For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Moharram 2019: કેમ ‘મોહર્રમ'ના દિવસે મનાવવામાં આવે છે માતમ?

‘મોહર્રમ' કોઈ તહેવાર નથી પરંતુ મુસ્લિમોના શિયા સમાજ માટે આ એક માતમનો દિવસ છે જેને તે ઈમામ હુસેનના શોકમાં મનાવે છે.

|
Google Oneindia Gujarati News

'મોહર્રમ' કોઈ તહેવાર નથી પરંતુ મુસ્લિમોના શિયા સમાજ માટે આ એક માતમનો દિવસ છે જેને તે ઈમામ હુસેનના શોકમાં મનાવે છે. આમ તો 'મોહર્રમ' ઈસ્લામી મહિનો છે અને આનાથી ઈસ્લામ ધર્મના નવા વર્ષની શરૂઆત થાય છે પરંતુ 10માં મુહર્રમે હજરત ઈમામ હુસેનની યાદમાં મુસ્લિમ માતમ એટલે કે શોક મનાવે છે. માન્યતા છે કે આ મહિનાની 10 તારીખે ઈમામ હુસેન શહીદ થયા હતા.

ઈસ્લામી કે હિજરી કેલેન્ડર એક ચંદ્ર કેલેન્ડર છે...

ઈસ્લામી કે હિજરી કેલેન્ડર એક ચંદ્ર કેલેન્ડર છે...

ઈસ્લામી કેલેન્ડર અનુસાર ‘મોહર્રમ' મહિનાની પહેલી તારીખે મુસલમાનોનું નવુ વર્ષ હિજરી શરૂ થાય છે.

ઈસ્લામી કે હિજરી કેલેન્ડર એક ચંદ્ર કેલેન્ડર છે જે માત્ર મુસ્લિક દેશોમાં જ ઉપયોગમાં લેવાય છે એવુ નહિ પરંતુ દુનિયાભરના મુસલમાન પણ ઈસ્લામિક ધાર્મિક પર્વોને મનાવવાનો યોગ્ય સમય જાણવા માટે આનો ઉપયોગ કરે છે.

આ મહિનાને ઇસ્લામના ચાર પવિત્ર મહિનાઓમાં ગણવામાં આવે છે.

અલ્લાહનો મહિનો

અલ્લાહનો મહિનો

અલ્લાહના રસૂલ હજરત મોહમ્મદે આ મહિનાને અલ્લાહનો મહિનો કહ્યો છે. સાથે આ મહિનામાં રોજા રાખવાનું ખાસ મહત્વ છે.

ઈતિહાસમાં ‘મોહર્રમ'નું ઈસ્લામ ધર્મમાં ખૂબ મહત્વ છે.

સન 680માં આ મહિનામાં કરબલા નામના સ્થળે એક ધર્મ યુદ્ધ થયુ હતુ જે પેગમ્બર હજરત મોહમ્મદ સાહેબના નાતી અને યજીદ (પુત્ર માવિયા પુત્ર અબુસુફિયાન પુત્ર ઉમેય્યા) વચ્ચે થયુ.

આ ધર્મ યુદ્ધમાં જીત હજરત સાહેબની થઈ.

આ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ બારામુલાના સોપોરમાં પકડાયા લશ્કર એ તૈયબાના 8 આતંકી, પૂછપરછ ચાલુઆ પણ વાંચોઃ જમ્મુ કાશ્મીરઃ બારામુલાના સોપોરમાં પકડાયા લશ્કર એ તૈયબાના 8 આતંકી, પૂછપરછ ચાલુ

યજીદના કમાંડર...

યજીદના કમાંડર...

પરંતુ જાહેર રીતે યજીદના કમાંડરે હજરત ઈમામ હુસેન અને તેમના બધા 72 સાથીઓ (પરિવારવાળા)ને શહીદ કરી દીધા હતા.

જેમાં તેમના છ મહિનાના પુત્ર હજરત અલી અસગર પણ શામેલ હતા.

એટલા માટે ત્યારથી તમામ દુનિયાના મુસલમાન આ મહિનામાં ઈમામ હુસેન અને તેમના સાથીઓની શહીદીનો શોક મનાવીને તેમને યાદ કરે છે.

English summary
Moharram is an important occasion which marks the holy day of Ashura. Moharram is one of the four sacred months of the year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X