For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર દામોદરદાસ મોદીએ આપી વિજય દીનાનાથ ચૌહાણને ટક્કર

|
Google Oneindia Gujarati News

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને દેશના 15માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાંજે છ વાગ્યાની આસપાસ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતા. શપથવિધિ સમારોહને ઐતિહાસિક બનાવવા માટે સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષો, બૉલીવુડ, ઉદ્યોગજગત અને ખેલજગતની અનેક હસ્તીઓને આમંત્રીત કરવામાં આવ્યા હતા. 4 હજારની આસપાસ એકઠી થયેલી જનમેદનીની હાજરીમાં નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના શપથ લીધા હતા. શપથ લેતી વખતે નરેન્દ્ર મોદી જે અંદાજમાં પોતાનું નામ બોલ્યા, તેનાથી એક સમયે બૉલીવુડની ફિલ્મ અગ્નિપથનું એ દ્રશ્ય આંખો સમક્ષ તરી આવ્યું કે, જેમાં અમિતાભ બચ્ચન બોલે છે, વિજય દીનાનાથ ચૌહાણ.

હાલ સોશિયલ મીડિયા, જેમકે ફેસબુક અને ટ્વીટર એ જ વાતની ચર્ચા ચાલી રહી છેકે, વિજય દીનાનાથ ચૌહાણ પછી જો કોઇ ડાયલોગ બેસ્ટ હોય તો એ મેં નરેન્દ્ર દામોદરદાસ મોદી છે. આમ મોદીએ પોતે કરેલા નામના ઉચ્ચારણ થકી પણ એક અનોખી ટક્કર બૉલીવુડના બેસ્ટ ડાયલોગને આપી દીધી છે. ગુગલ સર્ચ એન્જીનની વાત કરવામાં આવે તો મોદી દ્વારા ઉચ્ચારાયેલા આ ઉચ્ચારણે અમિતાભ બચ્ચનના વિજય દીનાનાથ ચૌહાણના ઉચ્ચારણને સર્ચિંગના મામલે પછાડી દીધો છે. ગુગલ સર્ચમાં અત્યારસુધીમાં 2 લાખ કરતા વધુ વખત નરેન્દ્ર દામોદરદાસ મોદી સર્ચ કરવામાં આવ્યું છે. જ્યારે વિજય દીનાનાથ ચૌહાણને 31 હજાર વખત સર્ચ કરવામાં આવ્યું છે.

નરેન્દ્ર દામોદરદાસ મોદી

નરેન્દ્ર દામોદરદાસ મોદી

વડાપ્રધાન પદના શપથ લેતી વખતે નરેન્દ્ર મોદીએ ધીમે પણ દમદાર અવાજમાં કહ્યું હતું, ‘મેં.... નરેન્દ્ર દામોદરદાસ મોદી..' સાંભળતા જ આપણના દિલ અને દિમાગમાં છવાઇ ગયું છે. મોદીએ જે પ્રકારે ઉચ્ચારણ કર્યું હતું તેનાથી અમિતાભ બચ્ચનની ફિલ્મ અગ્નિપથનો એ ડાયલોગ વિજય દીનાનાથ ચૌહાણ એક સમયે યાદ આવી ગયો હતો.

અમિતાભ બચ્ચન અને બૉલીવુડનો સૌથી લોકપ્રીય ડાયલોગ

અમિતાભ બચ્ચન અને બૉલીવુડનો સૌથી લોકપ્રીય ડાયલોગ

અગ્નિપથ ફિલ્મમાં અમિતાભ બચ્ચન દ્વારા બોલાવવામાં આવેલો નામ વિજય દીનાનાથ ચૌહાણ અત્યારસુધીનો બૉલીવુડનો સૌથી લોકપ્રીય ડાયલોગ બની ગયો છે. બચ્ચને જે રીતે તેનુ ઉચ્ચારણ કર્યું હતું, તેનાથી આ ડાયલોગ તમામ ફીલ્મ રસીકોના મોઢે ચઢી ગયું હતું.

અંગ્રેજીમાં સર્ચ

અંગ્રેજીમાં સર્ચ

અંગ્રેજીમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીને 2 લાખ 16 હજાર લોકો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે, જ્યારે વિજય દીનાનાથ ચૌહાણને 31 હજાર લોકો દ્વારા સર્ચ કરવામાં આવ્યું છે.

હિન્દીમાં સર્ચ

હિન્દીમાં સર્ચ

હિન્દીમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીને 21,200 વાર જ્યારે વિજય દીનાનાથ ચૌહાણને 17,900 વાર સર્ચ કરવામાં આવ્યું છે.

ગુજરાતીમાં સર્ચ

ગુજરાતીમાં સર્ચ

ગુજરાતીમાં નરેન્દ્ર દામોદરદાસ મોદીને 7040 વાર જ્યારે વિજય દીનાનાથ ચૌહાણને 3914 વાર સર્ચ કરવામાં આવ્યું છે.

English summary
Narednra Damodardas Modi is the best dialogue after Vijay Dinanath Chauhan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X