Mother's Day 2023 : મધર ડે પર માતાને મોકલો પ્રેમભર્યા સંદેશ, આ રીતે વ્યક્ત કરો લાગણી
Mother's Day 2023 : દરેક વર્ષે મે મહિનામાં બીજા રવિવારના રોજ મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ માતાને સમર્પિત હોય છે. આમ તો માતા માટે એક દિવસ નહીં, પણ પૂરી જીંદગી હોય છે. કેમ કે, જેનાથી જમાનો હોય, એની ઉજવણી માટે એક દિવસ ટૂંકો પડે. માતા અને બાળકનો પ્રેમ અતૂલ્ય હોય છે.
આ મધર્સ ડે પર, તમે તમારી માતાથી દૂર હોય, પરંતુ તમે તેમને પ્રેમથી હેપ્પી મધર્સ ડે કહેવાનું ભૂલશો નહીં. જો માતા નજીક ન હોય, તો તમે તેમને સંદેશાઓ પણ મોકલી શકો છો, જે તેમના ચહેરા પર મુસ્કાન અને આંખોમાં આનંદના આંસુ લાવશે.

હેપી મધર્સ ડે સંદેશ
- 1 -
ભલે સમય અને દુનિયા બદલાય
પરંતુ ક્યારેય બદલાતો નથી
એ છે માતાનો સ્નેહ અને પ્રેમ
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 2 -
જ્યારે પણ કંઇક અસ્વસ્થતા લાગે છે,
ત્યારે મને દવાની નહીં,
પણ મારી માતાની જરૂર હોય છે
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 3 -
મખમલના ગાદલામાં પણ એ આરામ ક્યાં છે
જે નિરાંતે માતાના ખોળામાં માથું રાખીને પ્રાપ્ત થાય છે
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 4 -
માતાના પ્રેમની સામે બધું જ ફિક્કું પડી જાય છે
દુનિયા મા પાસેથી જ પ્રેમ કરતા શીખ્યો છું.
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 5 -
આખા દિવસનો થાક અને ટેન્શન દૂર થઈ જાય છે
જ્યારે સાંજે માતાનું સ્મિત જોવા મળે છે
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 6 -
સંસારનું સુખ માતા પર અર્પણ થાય છે
હું બધાને પ્રેમ કરું છું, પણ મા મારી જિંદગી છે.
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 7 -
મંઝિલ દૂર છે અને સફર લાંબી છે
નાની જીંદગીની ચિંતા ઘણી છે,
આ દુનિયામાંથી આપણે ક્યારેક વિદાય લઇશું
પરંતુ માતાની પ્રાર્થનામાં ઘણી અસર જોવા હોય છે
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 8 -
બધે તમે એવું કોઇ વસ્તું શોધી શકતા નથી
માતાના પ્રેમમાં જેટલી શાંતિ મળે છે
હેપ્પી મધર્સ ડે મમ્મી!
- 9 -
અમારા દરેક દર્દની દવા અમારી માતા પાસે છે
તકલીફ હોય તો ખડે પગે માતા ઊભી હોય છે
હેપ્પી મધર્સ ડે મમ્મી!












Click it and Unblock the Notifications
