Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kargil Vijay Diwas : કારગિલ યુદ્ધમાં ભારતની જીત સાથે છે ઈઝરાયેલનું ખાસ કનેક્શન, કરી હતી ભારતની મોટી મદદ

Kargil Vijay Diwas : 26 જૂલાઈ 1999 ના રોજ ભારતીય સેનાના વીર જવાનોએ કારગિલ હીલ પર ભારતનો પરચમ લહેરાવ્યો હતો. બહુ ઓછા લોકો જાણે છે કે આ યુદ્ધમાં ઈઝરાયેલે ભારતની મદદ કરી હતી.

કારગિલ યુદ્ધમાંઆપણા સૈનિકોએ તેમનાથી વધુ ઊંચાઈ પર બેઠેલા પાકિસ્તાની સૈનિકોને સીધી લડાઈમાં હાર આપી હતી. આ યુદ્ધમાં ભારતની મદદ માટે ઈઝરાયેલે આગળ આવીને જીતવામાં મદદ કરી હતી.

kargil hill tirnga

કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને હથિયારોની જરૂર હતી, જેના માટે ઈઝરાયેલ આગળ આવ્યું. આ યુદ્ધના 22 વર્ષ પછી વર્ષ 2021માં ખુદ ઈઝરાયેલ એમ્બેસીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેણે કારગિલ યુદ્ધમાં ભારતને કેવી રીતે મદદ કરી હતી.

ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ ટ્વીટ કર્યું હતું કે, યુદ્ધ દરમિયાન ઈઝરાયેલે ભારતને મોર્ટાર અને દારૂગોળો આપીને મદદ કરી હતી. ઈઝરાયેલે કહ્યું હતું કે કારગિલ યુદ્ધ દરમિયાન ભારતને સીધી મદદ કરનાર કેટલાક દેશોમાંથી તે એક છે.

આ યુદ્ધ દરમિયાન ઇઝરાયેલે ભારતીય વાયુસેનાના મિરાજ 2000 ફાઇટર પ્લેન માટે લેસર ગાઇડેડ મિસાઇલો આપી હતી. આંતરરાષ્ટ્રીય સમુદાયના દબાણ છતાં ઈઝરાયેલે કારગીલ ઘૂસણખોરી પહેલા ઓર્ડર કરેલા હથિયારોની શિપમેન્ટ ઝડપથી ભારતને સોંપી દીધી. આમાં ઇઝરાયેલના હેરોન અનમેન્ડ એરિયલ વ્હીકલ (UAV)ની ડિલિવરી પણ સામેલ હતી.

કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાને કેટલીક વસ્તુઓની જરૂર હતી જે આપણી પાસે નહોતી. તે સમયે આપણી સેના પાસે દુશ્મનના બંકરોને સચોટ રીતે નિશાન બનાવી શકે તેવા બોમ્બ નહોતા અને ન તો તેમની પોસ્ટ પર જાસૂસી કરવા માટે જાસૂસી વિમાનો હતા. તે સમયે ભારત માત્ર જમીની ગુપ્ત માહિતીના આધારે પાકિસ્તાન સાથે યુદ્ધ લડી રહ્યું હતું.

આ દરમિયાન ઈઝરાયેલે ભારતને શસ્ત્રો અને દારૂગોળો દ્વારા તાત્કાલિક મદદ કરવાની જાહેરાત કરી હતી. નવા શસ્ત્રો ખરીદવા માટે બંને દેશો વચ્ચે ઉતાવળે કરાર કરવામાં આવ્યો હતો. આ કરાર હેઠળ ઈઝરાયેલે તે સમયે અત્યંત આધુનિક ટેક્નોલોજીથી સજ્જ તેનું હેરોન ડ્રોન ભારતને સોંપ્યું હતું.

આ ડ્રોન ચલાવવા માટે ઇઝરાયલે ભારતીય કર્મચારીઓને તાલીમ પણ આપી હતી. આ રીતે ભારતને આ યુદ્ધ જીતવામાં મદદ કરવામાં ઈઝરાયેલનું પણ મહત્વનું યોગદાન હતું.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X