મળો પાકિસ્તાનમાં રાજ કરતા તાકાતવર હિન્દુ રાજાને, આજે પણ તેમનો ખૌફ વર્તાય છે

ભારત અને પાકિસ્તાનના ભાગલામાં ઘણા હિન્દુઓ પાકિસ્તાનમાં જ રહી ગયા. આમાંથી કેટલાક લોકો આજે પણ ત્યાં રહે છે. આજે આપણે આવા જ એક વ્યક્તિ વિશે વાત કરવાના છીએ.

ભાગલામાં જે લોકોએ પોતાની ધરતી ન છોડવાનો નિર્ણય કર્યો તેમાં હિન્દુ રાજા રાણા અર્જુન સિંહ પણ હતા. તેણે ભાગલા પછી પણ પાકિસ્તાનમાં રહેવાનું પસંદ કર્યુ.

Rana Hamir Singh

1946માં પણ રાણા અર્જુન સિંહ ઓલ ઈન્ડિયા મુસ્લિમ લીગના મંચ પરથી ચૂંટણી લડ્યા હતા. જો કે આપણે જે હિન્દુ રાજાની વાત કરી રહ્યા છીએ તે રાણા હમીર સિંહ છે. આ રાજા રાણા અર્જુન સિંહના પૌત્ર અને રાણા ચંદ્ર સિંહના પુત્ર છે.

રાણા હમીર સિંહ અમરકોટના 26મા રાણા અને પાકિસ્તાનના પીઢ રાજકારણી છે. તે ઓગસ્ટ 2018 થી ઓગસ્ટ 2023 સુધી સિંધ પ્રાંતીય એસેમ્બલીના સભ્ય પણ રહ્યા છે. તેમનાથી પાકિસ્તાનના મોટા માફિયાઓ અને મંત્રીઓ પણ ખૌફ ખાય છે.જેમના એક આદેશ પર ઉમરકોટના હિંદુઓ એક થાય છે.

તેમના પિતા રાણા ચંદ્ર સિંહ રાણા હમીર સિંહ કરતા વધુ શક્તિશાળી હતા. તેની તાકાતનો અંદાજ તમને એ વાત પરથી લાગી શકે છે કે તેણે વર્ષ 1990માં પાકિસ્તાનમાં હિંદુ પાર્ટી બનાવી હતી.

તમને જાણીને નવાઈ લાગશે કે, આ પાર્ટીનો ધ્વજ ભગવો રંગનો હતો અને તેના પર ત્રિશૂળનું પ્રતીક હતું. કહેવાય છે કે જ્યારે રાણા ચંદ્ર સિંહ જાહેર સભા યોજતા ત્યારે લોકોની ભારે ભીડ આવતી.

તેમનો એક કોલ પાકિસ્તાન સરકારના લોકોને ધ્રૂજાવી શકવા માટે પુરતો હતો. આજે તે આ દુનિયામાં નથી પરંતુ તેમના પુત્ર રાણા હમીર સિંહ આજે પણ આ તાકાત જાળવી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X