જાણો કોણ હતા ઇઝરાયેલ? જેના નામ પર યહુદીઓએ પોતાના દેશનું નામ રાખ્યુ?
હમાસના હુમલા બાદ દુનિયામાં ફરીથી યહુદીઓ અને તેમનો એકમાત્ર દેશ ઇઝરાયેલ ચર્ચામાં છે. ક્યારેક ઠેકાણા વગર ભટકતા યહુદીઓ હવે બહાદુરી માટે જાણીતા છે.
ઇઝરાયેલ એક યહૂદી દેશ છે અને સ્થાપનાથી જ વિવાદોમાં છે. અત્યાર સુધી ઘણા યુદ્ધોમાંથી પસાર થયેલુ ઇઝરાયેલ ચારે બાજુ કટ્ટર દુશ્મન મુસ્લિમ દેશોથી ઘેરાયેલુ છે.

ઈઝરાયેલનું નામ એક પયગંબરના નામ પરથી રાખવામાં આવ્યું છે. જેમને યહૂદી લોકો પોતાના ભગવાન માને છે. માનવામાં આવે છે કે યહુદી ધર્મની શરૂઆત પયગંબર હઝરત ઈબ્રાહિમથી થઈ હતી. તેમના વંશજોમાંથી એકનું નામ ઈઝરાયેલ હતું. આ પછી યહુદીઓએ તેમના દેશનું નામ ઈઝરાયેલ રાખ્યું.
માન્યતા અનુસાર, ઇઝરાયેલને 12 પુત્રો હતા અને તેમાંથી 12 વિવિધ કબિલાઓ બન્યા. આમાંનો સૌથી અગ્રણી પુત્ર યહુદાહ હતો, જેને જુડાહ પણ કહેવામાં આવે છે. આ પછી જે લોકોએ તેમનામાં વિશ્વાસ કર્યો તેઓને યહૂદી કહેવામાં આવ્યા.
આ ઉપરાંત યહૂદીઓને અંગ્રેજીમાં જ્યુડિશ કહેવામાં આવે છે. જણાવી દઈએ કે યહૂદીઓ, ઈસાઈઓ અને મુસ્લિમો હઝરત ઈબ્રાહિમને તેમના સૌથી મહાન પયગંબર અથવા ભગવાન માને છે.
યહૂદીઓ હઝરત મૂસાને તેમના અંતિમ પયગંબર માને છે. મૂસાને યહૂદીઓના નિયમો સ્થાપનારા આપનાર માનવામાં આવે છે. તેમણે પહેલેથી જ અસ્તિત્વમાં રહેલી પરંપરાની સ્થાપના કરી અને તેને એક ધર્મ તરીકે લોકો સમક્ષ રજૂ કરી.
આ પછી યહૂદીઓ વિશ્વભરમાં ફેલાવા લાગ્યા અને તેમના ધર્મને આગળ વધારવા માટે કામ કર્યું. જો કે, યહૂદીઓ ધર્માંતરણમાં માનતા નથી તેથી જ તેમની વસ્તી ઘણી ઓછી છે.












Click it and Unblock the Notifications
