For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ નેતાઓ પાસે છે સંપત્તિ અપાર, પરંતુ બધા છે બે-કાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 માર્ચ: આપણા દેશના નેતાઓની અમીરી તો જગજાહેર છે, પરંતુ જ્યારે તેમની સંપત્તિનો રેકોર્ડ ખંગાળવામાં આવ્યો તો તેમના બેવડા ચહેરા પરથી પડદો ઉઠી ગયો. ભલે પછી તે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હોય કે પછી કોંગ્રેસના ચેરપર્સન સોનિયા ગાંધી. તેમની સંપત્તિનો તમે ફક્ત અંદાજો જ લગાવી શકો છો, પરંતુ શું તમે ક્યારેય વિચારી શકો છો કે કરોડો-અરબોની સંપત્તિવાળા આ નેતાઓની પાસે પોતાની કાર સુદ્ધાં પણ નથી. જો તમને આ મજાક લાગી રહી છે તો તમે ખોટા છો. કરોડોની સંપત્તિવાળા આપણા આ નેતાઓની પાસે પોતાની એક કાર સુદ્ધાં નથી.

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની વાત કરીએ તો ગત 13 વર્ષોથી ગુજરાતના મુખ્યમંત્રી છે. કારો અને ગાડીઓના કાફલા વગર એક પગલું પણ માંડતા નથી, પરંતુ તેમની પાસે પોતાની એક કાર પણ નથી. ભાજપથી આગળ વધીને કોંગ્રેસની તરફ જોઇએ તો અહીં પણ કહાણી જુદી નથી. કોંગ્રેસના યુવરાજ અને પીએમ પદના પ્રબળ દાવેદાર રાહુલ ગાંધી તમને મોટાભાગે 2 કરોડ રૂપિયાવાળી લૈંડ રોવરમાં જોવા મળશે, પરંતુ જાહેર કરવામાં આવેલી સંપત્તિન રેકોર્ડ અનુસાર તેમની પાસે પણ કોઇ કાર નથી.

તમે એ સાંભળીને આશ્વર્ય થશે, પરંતુ સચ્ચાઇ એ જ છે કે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધી દુનિયાના સૌથી અમીર નેતાઓની યાદીમાં 12મા સ્થાને છે, પરંતુ તેમની પાસે પણ પોતાની કાર નથી. તમને અહીં અમે કેટલાક નેતાઓના નામ બતાવી રહ્યાં છીએ જેમની સંપત્તિનો તમે અંદાજો લગાવી શકો છો, પરંતુ તે બધા બે-કાર છે.

બે-કાર છે રાહુલ ગાંધી

બે-કાર છે રાહુલ ગાંધી

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પાસે જાહેર કરવામં આવેલી 2.5 કરોડ રૂપિયાની સંપત્તિ છે. જેમાં 1.6 કરોડના દિલ્હીમાં બે મકાન, 40 લાખની જમીન અને 50 લાખની ફિક્સ ડિપોઝિટ. તેમની છતાં તેમની પાસે કાર નથી.

કરોડોની માલિકણ પણ બે-કાર

કરોડોની માલિકણ પણ બે-કાર

યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી દુનિયામાં અમીર નેતાઓની યાદીમાં 12મા સ્થાન પર છે. તેમની પાસે 1.37 કરોડની સંપત્તિ છે. જેમાં 1.17 કરોડની જંગમ મિલકત અને 20 લાખની સ્થાવર મિલકત. તેમછતાં તેમની પાસે કાર નથી.

13 વર્ષોથી ગુજરાતના રાજા પણ બે-કાર

13 વર્ષોથી ગુજરાતના રાજા પણ બે-કાર

નરેન્દ્ર મોદી 13 વર્ષોથી ગુજરાત પર રાજ કરી રહ્યાં છે. તેમની પાસે 1.33 કરોડની સંપત્તિ છે. જેમાં 1 કરોડનું મકાન અને 33 લાખ રોકડા અને ફિક્સ ડિપોઝીટ છે. તેમછતાં તેમની પાસે કાર નથી.

એ રાજા

એ રાજા

ડીએમકે સાંસદ એ રાજાની પાસે 1.42 કરોડની સંપત્તિ છે. જેમાં 96.63 લાખની જંગમ મિલકત અને 45.58 લાખની સ્થાવર મિલકત છે. એ રાજા ટેલિકોમ ગોટાળાના મુખ્ય આરોપી છે. આટલી સંપત્તિ હોવાછતાં એ રાજા પાસે કોઇ કાર નથી.

યુપીએ સરકારના સૌથી ઇમાનદાર મંત્રી, તેમછતાં બે-કાર

યુપીએ સરકારના સૌથી ઇમાનદાર મંત્રી, તેમછતાં બે-કાર

યુપીએ સરકારના રક્ષા મંત્રી સરકારના સૌથી ઇમાનદાર મંત્રી તરીક ઓળખાય છે. તેમની પાસે 37 લાખની સંપત્તિ છે. જેમાં 7.30 લાખની જંગલ અને 30 લાખની સ્થાવર સંપત્તિ છે. તેમછતાં તેમની પાસે કોઇ કાર નથી.

9 કરોડની સંપત્તિ થઇ ગૂલ

9 કરોડની સંપત્તિ થઇ ગૂલ

નેશનલ કોંગ્રેસના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહ પાસે 2009માં 9 કરોડની સંપત્તિ હતી જે હવે ઘટીને માત્ર 63 લાખ રૂપિયા રહી ગઇ છે.

યુપીએ સરકારના સૌથી અમીર મંત્રી

યુપીએ સરકારના સૌથી અમીર મંત્રી

263 કરોડની સંપત્તિવાળા યુપીએ સરકારના સૌથી અમીર મંત્રી કમલનાથની પાસે ફક્ત 1.96 લાખની એક નેનો કાર અને 2001 મોડલની એક એમ્બેસેડર કાર છે.

પોતે બે-કાર પત્નીના નામ પર કાર

પોતે બે-કાર પત્નીના નામ પર કાર

સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમ સિંહ યાદવ પાસે 2.36 કરોડ રૂપિયાની સંપત્તિ છે, પરંતુ તેની પાસે પણ કોઇ કાર નથી. તેમની પત્ની સાધના સિંહના નામ પર 17 લાખ રૂપિયાની ટોયોટો કેમરી કાર છે.

સપા ઘરનાની વહૂ, પરંતુ બે-કાર

સપા ઘરનાની વહૂ, પરંતુ બે-કાર

કન્નૌજથી સપા સાંસદ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવની પત્ની હોવાછતાં તેમની પાસે કાર નથી.

બિમાર છે એટલે કાર નહી પણ હેલિકોપ્ટરથી જાય છે

બિમાર છે એટલે કાર નહી પણ હેલિકોપ્ટરથી જાય છે

એનસીપી પ્રમુખ શરદ પવારની પાસે 32 કરોડની સંપત્તિ છે, પરંતુ તેમની પાસે તો શું તેમના પરિવારમાં કોઇની પાસે પણ કાર નથી. જ્યારે તે પોતાની મોટાભાગની યાત્રાઓ હેલિકોપ્ટરથી જ કરે છે.

English summary
Our politicians have property worth of millions but they do not have their own car.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X