આવી સ્થિતિ, ગુજરાતીઓ માટે બની જાય છે Awkward સિચ્યૂએશન
આમ તો કહેવાય છે કે ગુજરાતીઓ કોઇ પણ વાતે પાછા પડતા નથી. અને તેઓ ગમે તે જગ્યાએ અને ગમે તે સ્થિતિમાં પોતાનો રસ્તો નીકાળી જ લેતા હોય છે. પણ તેમ છતાં ક્યારેક તેવું પણ બને છે કે ગુજરાતીઓ માટે જે તે સ્થિતિ અવઢળમાં પડી જાય તેવી બની જાય!
ત્યારે શું તમે પણ નીચે માંથી કોઇ સ્થિતિમાં પડ્યા છો કદી? જો હા તો નીચેના કમેન્ટ બોક્સમાં અમને આ અંગે લખીને જણાવજો. અને જો તમને આ આર્ટીકલ ગમે તો તેને શેયર કરવાનું ના ભૂલતા. ત્યારે જાણો કેવી કેવી સ્થિતિઓ એક ગુજરાતી માટે મીઠી મુંઝવણ ઊભી કરે છે....

અંગ્રેજી બોલવાનું
અનેક ગુજરાતીઓ હવે તો સારું એવું અંગ્રેજી બોલી લે છે. પણ અંગ્રેજી આપણી માતૃભાષા નથી. એટલે અચાનક જ કોઇ વધુ પડતું ભારે ભરખમ અંગ્રેજી બોલવા લાગેને એટલે આપણને પરસેવા અને પેટમાં ગલગલિયા જરૂરથી થવા લાગે છે. પણ ગુજરાતી ખમીરની એક ખાસિયત છે. તે ભાગેલું તૂટેલું અંગ્રેજી બોલીને ભલભલા ગોરિયાને પોતાની વાત સમજાવી લે છે બોસ!

ઓફિસ મેલ અંગ્રેજીમાં
ધણીવાર બોલવામાં આપણે કોઇને પણ અંગ્રેજીમાં પહોંચી લઇએ છીએ. પણ જ્યારે વાત આવે ઓફિસના ઇ-મેલની અને તે પણ જો તે મેલ સીધો બોસને જવાનો હોય ત્યારે અંગ્રેજીમાં મેલ લખતા લખતા આપણા પરસેવા પણ છૂટે છે.

જલેબી અને ડાયેટ
આપણે ત્યાં આજકાલ લોકોને આજકાલ ફિટ અને સ્લીમ ટ્રીમ રહેવાનો નવો શોખ લાગ્યો છે જે સારો છે પણ ભર ડાયેટ વચ્ચે જો કોઇ ગરમાં ગરમ જલેબીની પ્લેટ મૂકે તો સ્વભાવગત ખાવાના શોખીન એવા આપણા ગુજ્જુઓ માટે થઇ જાય છે ઓકર્વર્ડ સ્થિતી.

ખાવાના ટેબલ પર
આપણે ત્યાં એક જ નિયમ છે જીવીએ છીએ શાના માટે ખાવા માટે? અને ત્યારે જો તમે તમારું ભાવતું ખાવાનું ખાવા બેઠા હોવને અચાનક કામનો કોલ આવી જાય ત્યારે થઇ જાય છે ઓકવર્ડ સિચ્યૂએશન.

પાણી પુરી
તમે કદી છુપાઇને પાણીપૂરી ખાવા ગયા છો? આ સવાલ બન્ને પુરુષોને સ્ત્રીઓ પર લાગુ પડે છે? અને આવી સ્થિતમાં જ્યારે કોઇ ઓળખીતો મળી જાય અને આપણા મોઢામાં મોટી પાણીપુરી હોય અને તે વાતો કરવા લાગી જાય કે "શું ભઇ એકલા એકલા પાણીપુરી!" ત્યારે જે ગળામાં પાણીપુરી અટકાયને તે છે ગુજરાતીઓની ઓકવર્ડ સ્થિતિ.

ગર્લફ્રેન્ડ
ગુજરાતીઓ પ્રેમમાં હંમેશાથી દિલદાર હોય છે. ધણું શેટિંગ કરીને ગર્લફ્રેન્ડને મળવા બોલાવી હોય અને તે આવે માંડ આવી હોય ત્યાં જ કોઇ સંબંધી આવી પહોંચી ત્યારે થાય છે કે ક્યાં આ ટપકી પડ્યા! જો કે તેવું નથી કે ઉપરોક્ત સ્થિતિઓ બીજા કોઇ જોડે નથી પણ આ તો કેવું છે કે ગુજરાતીઓની વાત જ કંઇક ખાસ છે!












Click it and Unblock the Notifications
