For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેલેન્ટાઇન ડે ઉજવી રહેલી આ માછલી કહે છે ILU

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 14 ફેબ્રુઆરી: આશ્વર્ય પામશો નહી કોરી કલ્પના નથી પરંતુ હકિકત છે. એક્વેરિયમાં પાળેવામાં આવતી ચિકલેટ (સિચલેટ) પ્રજાતિની માછલી પેરેટને બંને તરફ આઇ (i), પછી દિલને બનેલુ છે અને પછી આઇ (i) લખેલો છે. આ કોઇ કલાકારની કલાકારી નથી પરંતુ વિજ્ઞાનની દેન છે. લખનઉના એક્વેરિસ્ટ ઇન્દ્ર મણિ રાજા પાસે આ માછલી છે.

આ માછલી વિશે ઇન્દ્રમણિ કહે છે કે પેરેટ નામની માછલીને તેના આકારના કારણે પેરેટ કહેવામાં આવે છે કારણ કે તેનું મોઢું પોપટ જેવું છે અને મહત્વની વાત એ છે કે આ હાઇબ્રિડ ફિશ છે તે પ્રાકૃતિક રીતે મેળતી નથી જેથી તેનું કોઇ વૈજ્ઞાનિક નામ પણ નથી. ચિકલેટની બે પ્રજાતિઓને મેળવીને તેને બનાવવામાં આવે છે. આ કાર્યનો શ્રેય તાઇવાનના મત્સ્ય ઉત્પાદકોને જાય છે જ્યાં 1986માં પ્રથમ વાર આ માછલીને તૈયાર કરવામાં આવી હતી. તેનો રંગ લાલ હતો મોઢું પોપટના જેવું છે. તાઇવાનના ઉત્પાદકોએ આ માછલીને સજાવટી માછલીની શ્રેણીમાં મુકી છે અને તેને આખી દુનિયામાં નિકાસ કરી શોખીન લોકોના એક્વેરિયમ સુધી પહોંચાડવામાં આવે છે.

fish

ઇન્દ્રમણિએ જણાવ્યું હતું કે ચીન અત્યાર સુધી આ માછલીનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને તેને જે કર્યું છે તે ચોંકાવનારું છે. હવે પેરેટને ચીનમાં ઘણો વિકાસ કર્યો છે અને જે પણ પેરેટ નામની માછલી ભારત આવે છે તે ચીનની છે. ચીનના એક પ્રયોગો કરી પેરેટ નામની આ માછલીમાં તેના હારર્મોન્સમાં પરિવર્તન કરી ઘણા રંગ આપવામાં આવ્યાં છે અને તે ટેકનિકનો ઉપયોગ કરી તેમાં લખવાની પહેલ કરી જે તમારી સમક્ષ છે.

તેમને કહ્યું હતું કે જે માછલી તેમની પાસે છે તેની બંને તરફ આઇ (i) લખ્યો છે અને પછી દિલ બનેલું છે અને પછી યૂ (u) લખેલો છે. આછા પીળા રંગની માછલી પર લાલ રંગની આ લખેલું છે. લખવા માટે મત્સ્ય ઉત્પાદક આ પ્રકારની ડાઇને ઇન્જેક્ટ કરે છે માછલી પર તે શબ્દ ઉપસી આવે છે. આ માછલી કિંમત પણ અન્ય માછલીઓ કરતાં વધારે હોય છે. જે માછલી શ્રી રાજા પાસે છે તેની કિંમત 11 હજાર રૂપિયા છે.

પેરેટ માછલીનું સરેરાશ આયુષ્ય દસ વર્ષ હોય છે અને સારી સારસંભાળ તથા ભોજનથી તેમની રંગ યથાવત રહે છે. તેને લખવા માટે સૌથી વધુ વૈજ્ઞાનિક ભોજન જર્મનીથી આવે છે પરંતુ જો પેરેટને ઉકાળીને કલેજી ખવડાવવામાં આવે તો તેનો રંગ ચટક રહે છે. પેરેટને પાળનારાઓની સૌથી મોટી સમસ્યા એ છે કે તેના રંગને યથાવત રાખી શકતા નથી. મત્સ્ય ઉત્પાદક આ પ્રકારની માછલીને વિકસિત કરવામાં ઘણો સમય લાગે છે કારણ કે આ માછલીઓ પર લખવું અને સફળ થવું તે એક હજારમાંથી એક વખત સંભવ બને છે. આ માછલીનું આયુષ્ય દસ વર્ષ હોય છે.

English summary
A fish in Lucknow is celebrating Valentine's Day, as I Love You hasis being appeared on its skin.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X