Indian Women Philosopher : મળો પ્રાચિન ભારતની વિદુષી સ્ત્રીઓને, પોતાના જ્ઞાનથી બની મહાન
Indian Women Philosopher : દાયકાઓથી ઘણી સ્ત્રીઓને અભ્યાસ અને શાળાએ જવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો. પ્રશ્ન એ છે કે, સ્ત્રી શિક્ષણ એ દાયકાઓ જૂની સમસ્યા છે કે, પછી પ્રાચીન સમયમાં સ્ત્રીઓને શિક્ષણ આપવામાં આવતું હતું?
ભારતમાં મહિલાઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત કાર્ય કરી રહી છે. આઝાદી પહેલા જ્યોતિબા ફુલે અને તેમના પત્નીએ મહિલા કેળવણી માટે ઘણા પ્રયત્નો કર્યા છે.

આ સાથે અંગ્રેજોના સમયમાં અને આઝાદી બાદ ડૉ. આંબેડકરના મહિલાઓ માટે ઘણા કાયદા તેમજ હિન્દુ કોડ બીલ દ્વારા મહિલાઓના ઉદ્ધાર પ્રયાસોના કારણે આજે મહિલા સમાજમાં આત્મસમ્માન સાથે જીવી રહી છે.
પ્રાચીન ભારતમાં પુરુષોને દીક્ષા માટે ગુરુકુળમાં મોકલવામાં આવતા હતા, પરંતુ પ્રાચીન ગ્રંથોમાં, પૌરાણિક કાળની ઘણી સમજદાર સ્ત્રીઓનો ઉલ્લેખ છે, જેમના જ્ઞાન સમક્ષ મોટા મોટા વિદ્વાનો પણ નમતા હતા. આ અહેવાલમાં આપણે પ્રાચીન સમયની જ્ઞાની મહિલાઓ વિશે વાત કરી રહ્યા છીએ.
વિદુષી ગાર્ગી - પૌરાણિક સમયની જ્ઞાની સ્ત્રીઓના નામ આવે, ત્યારે સૌથી પહેલા વિદુષી ગાર્ગી યાદ આવે છે. વેદોની રચનામાં વિદુષી ગાર્ગીનું મહત્વનું યોગદાન હતું. ગાર્ગી ગર્ગવંશમાં વચકનુ નામના મહર્ષિની પુત્રી હતી, તેમનું પૂરું નામ વાચકનવી ગાર્ગી છે.
રામાયણ કાળ દરમિયાન રાજા જનકના દરબારમાં એક શાસ્ત્રાર્થનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઋષિ યાજ્ઞવલ્ક્ય અને ગાર્ગી વચ્ચે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. આ પ્રશ્નોના જવાબો પર બૃહદારણ્યક ઉપનિષદની રચના કરવામાં આવી હતી.
માતા સીતા - ગોસ્વામી તુલસી દાસના રામચરિત માનસના મુખ્ય પાત્ર, શ્રી રામની પત્ની જાનકી એટલે કે દેવી સીતા માત્ર તેમના પતિ પ્રત્યેની તેમની ભક્તિ માટે જ નહીં પરંતુ તેમના જ્ઞાન માટે પણ પ્રખ્યાત છે.
માતા સીતાના ગુરુ વિદુષી ગાર્ગી હતા, જેમની પાસેથી તેમણે વેદ અને પુરાણોનું જ્ઞાન મેળવ્યું હતું. બાળપણમાં શિવનું ધનુષ્ય ઉપાડનારી સીતા માત્ર બહાદુર જ નહીં, પરંતુ વિદ્વાન પણ હતી.
વિદુષી મૈત્રેયી - વિદુષી મૈત્રેયીનું નામ પણ પ્રાચીન ભારતની સૌથી જાણકાર મહિલાઓમાં સામેલ છે. તેના પિતા ઋષિ મિત્ર હતા, જ્યારે તે મહર્ષિ યાજ્ઞવલ્ક્યની બીજી પત્ની પણ હતી, જેમણે રાજા જનકના મહેલમાં વિદુષી ગાર્ગી સાથે વાદવિવાદ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, મહર્ષિ યાજ્ઞવલ્ક્યની પ્રથમ પત્ની ભારદ્વાજ ઋષિની પુત્રી કાત્યાયની હતી.
વિદુષી મૈત્રેયી શાંત સ્વભાવની સ્ત્રી હતી, જેને અભ્યાસ, ચિંતન અને શાસ્ત્રોમાં રસ હતો. જ્યારે યાજ્ઞવલ્ક્ય ઋષિએ ગૃહસ્થનો આશ્રમ છોડીને જંગલમાં જવાનું નક્કી કર્યું, ત્યારે મૈત્રેયીએ જ્ઞાન પ્રાપ્તિ માટે તેના પતિ સાથે જવાનું નક્કી કર્યું હતું.
દ્રૌપદી - મહાભારતમાં પંચાલ દેશના રાજા દ્રુપદની પુત્રી દ્રૌપદી ખૂબ જ જાણકાર સ્ત્રી હતી. તે જેટલી બુદ્ધિશાળી હતી તેટલી જ સુંદર પણ હતી. જ્યારે પણ પાંડવો કોઈ નિર્ણયને લઈને ચિંતિત અથવા અચકાતા, ત્યારે દ્રૌપદી હંમેશા તેમને સલાહ આપતી હતી.












Click it and Unblock the Notifications
