• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગુમનામ પણ, છે ઘણાં જ સુંદર, હિમાચલના આ હિલ સ્ટેશન

|

હિમાચલ પ્રદેશ, ભારતના ઉત્તરમાં સ્થિત રાજ્ય છે, જે પોતાની સુંદરતા, પ્રકૃતિ અને શાંત વાતાવરણના કારણે દર વર્ષે લાખો પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કરે છે. અહી પ્રવાસન ઝડપથી આગળ વધી રહેલા ઉદ્યોગોમાનું એક છે અને એ જ કારણે પ્રતિવર્ષ રાજ્યની આવકમાં ભારે નફો થઇ રહ્યો છે. રાજ્યના પ્રવાસનમાં આવેલા ઉછાળાના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં હોટલ અને રિસોર્ટમાં વધારો થયો છે, જે રાજ્યની પ્રગતિ અને વિકાસ માટે એક સારો સંકેત છે.

ભૌગોલિક દૃષ્ટિએ હિમાચલ પ્રદેશના પૂર્વમાં તિબેટ પશ્ચિમમાં પંજાબ અને ઉત્તરમાં જમ્મૂ અને કાશ્મીર જેવા રાજ્યો છે. મુખ્ય રીતે દેવભૂમિ અથવા દેવતાઓની ભૂમિના નામથી લોકપ્રીય આ રાજ્યમાં આવનારા પ્રવાસી માટે સ્વર્ગ છે અહીની હરિયાળી, બરફથી ઢંકાયેલી ચોટીઓ, મનમોહક ઝીલો.

રાજ્યના પ્રમુખ 12 જિલ્લા પોતાની મનમોહક સાઇટ સીઇંગ, ધાર્મિક સ્થળો, ફિશિંગ, પર્વતારોહણ, પેરા ગ્લાઇડિંગ, ટ્રેકિંગ, રિવર રાફ્ટિંગ, ગોલ્ફ, સ્કીઇંગના કારણે હંમેશાથી વિશ્વ ભરના પ્રવાસીઓનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ હિમાચલના કેટલાક એવા હિલ સ્ટેશનો અંગે જે સૂચનાઓની ઉણપના કારણે અત્યારસુધી અજાણ હતા.

બડોગ

બડોગ

સુમદ્ર ધરતીથી 6000 ફૂટની ઉંચાઇ પર સ્થિત બડોગ શહેર હિમાલચ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત છે. આ એક નાનું અમથું ગામ છે, જે 20મી સદીમાં પ્રારંભ થયેલી સમૂજતિ બાદ બન્યું. આ એ સમય હતો જ્યારે કાલકા-શિમલા નેરો ગેજ રેલવે સ્ટેશન બન્યું હતું. આ સ્થળનું નામ એક એન્જીનિયર બડોગના નામ પરથી પડ્યું, જેને પર્વતમાં એક મોટી ટનલ બનાવવાની યોજના બનાવી હતી.

ચંબા

ચંબા

ચંબા એક સુંદર પ્રવાસન સ્થળ છે, જે ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ જિલ્લામાં સ્થિત છે, જેની ઉંચાઇ સમુદ્ર તટથી લગભગ 1524 મીટરની છે. આ સ્થળ પોતાના પ્રાકૃતિક પરિવેશ અને પ્રદૂષણ રહિત સુંદરતા માટે પ્રવાસીઓની વચ્ચે લોકપ્રીય છે. દેવદાર અને ચીડના વૃક્ષોથી ઘેરાયેલું ચંબાનો અન્નેવેષિત વિસ્તાર પ્રકૃતિ પ્રેમીઓ માટે એક સ્વપ્નની દૂનિયા સમાન છે.

જોગિંદર નગર

જોગિંદર નગર

આ સુંદર સ્થળ સમુદ્ર તટથી 2500 મીટરની ઉંચાઇ પર સ્થિત છે, જ્યાં એશિયાનો સૌથી મોટો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ચાલે છે. આ સ્થળને ઇલેક્ટ્રિક સિટીના નામથી પણ ઓળખવામાં આવે છે. આ સાઇટથી બરહોટના પર્વતો જોઇ શકાય છે.

કિઆરીઘાટ

કિઆરીઘાટ

કિઆરીઘાટ એક સુંદર સ્થળ છે, જે સોલન જિલ્લાથી 19 કિ.મીના અંતરે શિમલાથી ચંદીગઢના રસ્તા પર સ્થિત છે. ક્યારેક પોસ્ટ ઓફિસના રૂપમાં પ્રસિદ્ધ આ સ્થળ વર્તમાનમાં પ્રવાસીઓના રોકણ માટે પ્રસિદ્ધ છે. હિમાચલ પ્રદેશ પ્રવાસન વિભાગ હવે અહી પોસાય તેવી હોટલ ચલાવે છે, જે એપલ ફોર્ટ ઇનના નામથી જાણીતી છે.

મશોબરા

મશોબરા

મશોબરા શિમલા જિલ્લામાં સ્થિત એક લોકપ્રીય પ્રવાસન સ્થળ છે. પર્વતોમાં એક સુંદર શહેરના રૂપમાં આ સ્થળ પોતાના સંમોહિત કરતા દૃશ્યો અને ઠંડા જળવાયુ માટે પ્રવાસીઓ વચ્ચે લોકપ્રીય છે. સમુદ્ર તટથી 2500 મીટરની ઉંચાઇ પર સ્થિત, મશોબરા સિંધુ અને ગંગા નદીના તટ પર સ્થિત છે અને એશિયાના સૌથી મોટા વોટરશેટ તરીકે જાણીતું છે.

પાલમપુર

પાલમપુર

કાંગડા ઘાટીમાં સ્થિત પર્વતીય શહેર પાલમપુર પોતાના શાનદાર પરિદૃશ્ય અને શાંત વાતવારણ તરીકે જાણીતું છે. ચીડ અને દેવદારના ગાઢ જંગલો અને સ્વચ્થ પાણીની ધારાઓ અહીનું આકર્ષણ વધારે છે. આ સ્થળ રજાઓ વિતાવવા માટે આદર્શ છે, કારણ કે આ કોઇ પણ વ્યવસાયિક પ્રવાસન સ્થળ જેવું નથી. સમુદ્ર ધરતીથી 1220 મીટરની ઉંચાઇપર સ્થિત આ સ્થળ પ્રકૃતિ અને કળા પ્રેમીઓ માટે ઉપયુક્ત છે. આ શહેરની શોધ 19મી સદીમાં થઇ હતી, જ્યારે બ્રિટિશ લોકોએ આ સ્થળના ઢાળો પર ચાની ઝાડીઓ લગાવવાનું નક્કી કર્યું.

નાહન

નાહન

નાહન જંગલો અને બરફથી ઢંકાયેલા પર્વતોની શ્રેણીથી ઘેરાયેલું એક શાનદાર શહેર છે. આ હિમાચલ પ્રદેશમાં શિવાલિક પર્વતોમાં વસેલું છે. નાહન રાજા કરણ પ્રકાશ દ્વારા 1621માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેમણે રક્ષાબંધન તહેવાર પર પતંગ ઉડાડવાની પરંપરા શરૂ કરી જે આજે પણ ચાલું છે.

સોલન

સોલન

હિમાચલ પ્રદેશમાં સ્થિત સોલન જિલ્લો એક સુંદર સ્થળ છે અને આ ભારતમાં મશરૂમ શહેરના નામથી જાય છે, કારણ કે આ ક્ષેત્રમાં મોટી માત્રામાં મશરૂમની ખેતી કરવામાં આવે છે. સમુદ્ર તટથી 1467 મીટરની ઉંચાઇ પર સ્થિત સોલન પોતાના સુંદર દ્રશ્યો માટે જાણીતું છે.

રિવલસર

રિવલસર

રિવલસર પ્રવાસીનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર છે, જે સમુદ્ર તટથી 1350 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. અહી ભગવાન બુદ્ધના ત્રણ મઠ બનેલા છે, જે હિન્દુ મંદિરમાં સ્થાપિત છે. આ સ્થળ શીખ ધર્મ માટે પણ મહત્વનું છે કારણ કે અહી 10મા શીખ ગુરુ ગોવિંદ સિંહ એક મહિના માટે આવ્યા હતા.

હરિપુરધાર

હરિપુરધાર

હરિપુરધાર, હિમાચલ પ્રદેશના સિરમૌરમાં એક નાનું શહેર છે. આ શહેર એખ ઉંડી ઘાટીના ઉચ્ચ રિજ પર સ્થિત છે. સમુદ્ર તટથી 2500 મીટરની ઉંચાઇ પર છે, પહેલા આ શહેર ડુંગભંગયાનીના નામથી ઓળખાતું હતું. જે ક્યારેક સિરમૌર ગરમીઓનું રાજધાની હતું. આ મંદિર ભંગયાની મંદિરના કારણે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે.

English summary
Lets go ahead and know more about the lesser known hill-stations in Himachal Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more