ડિજિટલ કેમેરાઓની કરશે છૂટ્ટી 'ગેલેક્સી એસ 4 જૂમ' સ્માર્ટફોન
સેમસંગે ગેલેક્સી એસ 4 જૂમ કેમેરા સ્માર્ટફોન લોંચ કરીને સ્માર્ટફોન બજારની સાથે ડિજિટલ કેમેરા બજારમાં પણ ભૂકંપ લાવી દીધો છે. ગેલેક્સી જૂમ પહેલું એવું ડિવાઇસ છે જેમાં સ્માર્ટફોનની સાથે એવા કેમેરાની સુવિધા આપવામાં આવી છે જે 10 એક્સ ઓપ્ટિકલ જૂમ સપોર્ટ કરે છે. એટલે કે આપ આપના ફોનને ડિજિટલ ફોન તરીકે ઉપયોગ કરી શકો છો.
ગેલેક્સી જૂમમાં 16 મેગાફિક્સલ સીએમઓએસ સેન્સરની સાથે ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબલાઇજર, જિનોન ફ્લેશ આપવામાં આવી છે જે આપની સાધારણ ફોટોગ્રાફીની બધી જરૂરીયાતને પૂરી કરી તેને અસાધારણ બનાવે છે.
ગેલેક્સી એસ 4માં 16 મેગાપિક્સલનું સીએમઓએસ સેન્સર આપવામાં આવ્યું છે, જે 10 એક્સ ઓપ્ટિકલ જૂમને સપોર્ટ કરે છે જેની સાથે જ તેમાં ઘણાં સ્માર્ટમોડ પણ આપવામાં આવ્યા છે, પરંતુ ફ્રંટમાં માત્ર 1.9 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આ ફોનની થીકનેસ તેના અન્ય ગેલેક્સી ફોનની સરખામણીમાં વધારે છે.
આ ઉપરાંત ગેલેક્સી જૂમમાં ઘણા બીજા સ્માર્ટ ફીચર આપવામાં આવેલા છે જેમાં સ્માર્ટમોડ સજેસ્ટ કરવું, બ્યૂટીફેસ, બેસ્ટ ફોટો, કન્ટીન્યૂયસ શોટ, પૈનોરમા શોટ, લેન્ડસ્કેપ શોટ, સ્નો, મેક્રો, ફૂડ, પાર્ટી, ઇન્ડ઼ોર શોટ, વોટરફોલ, એનિમેટેડ ફોટો, ડ્રામા, ઇરેજર, સાઉન્ડ એન્ડ શૂટ, સનસેટ, નાઇટ, ફાયરવર્કની સાથે લાઇટ ટ્રેસ ઓપ્શન આપવામાં આવેલા છે.
સેમસંગ ગેલેક્સી એસ 4 જૂમમાં આપવામાં આવેલી નવી જૂમ રિંગની મદદથી આપ કોલ દરમિયાન કોઇ પણ ફોટો ખેંચીને તેને એસએમએસ કરી શકો છો. સેમસંગ ગેલેક્સી જૂમ એસ 4માં ઘણા પ્રી સેટ મોડ આપવામાં આવ્યા છે. જેના ઉપરાંત આપ કોઇ પણ હાલતા ચાલતા ઓબ્જેક્ટના ઘણા ફોટાઓ એક સાથે લઇ શકે છે. આ ઉપરાંત એક્શન ફ્રીઝ ફોટો ઓપ્શનની મદદથી આપ હાઇસ્પીડ ફોટો લઇ શકો છો.

સ્માર્ટમોડ સજેસ્ટ
4.3 ઇંચની સુપર એમોલ્ડ ક્યૂ એચડી ટચ સ્ક્રીન, એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ

કન્ટીન્યૂયસ શોટ
8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 64 જીબી એક્સપેન્ડેબલ મેમરી, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ

પૈનોરમા શોટ
1.5 જીબી રેમ, ડ્યૂલ કોર 1.5 ગીગાહર્ટ પ્રોસેસર, એસલરોમીટર, પ્રોક્સિમિટી

સાઉન્ડ એન્ડ શૂટ
વાઇફાઇ સપોર્ટ, 4.0 બ્લૂટૂથ, એનએફસી, 2,330 એમએએચ બેટરી, જાયરો અને આરજીબી લાઇટ સેંસર

નવી જૂમ રિંગ
16 મેગાપિક્સલ રિયર કેમેરાની સાથે જિનોન ફ્લેશ, 10 એક્સ ઓપ્ટિકલ જૂમ અને 1.9 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
ગેલેક્સી એસ 4 જૂમ કેમેરા સ્માર્ટફોનમાં આપવામાં આવેલા ફીચર:
4.3 ઇંચની સુપર એમોલ્ડ ક્યૂ એચડી ટચ સ્ક્રીન
એન્ડ્રોઇડ 4.2 જેલીબીન ઓએસ
ડ્યૂલ કોર 1.5 ગીગાહર્ટ પ્રોસેસર
8 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 64 જીબી એક્સપેન્ડેબલ મેમરી, માઇક્રોએસડી કાર્ડ સ્લોટ
1.5 જીબી રેમ
વાઇફાઇ સપોર્ટ, 4.0 બ્લૂટૂથ, એનએફસી
16 મેગાપિક્સલ રિયર કેમેરાની સાથે જિનોન ફ્લેશ, 10 એક્સ ઓપ્ટિકલ જૂમ અને 1.9 મેગાપિક્સલ ફ્રંટ કેમેરા
એસલરોમીટર, પ્રોક્સિમિટી, જાયરો અને આરજીબી લાઇટ સેંસર
2,330 એમએએચ બેટરી












Click it and Unblock the Notifications
