, કલામ અને મનમોહનને પણ આપી ચૂક્યાં છે પડકાર

અટલ બિહાર, કલામ અને મનમોહનને પણ આપી ચૂક્યાં છે પડકાર

આ પહેલાં મેં અટલ બિહારી વાજપાઇ, એપીજે અબ્દુલ કલામ, પ્રતિભા પાટીલ, મનમોહન સિંહ વગેરે વિરૂદ્ધ ચૂંટણી લડી છે. મારા માટે હાર-જીતનો કોઇ અર્થ નથી

ચૂંટણી માટે 12 લાખનો ખર્ચ

ચૂંટણી માટે 12 લાખનો ખર્ચ

મેં પ્રથમ ચૂંટણી 1988માં લડી હતી. તેમણે કહ્યું હતું કે તે ચૂંટણી લડવા માટે અત્યાર સુધી 12 લાખ રૂપિયા ખર્ચ કરી ચૂક્યા છે.

English summary
A 55-year-old man has come here all the way from Tamil Nadu to fight elections against Narendra Modi, with not an aim for winning but to set a record.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X