જાણો ગુજરાતના શહેર અને તેની પ્રખ્યાત વાનગી
famous Gujarati dish : ગુજરાતમાં દરેક શહેરમાં કોઇને કોઇ વાનગી પ્રખ્યાત છે. આ અહેવાલમાં આપણે વિવિધ શહેરની પ્રખ્યાત વાનગીઓ વિશે જાણીશું.
પોરબંદરની ખાજલી - પોરબંદરમાં ખાજલી ત્રણ પ્રકારની બને છે. જેમાં મોળી, મીઠી અને મસાલાવાળી ખાજલી મળે છે. ખાજલીને કારણે 500થી વધારે પરિવારોનું ગુજરાન ચાલે છે.

શિહોરના ફાટેલા દૂધના પેંડા - સિહોરને ફાટેલા દૂધના પેંડાએ એક અલગ ખ્યાતિ અપાવી છે. જેમાં માવાના પેંડા અને મિઠાઇએ દુનિયાભરના લોકોને ઘેલુ લગાડ્યું છે.
રાજકોટની ચટણી - રાજકોટની ચટણી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે. આ ચટણી ખાવાની બહુ જ મજા આવે છે. આ ચટણી લાંબા સમય સુધી સાચવીને રાખી શકાય છે.
ભાવનગરના ગાઠિયા - ભાવનગરમાં નાના-મોટા વેપારીઓને ગાંઠિયાના ઉત્પાદકો મળીને 225 થી વધુ વેપારીઓ છે. 25 વર્ષથી લઈને 165 વર્ષ જૂના અને પાંચેક પેઢીથી ગાંઠિયાનો વ્યવસાય કરતા વેપારીઓ પણ સામેલ છે.
આ ગાંઠિયાને પપૈયા, તળેલા લીલા મરચા, કઢી વગેરે સાથે ગાંઠિયા પીરસવામાં આવે છે. આ ગાઠિયામાં ફાફડા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, મરી ગાંઠિયા, ડબલ મરી ગાંઠિયા, અંગૂઠિયા ગાંઠિયા, વણેલા ગાંઠિયા જેવા ઘણા ગાંઠિયા મળે છે.
આણંદના ગોટા - આણંદમાં ગોટા ઘણા પ્રખ્યાત છે. લોકો આસપાસના જિલ્લામાંથી ખાસ ગોટા ખાવા માટે આણંદ આવે છે.
નડિયાદનું ભૂસું - યંગસ્ટર્સ નડિયાદના પફ તેમજ ચવાણું પણ પ્રખ્યાત છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ઘણી જગ્યાએ ચવાણાંને 'ભૂસું' તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્વતંત્રતા મળી ત્યારથી નડિયાદના સ્થાનિકો તેમજ આખા ગુજરાતમાં નડિયાદનું ભૂસું એટલે કે ચવાણું ખૂબ જ પ્રખ્યાત છે.
સુરતનું અમિરી ખમણ લોચો અને ઘારી - સુરતનું જમણ અને કાશીનું મરણ આ પ્રખ્યાત કહેવત સુરતની ઓળખ આપવા માટે પૂરતી છે. સુરતમાં લોચો, માયોપાઉં, દાબેલી, ઘારી જેવી વાનગીઓ ઓળખ છે. સુરતની અલગ અલગ વેરાયટીઝવાળી ઘારી દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે.
વડોદરાનો લીલો ચેવડો- ગુજરાતમાં જાણીતા શહેરના જાણીતા નાસ્તાની વાત આવે તો તેમાં વડોદરાનો લીલો ચેવડો જરુર યાદ આવે. ગુજરાતી સ્ત્રીઓ દરેક ભાવતી વસ્તુઓ ઘરે બનાવવાની ટ્રાય કરતી જ હશે પણ લીલો ચેવડો એવી વસ્તુ છે જે બજારમાંથી જ લાવવામાં આવે છે. અને તે પણ મોટે ભાગે એક જ દુકાનમાંથી.
ખંભાતનું હલવાસન - ખંભાતનું હલવાસનનું ઉત્પાદન 40થી વધુ સ્થળો પર થાય છે. 1200 થી વધુ નિષ્ણાંત કારીગરો આ ઉત્પાદન સાથે જોડાયેલાં છે. ખંભાતના ભાલ પંથકના ભાલિયા ઘઉંમાંથી જ હલવાસન બને છે.
સુરેન્દ્રનગરની શીંગ - સુરેન્દ્રનગરમાં ઘણી વસ્તુઓ પ્રખ્યાત છે. જેમાં સિંકદરની શીંગ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. આ સાથે રેવડી પણ પ્રખ્યાત છે.
કચ્છની દાબેલી - કચ્છની તીખી સિંગના દાણાવાળી દાબેલી પાછળ તો લોકો દિવાના છે. કચ્છ જાઓ તો દાબેલી અને ખાસ કચ્છી સમોસાનો સ્વાદ માણવાનું ચૂકશો નહીં.












Click it and Unblock the Notifications
