For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવ દિવસ નવરાત્રિના ઉપવાસ કરે છે પીએમ મોદી, જાણો કેવુ હોય છે તેમનુ ડાયેટ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેવી મા પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે અને તે પૂરા નવ દિવસ સુધી વ્રત પણ રાખે છે. આવો જાણીએ પીએમ મોદી નવરાત્રિ દરમિયાન પોતાને કેવી રીતે ફિટ રાખે છે અને શું હોય છે તેમનુ રુટીન.

|
Google Oneindia Gujarati News

દેશભરમાં નવરાત્રિની ધૂમ મચી છે. આ દિવસોમાં ભક્તો કડક નિયમોનુ પાલન કરીને ઉપવાસ રાખે છે. ઘણા લોકો ફળાહાર ઉપવાસ રાખે છે તો અમુક નિર્જળા વ્રત પણ રાખે છે. માતાજીમાં આસ્થા ધરાવનાર લોકો આ નવ દિવસ વ્રતના દરેક નિયમોનુ કઠોર રીતે પાલવ કરે છે. સામાન્ય લોકોની જેમ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ દેવી મા પ્રત્યે ખૂબ આસ્થા ધરાવે છે અને તે પૂરા નવ દિવસ સુધી વ્રત પણ રાખે છે. પીએમ મોદી છેલ્લા 40 વર્ષોથી બંને નવરાત્રિ ચૈત્ર અને શારદીય નવરાત્રિ પર વ્રત રાખતા આવ્યા છે. પીએમ મોદી માત્ર પ્રતિપદા અને નવમીના જ ઉપવાસ નથી રાખતા પરંતુ પૂરા નવ દિવસ ઉપવાસ પર રહે છે અને કડક રીતે નિયમોનુ પાલન પણ કરે છે. આવો જાણીએ પીએમ મોદી નવરાત્રિ દરમિયાન પોતાને કેવી રીતે ફિટ રાખે છે અને શું હોય છે તેમનુ રુટીન.

નવ દિવસ કરે છે પૂજા-અર્ચના

નવ દિવસ કરે છે પૂજા-અર્ચના

ઉપવાસ દરમિયાન પીએમ મોદી સવારે અને સાંજે બંને સમયે તે માતાની પૂજા અર્ચના કરે છે. નવમી સાથે નવ દિવસની નવરાત્રિ ખતમ થવાના આગલા દિવસે એટલે કે દશમી તિથિને જેને વિજયાદશમી પણ કહેવામાં આવે છે જે દિવસે પીએમ મોદી શસ્ત્રની પણ પૂજા કરે છે.

માત્ર પીવે છે લીંબુ પાણી

માત્ર પીવે છે લીંબુ પાણી

પીએમ મોદી કેટલી કડક રીતે નિયમ પાલન કરે છે તેનુ ઉદાહરણ વર્ષ 2014માં સામે આવ્યુ હતુ જ્યારે પીએમ મોદી નવરાત્રિના સમયે એટલે કે સપ્ટેમ્બરમાં અમેરિકાના પ્રવાસ પર ગયા હતા. એ સમયે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ વ્હાઈટ હાઉસમાં શાનદાર દાવત આપી હતી. એ સમયે પીએમ મોદીએ વ્રતના નિયમોનુ પાલન કરીને માત્ર લીંબુ પાણી જ પીધુ હતુ.

આ પણ વાંચોઃ 40ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર દેખાતી કાજોલના 4 બ્યુટી સિક્રેટઆ પણ વાંચોઃ 40ની ઉંમરે પણ અપ્રતીમ સુંદર દેખાતી કાજોલના 4 બ્યુટી સિક્રેટ

જણાવી ચૂક્યા છે પોતાના વ્રત નિયમો વિશે

જણાવી ચૂક્યા છે પોતાના વ્રત નિયમો વિશે

મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉપવાસમાં પીએમ મોદી સાંજના સમયે લીંબુ પાણી સાથે માત્ર અમુક ફળ જ ખાય છે. નવરાત્રિમાં ઉપવાસ વિશે 2012માં પીએમ મોદીએ પોતાના બ્લૉગમાં જણાવ્યુ હતુ કે એક વાર ટીચર્સ ડે પર એક નાની છોકરીએ તેમને નવરાત્રિના ઉપવાસ વિશે પૂછ્યુ હતુ. આના પર તેમણે જણાવ્યુ કે આ ઉપવાસ તેમને ઘણા વર્ષોથી તાકાત અને શક્તિ આપી રહ્યા છે.

આ છે નરેન્દ્ર મોદીનુ સામાન્ય રુટીન

આ છે નરેન્દ્ર મોદીનુ સામાન્ય રુટીન

પીએમ મોદી પોતાના કામમાં વ્યસ્ત રહેવાના કારણે ભલે ગમે તેટલા મોડી સૂવે પરંતુ તે સવારે 4-5 વાગે ઉઠીને યોગ જરૂર કરે છે. યોગા દ્વારા તે ફિટ રહે છે અને આ સાથે તે સૂર્ય નમસ્કાર જરૂર કરે છે કે જે તેમની ફિટનેસનો મૂળમંત્ર છે. પીએમ મોદી પોતાના દિવસની શરૂઆતમાં હેલ્ધી ડાયેટ લેવાનુ નથી ભૂલતા. આમાં તે પૌઆ, ખાખરા, આદુવાળી ગુજરાતી ચા અને ભાખરી શામેલ છે. તે પોતાના ડાયેટમાં ફળો અને શાકભાજી સાથે સાદુ ગુજરાતી અને સાઉથ ઈન્ડિયન ભોજન પસંદ કરે છે. પીએમ નરેન્દ્ર મોદી ક્યારેય પણ એક સાથે બહુ વધુ નથી ખાતા પરંતુ થોડુ થોડુ સ્નેક્સમાં ફૂડ કે પછી નટ્સ ખાય છે.

English summary
know what pm narendra modi eating during navratri fast
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X