મોડેલ પ્રિયંકાની આત્મહત્યાનું કારણ, રાક્ષસની જેમ મારતો હતો પતિ!

ગત શનિવારે દિલ્હીના એક પોશ વિસ્તાર ડિફેન્સ કોલોનીમાં રહેતી મોડેલ પ્રિયંકાની આત્મહત્યા કરી. 25 વર્ષની આ મોડેલે બે મહિના પહેલા જ લગ્ન કર્યા હતા. તે એક સફળ ઇવેન્ટ મેનેજર તરીકે પોતાને સાબિત કરી ચૂકી હતી. વળી તે ભૂતપૂર્વ મોડેલ પણ રહી ચૂકી હતી. ત્યારે તેની આ ખુદખુશીએ તેના પરિવાર અને મિત્રોને હલાવીને મૂકી દીધા હતા. અને તેનાથી પણ વધુ ચોંકવનારી વાત પ્રિયંકાએ લખી હતી તેની સુસાઇડ નોટમાં.

મરતા પહેલા પ્રિયંકાએ એક સુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે પોતાની દર્દનાક જિંદગી અને આત્મહત્યાનું મૂળ કારણ જણાવ્યું હતું. પ્રિયંકાએ લખ્યું હતું કે તેનો પતિ પ્રિયંકાને શૈતાનની જેમ મારતો હતો. આ એજ પતિ હતો જેનાથી પ્રિયંકાને પહેલી નજરનો પ્રેમ થઇ ગયો હતો. આ એજ પતિ હતો જેની જોડે તેની માતાએ લગ્ન કરવાની ના પાડી હતી. અને પછી પ્રિયંકાની માતાની હા માટે કરીને તેના પતિએ તેની માતાના પગ પકડ્યા હતા અને તેમનાથી પ્રિયંકાનો હાથ માંગ્યો હતો. દિલ્હીના આ જાણીતી બિઝનેસમેન જીવનના અન્ય રાજ આ આત્મહત્યા બાદ બહાર આવ્યા.

suicide

પોતાની સુસાઇડ નોટમાં પ્રિયંકા લખ્યું કે નિતિન ચાવલા સાથે લગ્ન કરવા મારી લાઇફની સૌથી મોટી ભૂલી હતી. તે મને શૈતાનની જેમ મારતો હતો. તેણે અનેક વાર મને પબ જવાથી રોકી પણ હતી. નિતિન મને ઘરની બહાર નીકાળવા માંગતો હતો અને એટલા માટે જ હું આ દુનિયા છોડીને જઉં છું. સુસાઇડ નોટમાં પ્રિયંકાએ નિતિન પર નાની નાની વાતે રોજ મારપીટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.

-

-

-

-

-

-

-

પ્રિયંકાએ તેની પર દહેજ માંગવાનો અને તે માટે હેરાન કરવાનો પણ આરોપ લગાવ્યો છે. પ્રિયંકા તેના આ અંતિમ પત્રમાં લખ્યું છે કે તેને હંમેશા તેના પતિથી ડર લાગતો. તેને ખબર નહતી કે તે તેની સાથે આટલું ખરાબ કરશે. પ્રિયંકાએ કહ્યું કે તે એક માત્ર તેવો વ્યક્તિ હતો જેનાથી હું ડરતી હતી. લગ્નના એક મહિના પછી જ તે મને મારવા લાગ્યો અને જ્યારે હું મારા પરિવારજનોને બોલાવાનું કહેતી ત્યારે તે મને ખરાબ રીતે મારતો.

નિતિન પર હતો રેપનો કેસ
પ્રિયંકાના ઘરવાળોઓનો આરોપ છે કે નિતિન પર રેપનો આરોપ પણ લાગી ચૂક્યો છે. વળી તે પણ આરોપ છે કે નિતિન મુંબઇમાં એક મોડેલ સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહે છે. જેણે વર્ષ 2014માં નિતિન પર રેપનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે તેને જેલની હવા પણ ખાવી પડી હતી.

-

-

-

-

-

-

-

નિતિનને તેની પહેલી પત્નીથી એક 10 વર્ષનો પુત્ર અને એક 8 વર્ષની દિકરી પણ છે. જેનાથી તેણે તલાક લીધા છે. જો કે પ્રિયંકાને આ વાતની ખબર નહતી. વધુમાં આ પહેલા પણ પ્રિયંકા સાથે થયેલા વિવાદના કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. સુત્રોથી પ્રાપ્ત માહિતી મુજબ નિતિન 42 વર્ષનો હતો અને પ્રિયંકા 25. તે બન્ને અનેક વાર ગ્રેટર કૈલાશ સ્થિત પબમાં જતાં હતા. જ્યાં તેમને એકબીજાથી પ્રેમ થઇ ગયો હતો. વળી પ્રિયંકાની માતાએ કહ્યું કે બન્ને વચ્ચે ઉંમરનો ફરક હતો જે કારણે તેણે લગ્ન કરવાની મનાઇ કરી હતી. પણ નિતિને વિશ્વાસ અપાવતા તેમણે તેમની દિકરીનો હાથ તેમના હાથમાં મૂક્યો હતો. પણ નિતિને લગ્ન બાદ પોતાનો અસલી ચહેરો બતાવ્યો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X