• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્ત્રીના હોઠોની લાલિમા વ્યક્ત કરે છે તેમની પર્સનાલિટી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

જ્યારે પણ કોઇ છોકરીની પ્રશંસા કરવી હોય તો તેમાં હોઠોનો ઉલ્લેખ જરૂર આવે છે. સૌદર્યનું પ્રતિક માનવામાં આવતા હોઠ ફક્ત સુંદરતામાં જ મહત્વનો ભાગ ભજવે છે એટલું જ નહી પરંતુ છોકરીના વ્યક્તિત્વને પણ દર્શાવે છે.

સામુદ્રિક શાસ્ત્ર, ભારતીય જ્યોતિષનો એક મુખ્ય ભાગ છે. આ સીરીજમાં વિભિન્ન અંગોની સરંચનાને જોઇએ તમે વ્યક્તિ વિશે જણાવી શકો છો. આ લેખમાં અમે વાત કરીશું હોઠોની. કોઇ સ્ત્રીના હોઠ જોઇને તેના વિશે કેવી રીતે અંદાજો લગાવી શકાય છે. તે અંગે લખનઉના જ્યોતિષાચાર્ય પં. અનુજ શુક્લા જણાવશે.

આ લેખમાં હોઠોની પ્રકૃતિ વિશે ચર્ચા કરવામાં આવશે અને પછી તેના રંગ અને રૂપ અનુરૂપ વ્યક્તિત્વનું મૂલ્યાંકન કરવામાં આવશે, જે તમે સ્લાઇડરમાં જોઇ શકો છો

કાળા હોઠ

કાળા હોઠ

જે સ્ત્રીના હોઠ કાળા હોય છે, તે સ્ત્રી બુદ્ધિમાન, ભણવામાં હોશિયાર, મોટાભાગે વાતોડી હોય છે, શાર્પ અને પોતાના પતિની સેવા કરનારી હોય છે. આવી સ્ત્રીઓની તાર્કિક ક્ષમતા ઘણી નવીન હોય છે.

જાડા હોઠ

જાડા હોઠ

જે સ્ત્રીના હોઠ જાડા હોય, તે સ્ત્રી ઝખડાળુ પ્રવૃતિની હોય છે તથા તેના સ્વભાવમાં હંમેશા તીખાપણું હોય છે. તે તેના તુકમિજાજના કારણે બધાની હળીમળી શકતી નથી જેના લીધે ઘણીવાર તણાવગ્રસ્ત પણ થઇ જાય છે.

લાલ હોઠ

લાલ હોઠ

જો કોઇ સ્ત્રીના હોઠ એકદમ આછા લાલ રંગના હોય, તે સુંદર અને બુદ્ધિમાન પુત્રોને જન્મ આપનાર હોય છે. આવી સ્ત્રીઓ ઘરકામમાં ઘણી પાવરધી માનવામાં આવે છે. જો આ વધુ શિક્ષણ પ્રાપ્ત કરી લે તો તેમનામાં અહંકારની ભાવના પણ વધી જાય છે.

આછા પાતળા વાળ

આછા પાતળા વાળ

જે સ્ત્રીના હોઠ પર આછા પાતળા વાળ હોય, એવી સ્ત્રીઓ વિશ્વાસઘાત આપનાર હોય છે. આ બીજા પાસે પોતાનું કામ કરાવવામાં માહેર હોય છે. તે એકદમ જિદ્દી સ્વભાવની પણ હોય છે.

હોઠ નીચી આછા પાતળા વાળ

હોઠ નીચી આછા પાતળા વાળ

જે સ્ત્રીઓના હોઠ નીચે આછા પાતળા વાળ હોય, તે સ્ત્રી પોતાના સાસુ-સસરાની સેવા કરનાર તથા પોતાના પતિને પ્રસન્ન કરનાર હોય છે. તે કલાત્મક કાર્યોમાં પણ ઘણી નિપુણ હોય છે. પર્વત યાત્રા કરવાનો તેને શોખ હોય છે.

પતળા હોઠ

પતળા હોઠ

જો કોઇ સ્ત્રીના હોઠ એકદમ પતળા અને આછા લાલ રંગના હોય, તે સ્ત્રીઓ એકદમ મહત્વાકાંક્ષી હોય છે. તે પોતાના કેરિયર પ્રત્યે સજાગ અને સકારાત્મક રહે છે. પતિ પ્રત્યે ખૂબ લગાવ અને સહાનૂભૂતિ ધરાવનાર હોય છે.

કામુક હોઠ

કામુક હોઠ

જે મહિલાઓના હોઠ કામુક અથવા જરૂરિયાત કરતાં વધુ આકર્ષક હોય છે, તે ઘણી બુદ્ધિમાન અને બેબાક હોય છે. તે દયાળુ, ઇમાનદાર અને બીજાની ઇજ્જત કરનાર હોય છે. આગળ જઇને પ્રગતિ પ્રાપ્ત કરે છે અને પરિવારમાં ખુશીઓ લાવે છે.

જંગલી હોઠ

જંગલી હોઠ

જેના હોઠ જંગલી એટલે કે લાંબા અને મોટા મોંઢાવાળા હોય, તે જરૂરિયાત કરતાં વધુ ખ્યાતિ પ્રાપ્ત કરે છે. કોઇપણ પ્રયત્ન વિના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. વેપારમાં સફળતા મળે છે અને ખાસકરીને મનોરંજન જગતમાં તે ખ્યાતિ પ્રાપ્ત કરે છે. જો કે પોતાની સફળતા માટે તે પોતાનાની અંદરના જંગલી વ્યવહારને દબાવવો પડે છે.

ચેરી સમાન હોઠ

ચેરી સમાન હોઠ

જો કોઇ મહિલાના હોઠ આછા લાલ અને ઉપરની તરફ ઉપસેલા હોય, તથા થોડા ગોળાકાર હોય, એકદમ ચેરી સમાન, તો આવી મહિલાઓની ઇચ્છા પુરી થતી નથી. દરેક વસ્તુ પામવાની પ્રબળ ઇચ્છા ધરાવનાર હોય છે. આવી મહિલાઓ એકદમ પરફેક્ટ અને બુદ્ધિશાળી હોય છે. આ સાથે જ તેમનામાં બીજાને સમજવાની ક્ષમતા વધરે હોય છે. મિત્રો તથા જીવનસાથી પ્રત્યે એકદમ વફાદાર હોય છે. તે બીજાની કાઉન્સિલિંગ એકદમ સારી રીતે કરે છે. આવી મહિલાઓ પ્રભાવશાળી હોય છે.

જ્વલંતશીલ હોઠ

જ્વલંતશીલ હોઠ

મોટ અને પહોળા હોઠ, જે સામેવાળાને એકદમ આકર્ષિત કરે છે. અથવા તો એમ કહીએ પ્રેમની આગ પેદા કરે એવી મહિલાઓ એકદમ રિઝર્વ રહે છે. પરંતુ પ્રેમની બાબતમાં તે પોતાના લાઇફ પાર્ટનરને ક્યારેય પણ નિરાશ કરતી નથી.

પતળા હોઠ

પતળા હોઠ

પતળા હોઠ જે આગળની તરફ નમેલા હોય, મોઢું બંધ કરતી વખતે બંને વચ્ચે થોડી જગ્યા દેખાતી હોય તેવા હોઠ ધરાવતી મહિલાઓ સ્વતંત્ર રહેવાનું પસંદ કરે છે. તે કોઇના દબાણમાં આવીને કોઇ કામ કરતી નથી. આ સ્ત્રીઓ એકદમ ઇમાનદાર હોય છે. અને હંમેશા ખુશ રહેવાનું પસંદ કરે છે.

મરોડદાર હોઠ

મરોડદાર હોઠ

જો મહિલાના હોઠ ઉપરની તરફ વળેલા તથા મરોડદાર હોય તો આવી મહિલાઓ જલદી પોતાના રહસ્યો કોઇને જણાવતી નથી. આવી મહિલાઓ આર્થિક રીતે હંમેશા મજબૂત રહે છે. બેકિંગ સેક્ટરમાં જાય તો તેમને જરૂર ઉચું પદ પ્રાપ્ત થાય છે.

English summary
Today we will talk about the the body structure of a woman and her personality. This is a reading which tells about life according to the nature of lips.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X