• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લાંબા સમય સુધી સંબંધ નિભાવવો હોય તો આ ખૂબી છે જરૂરી

|

એક નવા રિસર્ચમા સામે આવ્યુ છે કે લૉન્ગ ટર્મ રિલેશનશિપ માટે લોકો સોથી વધુ પોતાના પાર્ટનરમાં દયાભાવ જુએ છે. આ સ્ટડી જર્નલ ઑફ પર્સનાલિટીમાં પ્રકાશિત થઈ ચૂક્યુ છે અને આમાં સંશોધનકર્તાઓએ દુનિયાભરના 2700થી પણ વધુ કોલેજ છાત્રોને શામેલ કર્યા હતા. આમાં બધા ભાગ લેનારાને પૂછવામાં આવ્યુ હતુ કે તે પોતાના પાર્ટનર સાથે જીવનભર સંબંધ બનાવવા માટે શું ખૂબી ઈચ્છે છે.

દયાભાવને પણ સૌથી વધુ પસંદ કર્યો

દયાભાવને પણ સૌથી વધુ પસંદ કર્યો

સુંદરતા અને આર્થિક સ્થિતિ ઉપરાંત લોકોએ દયાભાવને પણ સૌથી વધુ પસંદ કર્યો છે. સંશોધનકર્તાઓનુ કહેવુ છે કે જો પાર્ટનર દયાળુ હોય તો સંબંધ લાંબા સમય સુધી ચાલી શકે છે. અલગ અલગ સંસ્કૃતિના લોકો પર રિસર્ચ કર્યા બાદ સામે આવ્યુ કે અમુક બાબતોમાં લોકોની પસંદ એક જેવી હોય છે. બ્રિટનની સ્વાનસી યુનિવર્સિટીના એંડ્ર્યુ જી થૉમસનુ કહેવુ છે કે જો દુનિયાભરના મહિલા અને પુરુષ એક જ રીતે કામ કરતા હોય તો એનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે તેમનો વ્યવહાર પણ સંસ્કૃતિ છતાં એક જેવો હોય છે.

ડેટિંગ માટેની પસંદ

ડેટિંગ માટેની પસંદ

એક અભ્યાસમાં પૂર્વના દેશો જેવા કે સિંગાપુર, મલેશિયા અને હૉંગકૉંગ તેમજ પશ્ચિમી દેશો યુક્રેન, નૉર્વે અને ઑસ્ટ્રેલિયાને શામેલ કરવામાં આવ્યા હતા. આ દેશોને છાત્રોની ડેટિંગ માટે પસંદ વિશે પૂછવામાં આવ્યુ હતુ. છાત્રોને આઠ વસ્તુઓ પર સ્કોર આપવા માટે કહેવામાં આવ્યુ હતુ જેમાં બહારનુ આકર્ષણ, આર્થિક સ્થિતિ, દયાભાવ, હ્યુમર, સાદગી, ધર્મ અને બાળકો તેમજ ક્રિએટિવિટી જેવી વસ્તુઓ હતી.

આ પણ વાંચોઃ ભૂમિ પેડનેકરે રચ્યો ઈતિહાસ, ‘ફેસ ઑફ એશિયા' અવોર્ડ જીતનારી પહેલી ઈન્ડિયન એક્ટ્રેસ બની

22થી 26 ટકા દયાભાવ

22થી 26 ટકા દયાભાવ

લોકોએ પોતાના બજેટનો લગભગ 22થી 26 ટકા દયાભાવ અને એક મોટો ભાગ સુંદરતા અને આર્થિક સ્થિતિને આપ્યો. જ્યારે ક્રિએટિવિટી, સાદગીને 10 ટકાથી પણ ઓછા ગુણ મળ્યા. આ ઉપરાંત એ વાત પણ સામે આવી છે કે બાળકોની ઈચ્છા માત્ર પશ્ચિમી દેશોના લોકોમાં હતી.

English summary
physical attractiveness and financial prospects were important, the one that was given the highest priority was kindness.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X