Kissing Day 2024 : કુલ કેટલા પ્રકારની હોય છે કિસ? જાણો કઈ કિસ ક્યારે કરાય છે?
6 જૂલાઈને ઈન્ટરનેશનલ કિસિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને દુનિયાભરના કપલ માટે ખાસ માનવામાં આવે છે.
જો કે તમે નહીં જાણતા હોય કે કિસ કેટલા પ્રકારના હોય છે? આજે કિસિંગ ડે પર અમે તમને વિવિધ પ્રકારની કિસ વિશે જણાવવા વિશે જઈ રહ્યાં છીએ.

નોન-રોમેન્ટિક કિસ
કોઈને અભિવાદન કરતી વખતે આપવામાં આવતી કિસ એ નોન-રોમેન્ટિક કિસ છે. આ પ્રકારની કિસ ગાલ પર અથવા કપાળ પર કરી શકાય છે. આ દરમિયાન ઉંમર, સંબંધ, સંસ્કૃતિ વગેરેને પણ ધ્યાનમાં રાખવામાં આવે છે.
અમેરિકા અને યુકે જેવા દેશોમાં સ્ત્રી-પુરુષો પણ આ રીતે કિસ કરે છે, પણ ભારત કે આરબ દેશોમાં આવું નથી. અહીં મહિલાઓ એકબીજાને નોન-રોમેન્ટિક કિસ કરતી જોવા મળે છે પરંતુ પુરુષોના કિસ્સામાં આ સામાન્ય નથી. પુરુષો સામાન્ય રીતે એકબીજાને ભેટે છે.
નોન-સેક્સુઅલ કિસ
જણાવી દઈએ કે પ્રેમ દર્શાવવા માટે નોન-સેક્સ્યુઅલ કિસ કરવામાં આવે છે. પરંતુ તેને જાતીય ગણી શકાય નહીં. આ કોઈપણ કપાળ અથવા ગાલ પર કરવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં તેને કાળજી બતાવવાની રીત પણ માનવામાં આવે છે. આ કિસ મોટે ભાગે નજીકના મિત્રો અથવા સંબંધીઓ સાથે કરવામાં આવે છે.
ફોર્મલ કિસ
ફોર્મલ કિસ નામની જેમ જ ઔપચારિક છે. આ કિસમાં લોકો ઘણીવાર એકબીજાના હાથને કિસ કરે છે. આ પણ બ્રિટિશ સભ્યતાનો એક ભાગ છે. ઔપચારિક રીતે કોઈને અભિવાદન કરતી વખતે આ પ્રકારની કિસ કરવામાં આવે છે.
કેર કિસ
આ સિવાય કોઈના વાળ કે કપાળને ચુંબન કરવું કાળજી દર્શાવે છે. આ કિસનો અર્થ એ છે કે તમે સામેની વ્યક્તિ વિશે ચિંતિત છો. આટલું જ નહીં, ઘણી વખત કોઈ બીમાર હોય ત્યારે પણ આ પ્રકારની કિસ કરવામાં આવે છે.
ઇરોટિક કિસ
ઇરોટિક કિસ જાતીય આનંદ દર્શાવે છે. આ પ્રકારની કિસના ઘણા પ્રકાર છે. જેમ કે ફ્રેન્ચ કિસ, એસ્કિમો કિસ, પેક કિસ, નેક કિસ વગેરે. આ હંમેશા રોમેન્ટિક કિસ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
