જુડવા ભાઇ-બહેન ઇશા અને આકાશ અંબાણી વિશેના રસપ્રદ તથ્યો
દેશના સૌથી અમીર પરિવારના ઘરે ડબલ ખુશીઓ આવવા જઇ રહી છે. પહેલાં દીકરાની સગાઇ થઇ તો હવે જુડવા દીકરીના લગ્ન પણ નક્કી થઇ ગયાં.
દેશના સૌથી અમીર પરિવારના ઘરે ડબલ ખુશીઓ આવવા જઇ રહી છે. પહેલાં દીકરાની સગાઇ થઇ તો હવે જુડવા દીકરીના લગ્ન પણ નક્કી થઇ ગયાં. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના જુડવા દીકરા આકાશ અને ઇશા અંબાણીના લગ્ન નક્કી થઇ ગયાં છે. આકાશ અંબાણી અને ઇશા અંબાણીના લગ્ન ડિસેમ્બર મહિનામાં થઇ શકે છે, જો કે આ મામલે કોઇ ઑફિશિયલ માહિતી મળી નથી. પરંતુ માનવામા આવી રહ્યું છે કે એક સાથે જન્મેલા આકાશ અને ઇશા અંબાણી ોતાના નવા જીવનની શરૂઆત પણ એક સાથે જ કરી શકે છે. આકાશ અને ઇશાની અંગે એક રસપ્રદ માહિતી છે જેના અંગે બહુ ઓછા લોકો જાણે છે.

મુકેશ અંબાણીએ રાખ્યું આકાશ અને ઇશાનું નામ
નીતા અંબાણીએ કેટલાક સમય પહેલાં એક ઇન્ટર્વ્યૂ દરમિયાન આકાશ અને ઇશાના નામકરણને લઇને વાત કરી હતી, જેમાં એમણે જણાવ્યું હતું કે બંને બાળકોના નામ મુકેશ અંબાણીએ રાખ્યું. એમણે જણાવ્યું કે ઇશા અને આકાશના જન્મના ઠીક પહેલાં નીતા અંબાણી અમેરિકામાં હતાં. જ્યાં એમને છોડીને મુકેશ અંબાણી પરત આવી ગયા હતા, પરંતુ નીતા અંબાણીની ડ્યૂ ડેટ આવી ગઇ હોવાથી થોડા સમયમાં જ એમણે અમેરિકા પરત ફરવું પડ્યું હતું. મુકેશ અંબાણી એમના મમ્મી સાથે સ્પેશિયલ પ્લેનમાં અમેરિકા જવા માટે નીકળી ગયા હતા, પરંતુ રસ્તામા જ એમને ખુશખબર મળ્યા કે તેઓ જુડવા બાળકોના પિતા બની ગયા.

આકાશ અને ઇશાના નામનો મતલબ
નીતા અંબાણીએ જણાવ્યું કે જ્યારે એમને પહેલી વખત બાળકોને જોયાં તો એમની ખુશીનો કોઇ પાર ન રહ્યો. એમણે કહ્યું કે તેઓ બાળકોનું નામ રાખશે. એમણે કહ્યું કે પ્લેન પહાડો ઉપરથી ઉડી રહ્યું હતું ત્યારે એમને આ ખુશખબર મળ્યા હતા માટે દીકરીનું નામ ઇશા અને તેઓ આકાશમાં ઉડી રહ્યા હતા માટે દીકરાનું નામ આકાશ રાખ્યું. તમને જણાવી દઇએ કે ઇશાનો મતલબ પહાડોની દેવી થાય છે.

સંભાળી રહ્યા છે મહત્વની જવાબદારી
તમને જણાવી દઇએ કે ઇશા અને આકાશ બંને પોતાના પિતાના બિઝનેસને સંભાળી રાખ્યો છે. ઇશા જ્યાં રિલાયન્સ જિયોની જવાબદારી સંભાળી રહી છે તો આકાશ રિલાયન્સ જિયોના પ્રોજેક્ટ હેડ ડાયરેક્ટર છે. આકાશ રિલાયન્સ રિટેલ બોર્ડના મેમ્બર પણ છે, જ્યારે ઇશા રિલાયન્સ ટેલિકોમ અને રિટેલ કંપનીઓની ડાયરેક્ટર છે.

હીરા કારોબારીની દીકરી સાથે લગ્ન કરશે આકાશ
જણાવી દઇએ કે આકાશ અંબાણીએ તાજેતરમાં જ હીરા કારોબારી રસેલ મેહતાની દીકરી શ્લોકા મેહતાની પ્રી એન્ગેજમેન્ટ થઇ છે. જૂનમાં બંનેની સગાઇ થઇ છે, અને માનવામા આવી રહ્યું છે કે ડિસેમ્બરમાં બંને લગ્ન કરશે. ઉલ્લેખનીય છે કે શ્લોકા અને આનંદે ધીરુભાઇ ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી સાથે જ અભ્યાસ કર્યો હતો.

ઇશાને પીરામલ ફાવી ગયા
આકાશની સાથે સાથે બીજી બાજુ ઇશા અંબાણીએ પણ પોતાના જીવનસાથીની પસંદગી કરી લીધી છે. ઇશાએ આનંદ પીરામલ સાથે લગ્ન સંબંધમાં બંધાવવાનો નિર્ણય કરી લીધો છે. આનંદ, પીરામલ એન્ટરપ્રાઇઝના સંસ્થાપક છે. તેઓ બે સ્ટાર્ટઅપ્સ પીરામલ હેલ્થ અને પીરામલ રિયલ્ટીની જવાબદારી સંભાળી રહ્યા છે. આનંદે પેન્સિલ્વેનિયા વિશ્વવિદ્યાલયથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એમણે હાર્વર્ડ બિઝનેસ સ્કૂલથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા










Click it and Unblock the Notifications
