For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jawaharlal Nehru Birth Anniversary : જાણો પંડિત જવાહરલાલ નેહરુની સમગ્ર જીવન સફર

Jawaharlal Nehru Birth Anniversary : દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો આજે એટલે કે 14 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. આ વર્ષે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 133મી જન્મજયંતિ છે.

|
Google Oneindia Gujarati News

Jawaharlal Nehru Birth Anniversary : દેશના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુનો આજે એટલે કે 14 નવેમ્બરના રોજ જન્મદિવસ છે. આ વર્ષે ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની 133મી જન્મજયંતિ છે. પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર, 1889ના રોજ અલ્હાબાદ (પ્રયાગરાજ) માં થયો હતો.

Jawaharlal Nehru Birth Anniversary

જવાહરલાલ નેહરુની જન્મજયંતિ ભારતમાં બાળ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને શ્રદ્ધાંજલિ આપી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરતા લખ્યું હતું કે, આપણા દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ પાઠવું છું. આપણા દેશા માટે તેમના યોગદાન હંમેશા યાદગાર છે.

કોંગ્રેસે પંડિત નેહરુને શ્રદ્ધાંજલિ આપી

કોંગ્રેસ દ્વારા પણ પંડિત નેહરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. નેહરુ ઘણી વખત કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રહી ચૂક્યા છે. કોંગ્રેસપાર્ટીએ તેના ટ્વીટર હેન્ડલ પર પોસ્ટ કર્યું કે, ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુ એક સામાજિક લોકશાહીના માણસ હતા. જેઓ કલ્યાણકારી રાજ્યની ઇચ્છા ધરાવતા હતા. તેઓ એક માનવતાવાદી-સેક્યુલરિસ્ટ હતા, જેમણે કૃષિ અને વિજ્ઞાન સહિત તમામ મોરચે રાષ્ટ્રીય વિકાસનો પાયો રાખ્યો હતો. આજે તેમની જન્મજયંતિ પર, આપણે તેમના અમુલ્ય વારસાની ઉજવણી કરીએ છીએ.

પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ

પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ

પંડિત જવાહરલાલ નેહરુનો જન્મ 14 નવેમ્બર, 1818 ના રોજ એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો, તેમના પિતાનું નામ મોતીલાલ નેહરુ હતું, જેઓ એક પ્રખ્યાત બેરિસ્ટર હતા. તેઓ ભારતીય કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા.

બાળપણથી જ તેમના ઘરે રાજકીય લોકોનું આવવાનું થતું હતું, જેના કારણે બાળપણથી જ તેમના પર રાજકીય પ્રભાવ ખૂબ જ અસરકારક હતો, જેના પરિણામે પંડિત જવાહરલાલ નેહરુ બે વખત દેશના વડાપ્રધાન બન્યા હતા.

જવાહરલાલ નેહરુનું પ્રારંભિક શિક્ષણ

જવાહરલાલ નેહરુનું પ્રારંભિક શિક્ષણ

પંડિત જવાહરલાલ નેહરુએ તેમનું પ્રારંભિક શિક્ષણ અલ્હાબાદ સ્થિત પ્રાથમિક શાળામાંથી પૂર્ણ કર્યું અને જ્યારે તેઓ 15 વર્ષના હતા, ત્યારે તેમના પિતાએ તેમને શાળાનો અભ્યાસ પૂર્ણ કરવા ઈંગ્લેન્ડની હેરો સ્કૂલમાં મોકલ્યા હતા.

આ પછી નેહરુએ ટ્રિનિટી કોલેજ કેમ્બ્રિજ લંડનમાંથી કોલેજનું શિક્ષણ પૂરું કર્યું. ત્યારબાદ કાયદાની ડિગ્રી મેળવવા માટે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો.

નેહરુએ ઈંગ્લેન્ડમાં 7 વર્ષ વિતાવ્યા ઈંગ્લેન્ડમાં કાયદાની ડિગ્રી મેળવ્યા બાદ, નેહરુ 1912માં ભારત પરત ફર્યા અને કાયદાની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

પંડિત જવાહરલાલ નેહરુનો પરિવાર

પંડિત જવાહરલાલ નેહરુનો પરિવાર

જો આપણે પંડિત જવાહરલાલ નેહરુના પરિવાર વિશે ચર્ચા કરીએ, તો તેમના પરિવારમાં તેમના પિતા મોતીલાલ નેહરુ, માતા સ્વરૂપરાણી નેહરુ અને તેમની ત્રણ બહેનો હતી. જે બાદ જવાહરલાલને ત્યાં એક છોકરીનો જન્મ થયો, જેનું નામ તેમણે ઈન્દિરા રાખ્યું, જેઓ પછીથી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા હતા.

જવાહરલાલ નેહરુની રાજકીય સફર

જવાહરલાલ નેહરુની રાજકીય સફર

જો આપણે પંડિત જવાહરલાલ નેહરુની રાજકીય સફરની વાત કરીએ, તો 1912માં જ્યારે તેઓ ભારતમાં આવ્યા પછી તેમણે રજિસ્ટરની પ્રથા શરૂ કરી હતી, ત્યાર બાદ તેઓ 1919માં ગાંધીજીના સંપર્કમાં આવ્યા હતા અને તેમનાથી ખૂબ પ્રભાવિત થયા હતા.

તેમણે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું અને રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય રીતે કામ કર્યું. પંડિત નેહરુ ગાંધીજીને તેમના માર્ગદર્શક માનતા હતા. 1919માં ગાંધીજીએ રોલેટ એક્ટ સામે આગેવાની લીધી હતી.

ગાંધીજીની આગેવાની હેઠળની સવિનય આજ્ઞાભંગ ચળવળમાંથી નહેરુજી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેમણે તે આંદોલનમાં પણ સક્રિયપણે ભાગ લીધો હતો.

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું

આ માટે તેમણે બ્રિટિશ વસ્ત્રો છોડી દીધા અને સ્વદેશી વસ્ત્રો પહેરવાનું શરૂ કર્યું હતું. 1920 થી 1922માં જ્યારે ગાંધીજીએ દેશમાં અસહયોગ ચળવળ શરૂ કરી, ત્યારે નહેરુએ તેમાં ભાગ લીધો અને પહેલીવાર એવું બન્યું કે નેહરુ જેલમાં ગયા.

આ સમયે ગાંધીજીને સમજાયું કે, આવનારા ભવિષ્યમાં ભારતનું નેતૃત્વ કરવા માટે જો કોઈ નેતા હોય તો તેનું નામ જવાહરલાલ છે. તેમણે 1926માં કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું.

1926 થી 1928 સુધી ગાંધીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના એકમાત્ર મહાસચિવ બનાવવામાં આવ્યા હતા.

ગાંધીજીએ મધ્યમ માર્ગ શોધી કાઢ્યો

ગાંધીજીએ મધ્યમ માર્ગ શોધી કાઢ્યો

વર્ષ 1928માં કોંગ્રેસ પાર્ટીનું વાર્ષિક અધિવેશન મોતીલાલ નેહરુના નેતૃત્વમાં યોજાયું હતું, જેમાં એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે, ભારત બ્રિટિશ સરકાર હેઠળ સરકાર ચલાવશે, પરંતુ આ પરિષદમાં બે પક્ષની રચના થઈ હતી, જવાહરલાલ નેહરુ પ્રથમ જૂથમાં અને બીજા જૂથમાં સુભાષચંદ્ર બોઝ. સુભાષચંદ્ર બોઝે માંગણી કરી હતી કે, ભારતને સંપૂર્ણ સ્વતંત્ર બનાવવાનો અમારો ઉદ્દેશ્ય છે, જેના કારણે આ પરિષદમાં ઘણી અણબનાવ થઈ ગયા હતા. જેને ધ્યાનમાં રાખીને ગાંધીજીએ મધ્યમ માર્ગ શોધી કાઢ્યો હતો.

આવા સમયે મહાત્મા ગાંધી જણાવ્યું હતું કે, અમે બ્રિટિશ સરકારને 2 વર્ષ આપીશું, જો તે સમય દરમિયાન પણ સરકાર અમને મુક્ત નહીં કરે, તો અમે તેમની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન કરીશું, કોઈએ તેમની સામે પ્રતિક્રિયા આપી નહીં અને પછી 1930 માં લાહોર અધિવેશન યોજાયું, જેમાં નક્કી કરવામાં આવ્યું હતું કે, આપણે અંગ્રેજો સામે સવિનય કાનુન ભંગની ચળવળનું રણશિંગુ ફૂંક્યું હતું, જે પછી 1935માં બ્રિટીશરોએ નેશનલ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઇન્ડિયન એક્ટ પસાર કરવામાં આવ્યો હતો.

નેહરુએ ચૂંટણીની બહાર રહીને કોંગ્રેસને સમર્થન આપ્યું

નેહરુએ ચૂંટણીની બહાર રહીને કોંગ્રેસને સમર્થન આપ્યું

જે બાદ કોંગ્રેસે ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. નેહરુએ ચૂંટણીની બહાર રહીને પક્ષને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસે દરેક રાજ્યમાં સરકાર બનાવી અને સૌથી વધુ બેઠકો જીતી.

1936 થી 1937 સુધી, નેહરુ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા. 1942માં ગાંધીજીની આગેવાની હેઠળના ભારત છોડો આંદોલન દરમિયાન નેહરુની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તે 1945માં જેલમાંથી બહાર આવ્યા હતા.

1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા અને આઝાદી દરમિયાન નેહરુએ સરકાર સાથેની વાટાઘાટોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા નેહરુ

સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા નેહરુ

જવાહરલાલ નેહરુના જીવનની ઉપલબ્ધિઓની વાત કરીએ તો તેઓ વર્ષ 1924 માં અલ્હાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને શહેરના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કામ કર્યું હતું. જવાહરલાલ નેહરુએ 1929માં કોંગ્રેસના લાહોર અધિવેશનની અધ્યક્ષતા કરી હતી.

1929માં કોંગ્રેસનું લાહોર અધિવેશન થયું અને આઝાદીની માંગણી કરતો ઠરાવ પસાર કર્યો, 1936, 1937 અને 1946માં કોંગ્રેસના પ્રમુખ તરીકે ચૂંટાયા હતા.

આ સાથે તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન હતા. આ સાથે બિનજોડાણવાદી ચળવળની શરૂઆત જવાહરલાલ નેહરુ દ્વારા કરવામાં આવી હતી.

બિન-જોડાણ આયોગની સ્થાપના કરી

બિન-જોડાણ આયોગની સ્થાપના કરી

જવાહરલાલ નેહરુએ જ બિન-જોડાણ આયોગની સ્થાપના કરી હતી, આ સિવાય તેમણે ભારતના વિકાસ માટે પંચવર્ષીય યોજનાની શરૂઆત કરી હતી, આ સિવાય તેમણે કૃષિ ક્ષેત્રે દેશ કેવી રીતે આત્મનિર્ભર બને તે માટે સતત કામ કર્યું હતું, તેમની સિદ્ધિઓનું શબ્દોમાં વર્ણન કરવું અશક્ય છે. તેમનું જીવન સિદ્ધિઓથી ભરેલું છે. જવાહરલાલ નેહરુનું જીવન દરેક વ્યક્તિ માટે પ્રેરણા સમાન છે.

તેમના માનમાં બાળ દિવસની ઉજવણી

તેમના માનમાં બાળ દિવસની ઉજવણી

જવાહરલાલ નેહરુ ચાચા નેહરુ તરીકે ઓળખાતા પણ ઓળખાય છે. જેનું કારણ પંડિત જવાહરલાલ નેહરુનો બાળકો પ્રત્યે અપાર પ્રેમ હતો.

વર્ષ 1956 પહેલા ભારત દર વર્ષે 20 નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી કરતું હતું. કારણ કે, સંયુક્ત રાષ્ટ્રએ 1954 માં આ દિવસને આંતરરાષ્ટ્રીય બાળ દિવસ તરીકે જાહેર કર્યો હતો.

વર્ષ 1964માં નેહરુના મૃત્યુ બાદ તેમની જન્મજયંતિના દિવસે 14 નવેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે જાહેર કરવા માટે સંસદમાં સર્વસંમતિથી ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારથી ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે.

જવાહરલાલ નેહરુનું અવસાન

જવાહરલાલ નેહરુનું અવસાન

ભારત અને પાકિસ્તાન બે અલગ સ્વતંત્ર દેશો બન્યા બાદ 15 ઓગસ્ટ, 1947ના રોજ નેહરુ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન બન્યા હતા.

તેમને 1963માં પહેલો હાર્ટ એટેક આવ્યો, બીજો જાન્યુઆરી 1964માં અને ત્રીજો હાર્ટ એટેક તેના થોડા મહિના બાદ 27 મે, 1964માં આવ્યો હતો. જેમાં તેમનું અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે, તેમની પુત્રી ઈન્દિરા ગાંધી પણ 1966 થી 1977 સુધી ભારતના વડાપ્રધાન હતા.

પંડિત જવાહરલાલ નહેરુના કેટલાક ક્વોટ્સ

પંડિત જવાહરલાલ નહેરુના કેટલાક ક્વોટ્સ

  • આપણી મોટી ભૂલ એ છે કે, આપણે કામ કરવાની જગ્યાએ વાતો વધુ કરીએ છીએ.
  • એક મહાન કાર્ય કરવા ખંતપૂર્વક અને કાર્યક્ષમતાથી કામ કરવું જરૂરી છે. તેમાં તરત જ સફળાત મળતી નથી, પરંતું એક દિવસ સફળતા ચોક્કસથી મળે છે.
  • જો કોઇ વ્યક્તિને તેની જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી જાય તો તે હંમેશા શાંત રહેશે અને સિસ્ટમનો સપોર્ટ કરશે
  • લોકશાહી સારી છે. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે, અન્ય સિસ્ટમો તેનાથી વધુ ખરાબ છે.
  • સફળતા તેમને મળે છે, જે હિંમતભેર નિર્ણય લે છે અને પરિણામોથી ડરતા નથી

English summary
Know complete biography of Jawaharlal Nehru on Birth Anniversary of First prime minister of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X