'Rocky'ing છે 'મિત્તલ'ના આ મોદીમય આલ્બમ

Posted By:
Subscribe to Oneindia News

અમદાવાદ, 9 જાન્યુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે ગુજરતામાં હેટ્રીક લગાવી ત્યારથી જ તેમના ચાહકોમાં ધરખમ વધારો થયો છે. નરેન્દ્ર મોદી અને તેમની ટીમે આધુનિક ટેકનોલોજીના માધ્યમથી વધારેને વધારે લોકોને જોડવાનો સતત પ્રયાસ કર્યો છે, અને મોદી ટીમ તેમાં સફળ પણ રહી છે. લોકોમાં મોદીનો ક્રેઝ એટલો છે કે તેઓ તેમના માટે કંઇપણ કરી છૂટવા સજ્જ હોય છે.

નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણમાં આ ટ્રેન્ડ લાવ્યા છે કે ક્રિકેટર, બોલિવુડ સ્ટારની જેમ લોકો કોઇ નેતાના ફેન બન્યા છે. જોકે આપણે અહીં નરેન્દ્ર મોદીના કાર્યપદ્ધતિની વાત નથી કરવાની, આપણે તેમના ચાહક રોકી મિત્તલની વાત કરવાની છે. રોકી મિત્ત એવા હરિયાણવી ગાયક છે કે તેમણે અઢળક મોદી પર ગીતો લખ્યા છે અને તેને ગાયા તેમજ તેના વીડિયો આલ્બમ બનાવીને યૂટ્યૂબ પર પણ મૂક્યા છે. રોકીના આ ગીતોને લોકોની ભારે સરાહના મળી છે.

મોદી ચાહક રોકી મિત્તલ:
રોકી મિત્તલે પોતાની વેબસાઇટ રોકીમિત્તલ ડોટ કોમ આપેલી માહિતીમાં જણાવ્યું છે કે તેઓ નરેન્દ્ર મોદીના મોટા ફેન છે. રોકીનો જન્મ હરિયાણામાં થયો છે અને તેમને નાનપણથી જ સંગીત સાથે લગાવ રહ્યો છે. તેમણે જણાવ્યું છે કે હું જ્યારે 16 વર્ષનો હતો ત્યારે જ મે મિત્તલ કેસેટ કરીને મારી મુઝિક કંપની ખોલી હતી. 2010 સુધી તેમણે 500 આલ્બમ રિલિઝ કરી ચૂક્યા છે અને એ પણ જુદીજુદી ભાષાઓમાં. ઉપરાંત તેમણે 2500 જેટલા ગીતો પણ લખ્યા છે.

રોકી જણાવે છે કે બાદમાં તેમને દેશભક્તિ પર કઇ કરવાનો વિચાર આવ્યો અને તેમણે દરેક નેતાઓ અને તેમના કાર્યની તપાસણી કરી. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં થયેલા વિકાસ અને શાંતિથી હું ખૂબ જ પ્રભાવિત થયો. ત્યારબાદ મેં 2011માં 'હું વડાપ્રધાન બનીશ' ગીત રેકોર્ડ કર્યું. મારા મિત્રોને જ્યારે મેં આ અંગે વાત કરી ત્યારે તેઓ મારી પર હસતા અને કહેતા અને મને ગાંડો ગણતા. તો પણ મેં મારુ આ કાર્ય ચાલુ રાખ્યું અને મે મોદીજી પરના ગીતો યૂટ્યૂબ પર અપલોડ કરવાનું બંધ કર્યું અને તેની સીડી બનાવીને લોકોને ફ્રીમાં વહેંચતો. જોકે મારા આ કાર્ય બદલ મને ઘણા મોદી વિરોધીઓ તરફથી મારવાની ધમકી પણ મળી ચૂકી છે. રોકીએ તેમ છતાં તેનું કામ ચાલુ રાખ્યું અને મોદીને તેઓ રામ સાથે સરખાવે છે.

રોકી મિત્તલના આ ગીતો ખરેખર એકદમ રોકિંગ છે અને તેમણે પોતાના ગીતો થકી મોદી વિરોધીઓ પર જોરદાર પ્રહારો કર્યા છે, અને મોદીના વિકાસના કાર્યોને ઉજાગર કર્યા છે. રોકીના આ મોદીમય ગીતો સાંભળીને તમે પણ બોલી ઉઠશો ઇટ્સ રિયલી 'Rocky'ing...

સૂન ભાઇ સૂન મોદી કી ધૂન...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

હે રે મહેગાઇ યે કોંગ્રેસ લાઇ...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

જાગો હિન્દુ જાગો...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

સરદાર પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

સીએમ હો વસુંધરા રાજે.. પીએમ નરેન્દ્ર મોદી...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

ઇટલી કી ચિડિયા...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

રોકી મિત્તલનો લાઇવ શૉ...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

ધોખેબાજ હે કોંગ્રેસ...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

હોંગે પીએમ નરેન્દ્ર મોદી...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

નરેન્દ્ર મોદી કા નારા કોંગ્રેસ મુક્ત હો દેશ હમારા...

રોકી મિત્તલના જોરદાર કટાક્ષી ગીતો

English summary
Modi's fan Rocky Mittal has created many video albums on Modi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.