આલ્કોહોલ પીધા પછી આ 5 ચીજવસ્તુનું સેવન ન કરો, ભારે નુકશાન થઇ શકે છે
કેટલાક લોકો ડ્રિંક્સ લેતા સમયે બાયટિંગ એટલે કે સ્નેક્સમાં કંઈકને કંઈક ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે
કેટલાક લોકો ડ્રિંક્સ લેતા સમયે બાયટિંગ એટલે કે સ્નેક્સમાં કંઈકને કંઈક ખાવાનું પસંદ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ એવી પણ છે, જેને દારૂ સાથે ખાવાથી તમારી તબિયત ખરાબ થઈ શકે છે. આવી જ ભૂલ લોકો દારૂ પીધા બાદ પણ કરે છે. નશાની હાલતમાં તેમને જે પણ મળે છે, તે ખાઈ લે છે. અમે તમને કેટલીક એવી ચીજવસ્તુઓ વિશે વાત કરીશું જે તમારે ડ્રિંક્સ લેતા સમયે કે બાદમાં ન ખાવી જોઈએ.

કાજુ કે મગફળી
મોટા ભાગના લોકો ડ્રિંક્સ લેતા સમયે મગફળી કે ડ્રાય કાજુ ખાવાનું પસંદ કરે છે. પરંતુ દારૂ સાથે આ બંને ચીજ ક્યારેય ન ખાવી જોઈએ. તેમાં ખૂબ જ કોલેસ્ટ્રોલ હોય છે, જે શરીર માટે નુક્સાનદાયક છે. એટલું જ નહીં તેનાથી ભૂખ પણ મરી જાય છે.

સોડા કે કોલ્ડ ડ્રિંક
હંમેશા યાદ રાખો કે ક્યારેય સોડા અને કોલ્ડડ્રીંક સાતે દારૂ ન પીવું જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં પાણી ઘટે છે. જેનાથી ડિહાઈડ્રેશન થાય છે. એના કરતા તમે દારૂમાં પાણી કે બરફ મિક્સ કરીને પી શકો છો.

ઓઈલી નાસ્તો
ડ્રિંક કરતા સમેય તમારે ઓઈલી નાસ્તો અવોઈડ કરવો જોઈે. કારણ કે હાર્ડ ડ્રિંકથી એસીડીટી થાય છે. મોટા ભાગના લોકો ડ્રિંકની સાથે ચિપ્સ ખાય છે, કારણ કે તે સહેલાઈથી મળી રહે છે. પરંતુ તેનાથી તરસ ખૂબ લાગે છે. એટલે જ લોકો વધુ દારૂ પી લે છે. જે નુક્સાન કારક છે. તેનાથી શરીરમાં પાણીની માત્રા ઘટે છે.

દૂધ કે દૂધની બનાવટની ચીજો
જ્યારે પણ આપણે કશુંક ખાઈએ છીએ તો પાચન એન્ઝાઈમ ભોજન સાથે મળીને તેને પચાવવામાં અને પોષણ લેવામાં મદદ કરે છે. દારૂ પીવાથી આ ડાઈજેસ્ટિવ એન્ઝાઈમ્સને નુક્સાન પહોંચે છે . જેનાથી જે તમે દારૂ પીધા બાદ દૂધ પીવો છો તો દૂધમાં રહેલા પોષક તત્વોનો લાબ નથી મળતો.

ગળ્યું ખાવાથી બચો
દારૂ પીવાની સાથે ગળ્યું ખાવાથી પણ બચવું જોઈએ. ક્યારેય ગળી વસ્તુ ખાવાની ભૂલ ન કરો. કારણ કે દારૂ પીવાની સાથે ગળી વસ્તુ ખાવાથી નશો બમણો થાય છે. જેનાથી તમે જાત પરનું નિયંત્રણ ખોી દો છો. સામાન્ય રીતે લોકો માને છે કે ગળ્યું ખાવાથી નશો ઝડપથી થાય છે. પરંતુ સાથે જ ગળી વસ્તુ દારૂમાં ભળીને વિષ તત્વોને વધારી દે છે.












Click it and Unblock the Notifications
