માત્ર 19 વર્ષે બની મિસ યૂપી અને હવે મિસ ઇન્ડિયા પર નજર!

Written By:
Subscribe to Oneindia News

સપના જોવાની બધાને આઝાદી હોય છે. પરંતુ તે સપનાને પુરા કરવા માટે સૌથી પહેલા તાકાત અને દ્રઢ નિશ્ચયની જરૂર પડે છે. જો આપણે મહેનત કરવા તૈયાર હોય, પછી કોઇ પણ પરિબળો આપણને નથી રોકી શકતા. તમે કેટલા પણ નાના ગામ કે સામાન્ય ઘરમાંથી કેમ ન આવતા હો, તમે તમારા લક્ષ્ય સુધી ચોક્કસ પહોંચી શકો છો. આવી જ રીતે એક નાના ગામ અને સામાન્ય ઘરમાંથી આવતી માત્ર 19 વર્ષની આશી બગ્ગા મિસ ઇન્ડિયાની તૈયારી કરવા જઇ રહી છે. આટલી નાની ઉમરે મળેલી આ સફળતા કોઇ ચમત્કારથી ઓછો નથી.

મિસ ઇન્ડિયા 2018

મિસ ઇન્ડિયા 2018

કાનપુરાના ગુમટી વિસ્તારમાં રહેતી આશી બગ્ગાએ 2017માં મિસ ઉત્તરપ્રદેશનો ખિતાબ જીત્યો છે. અને હવે તે 2018માં યોજાનારા મિસ ઇન્ડિયાના ખિતાબને મેળવવાની તૈયારીમાં લાગી ગઇ છે. હવે તેનો નિશાનો મિસ ઇન્ડિયા બનવાનો છે.

 8માં ધોરણથી મોડલિંગ

8માં ધોરણથી મોડલિંગ

આશી બગ્ગાનો જન્મ 1998માં યુપીના ગોંડા જિલ્લામાં થયો હતો. તેનો અભ્યાસ પણ ત્યાં જ થયો હતો. પોતાના મોડલિંગના શોખ વિશે જણાવતા આર્શીએ કહ્યુ કે. હુ જ્યારે ધોરણ 8માં હતી ત્યારે ટીવી પર આવતા રેમ્પ વોકના શોને જોઇને તેને આ ફિલ્ડમાં આવવાની ઇચ્છા થઈ હતી. ગોંડા જેટલા નાના ગામમાં તેના આ શોખને પુરો કરી શકાય તેમ ન હતું. આથી તેનો પરિવાર કાનપુરમાં સિફ્ટ થઈ ગયો.

હવે કોમ્પીટીશનને જજ કરુ છું

હવે કોમ્પીટીશનને જજ કરુ છું

આશીએ વધુમાં જણવ્યુ હતું કે, 20 જાન્યુઆરી 2017માં જ્યારે મે મિસ યૂપી બની ત્યારે મારી ઉંમર માત્ર 19 વર્ષની હતી. જ્યારે મને વિજેતા જાહેર કરવામાં આવ્યો ત્યારે મને મારા પર વિશ્વાસ નહતો આવી રહ્યો. એ સફળતા મળ્યા બાદ હવે લોકો મને કોમ્પીટીશનને જજ કરવા માટે બોલાવે છે.

ભવિષ્યના પ્લાન

ભવિષ્યના પ્લાન

હાલ આશી તેની માતાના બુટિકમાં મદદ કરે છે. અને ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરી રહી છે. પરંતુ પોતાની ફિટનેશને લઇને કોઇ પણ પ્રકારની ભૂલ નથી કરતી. તેણે જણાવ્યુ હતુ કે રોજ યોગ અને જિમ જાય છે. અને પ્રોપર ડાઇડ પ્લાન પર પણ તે ચાલે છે. હવે તેની બધી તૈયારી માત્ર મિસ ઇન્ડિયા બનવા તરફ ચાલી કહી છે.

પરિવારનો સહયોગ

પરિવારનો સહયોગ

આશી એ પોતાની સફળતાનો શ્રેય પોતાના માતા-પિતાના આપતા જણાવે છે કે તેમણે મને સાથ અને યોગ્ય માર્ગદર્શન આપ્યુ ન હોત તો કદાચ હુ આ જગ્યાએ પહોંચી શકી ન હોત. મારા પિતા એક સરકારી કોન્ટ્રાક્ટર છે અને માતા બુટીક પર કામ કરે છે. જ્યારે મારી નાની બહેન જે હાલ છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. આ તમામ લોકો ખાસ સમય નીકાળીને મને મદદ કરે છે. હવે તો મારી એક જ ઇચ્છા છે કે 6 ફ્રેબ્રુઆરીમાં આગ્રામાં થનાર મિસ ઇન્ડિયા 2018ના તાજને મેળવી લઉ.

English summary
kanpur girl ashi bagga became miss up 2017 at the age 19 now focucing on miss india medal.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.