• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગરીબ ભારતના 10 અમીર મંદિરો જુઓ તસવીરોમાં...

|

નવી દિલ્હી(બવીતા ઝા), 2 નવેમ્બર: ભારત ધર્મ-વિશ્વાસ, ભગવાન, પૂજા-પાઠનો દેશ માનવામાં આવે છે. ભારત જેટલો ધાર્મિક દેશે છે એટલા જ વધારે અહીં ધાર્મિક સ્થળો પણ છે. સૌથી વધારે ગરીબ લોકો ભારતમાં રહે છે. તાજા આંકડાઓ પ્રમાણે દુનિયાનો દર ચોથો ગરીબ વ્યક્તિ ભારતીય છે. લગભગ આ જ કારણે ભુખમરીનો શિકાર દુનિયામાં જેટલા લોગો છે, તેમાંથી 50 ટકા એકલા ભારતમાં છે.

આ આંકડાઓની વચ્ચે એક વાસ્તવિકતા એ પણ છે કે દુનિયાના સૌથી સમૃદ્ધ મંદિરો ભારતમાં જ છે. ભારતમાં કુલ કેટલા મંદિર છે તેનો ચોક્કસ આંકડો કહેવો તો મુશ્કેલ છે, પરંતુ એક અનુમાન અનુસાર ભારતમાં 10 લાખથી પણ વધારે મંદિર છે અને આમાંથી 100થી મંદિર એવા છે, જેમનો વાર્ષિક ચઢાવો ભારતના બજેટના કુલ યોજના ખર્ચ બરાબર થશે.

ભલે ભારતમાં અડધાથી વધારે વસ્તી ભૂખ્યા પેટે ઊંઘે છે, પરંતુ અત્રેના મંદિરોમાં કરોડોના ચઢાવા ચઢાવનારની કમી નથી. ભારતમાં આ ધનવાન મંદિરોનું નેતૃત્વ પહેલા તિરુમાલાનું વેંકટેશ્વર મંદિર કરતું હતું, પરંતુ હવે આ શ્રેય શ્રી મદ્મનાભસ્વામી મંદિરને મળ્યો છે.

સૌથી ધનવાન ભગવાન

સૌથી ધનવાન ભગવાન

પદ્મનાભ સ્વામી મંદિરમાં મળેલા ખજાનાથી હવે આ મંદિર સૌથી ધનવાન મંદિર બની ગયું છે. પદ્મનાભ મંદિરથી લગભગ એક લાખ કરોડ રૂપિયાથી પણ વધારેનો ખજાનો મળી આવ્યો છે, અને હજી એક ગર્ભગૃહનો દરવાજો ખોલવાનો બાકી છે. આ મંદિર અઢળક રૂપિયાનો સ્વામી છે.

 બીજા સ્થાને આવ્યું

બીજા સ્થાને આવ્યું

ભારતના ધનવાન મંદિરોની સૂચિમાં તિરુપતિ બાલાજી બીજા નંબર પર આવી ગયું છે. આ ભગવાન પાસે એટલો ખજાનો છે જેટલો જૂના જમાનામાં કોઇ રાજા મહારાજાઓની પાસે પણ ન્હોતો. તિરુપતિના ખજાનામાં આઠ ટન જ્વેલરી છે, 650 કરોડ રૂપિયાની વાર્ષિક આવક, અલગ-અલગ બેંકોમાં મંદિરનું 3000 કિલો સોનું અને 1000 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ છે.

સોનું ચઢાવવાનું ખાસ મહત્વ

સોનું ચઢાવવાનું ખાસ મહત્વ

શિરડી સ્થિ સાઇ બાબાનું મંદિર દેશના સૌથી સમૃદ્ધ મંદિરોમાંથી એક છે. સરકારી જાણકારી અનુસાર તેમની પાસે 32 કરોડ રૂપિયાના આભૂષણ છે અને 450 કરોડ રૂપિયાનું રોકાણ છે. શિરડીના સાંઇબાબા મંદિરની દૈનિક આવક 60 લાખ રૂપિયા ઉપર છે અને વાર્ષિક આવક 210 કરોડ રૂપિયાની સીમા પાર કરી ચૂકી છે.

ધનવાન દેવતાઓમાં શુમાર

ધનવાન દેવતાઓમાં શુમાર

મુંબઇમાં સ્થિત સિદ્ધિવિનાયક મંદિર, દેશમાં ચોથા નંબરનું સૌથી અમીર મંદિર છે. સિદ્ધિવિનાયક મંદિરની વાર્ષિક આવક 46 કરોડ રૂપિયા છે. જ્યારે 125 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોજિટમાં જમા છે. આ મંદિરની વાર્ષિક કમાણી 46 કરોડ છે.

આખું વર્ષ જ્યાં રહે છે ભીડ

આખું વર્ષ જ્યાં રહે છે ભીડ

ભારતમાં સૌથી વધારે લોકો તિરુપતિ બાલાજી મંદિર બાદ વૈષ્ણો દેવી મંદિરમાં દર્શન કરવા માટે જાય છે. લગભગ 8 લાખ લોકો વાર્ષિક માતાના દરબારમાં દર્શન માટે જાય છે. માતા વૈષ્ણોદેવી મંદિરની વાર્ષિક આવક 500 કરોડ રૂપિયા છે, જ્યારે પ્રત્યેક દિવદ આવક 40 કરોડ રૂપિયા છે.

 ખજાનાનો ભંડાર

ખજાનાનો ભંડાર

ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર છે ગુરુવાયુર મંદિર. કેરળ દેવાસન બોર્ડના આધિન આ મંદિર દક્ષિણ ભારતના સૌથી પ્રસિદ્ધ મંદિરમાંથી એક છે. મંદિરની વાર્ષિક આવક 205 કરોડ રૂપિયા છે અને લગભગ 125 કરોડ રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટમાં જમા છે.

 શાનદાર કલાકૃતિનો નમૂનો

શાનદાર કલાકૃતિનો નમૂનો

કમાણીની દ્રષ્ટિએ ભલે પોતાની ઓળખ ના ધરાવતું હોય પરંતુ સ્થાપત્યની, ભવ્યતા અને સમૃદ્ધિના આકર્ષણના કારણે અક્ષરધામ મંદિરે ખૂબ જ ઝડપથી ભારતીયોની વચ્ચે ઓળખ બનાવી છે. પછી ભલે ગાંધીનગરનું અક્ષરધામ હોય કે દિલ્હીનું. ગાંધીનગર સ્થિત અક્ષરધામ મંદિરની વાર્ષિક આવક 50 લાખથી 1 કરોડની છે.

ભવ્ય મંદિરોમાં સામેલ

ભવ્ય મંદિરોમાં સામેલ

ઓડિશાનું જગન્નાથ મંદિર દેશના ધનવાન અને સમૃદ્ધ મંદિરોમાંનું એક છે. રથ યાત્રા દરમિયાન અત્રે દેશ-દુનિયાના હજારો-લાખો પર્યટકો આવી પહોંચે છે. આ મંદિરની વાર્ષિક આવક 2.5 કરોડની આસપાસ છે.

આવકના મામલામાં પાછળ નથી

આવકના મામલામાં પાછળ નથી

કેરળનું પદ્મનાભ મંદિર જે સતત રૂપિયા જ્યા સતત રૂપિયાનો વરસાદ થઇ રહ્યો છે, જ્યારે ઇન્દોરના ખજરાના ગણેશ મંદિર આવકના મામલામાં પાછળ નથી. જોકે દક્ષિણ ભારતના મંદિરોની તુલનામાં અત્રે ચઢનાર રાશિ નજીવી છે. ચઢાવાના મામલામાં ખજરાના ગણેશ મંદિર પર ભક્તોની શ્રદ્ધા વધારે છે. ગણેશની પાસે રોકડ ઉપરાંત જમીન પણ છે. હોલકરો દ્વારા રાજવાડાની અંદર સ્થાપિત મલ્હારી મરતડ મંદિર ચઢાવામાં આવનાર રાશિના મામલે ખૂબ જ પાછળ છે.

શીખોનું પવિત્ર સ્થળ

શીખોનું પવિત્ર સ્થળ

અમૃતસરનું સુવર્ણ મંદિર શીખોના સૌથી મોટા ગુરુદ્વારા તરીકે પ્રસિદ્ધ છે. જ્યા રોજ લગભગ 40 હજાર શ્રદ્ધાળુ દર્શન માટે આવે છે. અમૃતસરનું સુવર્ણ મંદિર અને દિલ્હીના ત્રણ પ્રમુખ ગુરુદ્વારા રકાબગંજ, બંગલા સાહિબ અને ગુરુદ્વારા શીશગંજ પણ ચઢાવાની દ્રષ્ટીએ ખૂબ જ સંપન્ન ગુરુદ્વારા છે.

English summary
India is known all over the world as the ‘Land of Temples’. It is also known as the land of Gods and Goddesses. Let’s take a look at some of the richest temples of India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more