Astro Tips: શંખ દિવ્ય છે જેનો ઉપયોગ બદલી નાખશે આપનું જીવન
[જ્યોતિશાસ્ત્ર] શંખની ઉત્પત્તિ કેવી રીતે થઇ? આ પરિપ્રેક્ષ્યમાં પૌરાણિક ગ્રંથ કહે છે કે સૃષ્ટિમાંથી આત્મા, આત્માથી પ્રકાશ, પ્રકાશથી આકાશ, આકાશથી વાયુ, વાયુથી અગ્નિ, અગ્નિથી જળ અને જળથી પૃથ્વિની ઉત્પત્તિ થઇ છે. આ તમામ તત્વોથી મળીને શંખનું નિર્માણ થયું છે. બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર શંખ સૂર્ય અને ચંદ્રની સમાન દેવસ્વરૂપ છે. તેના અગ્રભાગમાં ગંગા સરસ્વતી, પૃષ્ઠ ભાગમાં વરૂણ અને મધ્યમાં સ્વયંમ બ્રહ્માજી બિરાજમાન છે.
ભાગવત પુરાણ અનુસાર સંદીપન ઋષિ આશ્રમમાં કૃષ્ણની શિક્ષા પૂર્ણ થવા પર તેમને દક્ષિણા લેવાનો આગ્રહ કર્યો. ત્યારે ઋષિએ જણાવ્યું કે સમુદ્રમાં ડૂબેલ મારા પુત્રને લઇ આવ. શ્રી કૃષ્ણએ સમુદ્ર તટ પર જઇને શંખાસુરને મારીને તેનો ખોલ (શંખ) બાકી રહી ગયો હતો. માન્યતા છે કે તેનાથી જ શંખની ઉત્પત્તિ થઇ. લગભગ એજ શંખનું નામ પાંચજન્ય હતું.
આમ તો શંખ ઘણા પ્રકારના હોય છે, પરંતુ જે ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય છે, અને તેને નિયમિત ઉપયોગ કરવામાં આવે તો તે શંખ દ્વારા ઘરમાંથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
શંખના ઉપયોગના ફાયદા અને તે કેવી રીતે આપના જીવનને બદલી શકે છે વાંચો તસવીરોમાં...

જો વાણીમાં દોષ હોય તો
જો કોઇ વ્યક્તિ બોલવામાં અસમર્થ હોય અથવા તો કોઇપણ પ્રકારનો વાણીદોષ છે તો શંખ વગાડવાથી લાભ મળે છે. શંખ વગાડવાથી ઘણા પ્રકારના ફેફસાના રોગો જેવા કે દમ, સંક્રમણ, ક્ષય, હૃદયની બીમારી, પેટની બીમારી અને અસ્થમા વગેરેથી રાહત મળે છે. શંખ વગાડવાથી આખા શરીરમાં વાયુંનો પ્રવાહ સારી રીતે થાય છે, જેનાથી આપણું શરીર નિરોગી થઇ જાય છે.

ગર્ભવતી મહિલાને મળે છે લાભ
શંખના જળથી શાલિગ્રામને સ્નાન કરાવો અને ત્યારબાદ તે પાણીને ગર્ભવતી મહિલાને પીવડાવવાથી બાળક સ્વસ્થ પેદા થાય છે.

જો સંતાન ના થતી હોય તો
જે મહિલાઓને સંતાન ના થવાની સમસ્યા હોય તો તેમને નિયમિત રીતે બે ક્ષિણાવર્તી શંખમાં પાણી નાખીને પીવડાવવામાં આવે તો સંતાન પ્રાપ્તિ થઇ શકે છે.

દૂર કરે છે નકારાત્મક ઊર્જા
બ્રહ્મવૈવર્તપુરાણ અનુસાર શંખમાં જળ ભરીને રાખવાથી થોડા સમય પછી એ જ જળથી પૂજન સામગ્રીને ધોવી અને બચેલા પાણીને આખા ઘરમાં છાંટી દો, વાતાવરણ શુદ્ધ થઇ જશે. જેનાથી ઘરમાંથી નકારાત્મક ઊર્જા ટકી શકશે નહીં.

પ્રસન્ન થાય છે ભોલેનાથ
શંખથી શિવજીનો અભિષેક કરવાથી ભોલેનાથ બાબા અત્યંત પ્રસંન્ન થાય છે.

ઘરમાં આવે છે ધન
દક્ષિણાવર્તી શંખને પૂજા કક્ષમાં રાખીને તેનું વિધિવત પૂજન કરવાથી ઘરની આર્થિક સ્થિતિ બની રહે છે, અને પરિવારમાં આંતરિક પ્રેમમાં વધારો થાય છે.

જીવાણુઓ મરી જાય છે
શંખની ધ્વનિમાં એક ખાસ વાત હોય છે કે તેનાથી નીકળનાર ધ્વનીથી 200 મીટરની અંદર વાતાવરણમાં રહેનાર એવા જીવાણુઓ મરી જાય છે, જે અન્ય કોઇ પણ રીતે મરતા નથી.

શંખની પૂજા માટે મંત્ર
શંખની પૂજા એ મંત્રથી કરવી જોઇએ- ''ત્વંપુરા સાગરોત્પન્ન વિષ્ણુનાવિઘૃત:કરે દૈવૈશ્ચપૂજિત: સર્વથૌપાચ્ચજન્યમનોસ્તુતૈ''
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
