For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સંસદથી સેંટ્રલ હોલમાં જ સોંપવામાં આવી હતી નહેરૂને દેશની સત્તા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મે: મંગળવારે દેશના ભાવિ વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે જ સંસદ ભવનના સેંટ્રલ હોલનો ખૂબ ઉલ્લેખ થયો રહ્યો હતો. સંસદ ભવનના સેંટ્રલ હોલમાં ભાજપના નવા સંસદીય દળની એક મુલાકાત થઇ અને તેમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહ્યાં.

ભાજપના સંસદીય દળે ભારતીય સંસદના આ ઐતિહાસિક સેંટ્રલ હોલમાં નરેન્દ્ર મોદીને પોતાના નેતા ચૂંટ્યા. નરેન્દ્ર મોદીએ પહેલીવાર આ હોલમાં પગ મૂક્યો અને પહેલીવાર જ તેમણે ભારતીય સંસદને નજીકથી જોયું.

આ પહેલાં નરેન્દ્ર મોદી જ્યારે બેઠકમાં પહોંચ્યા તો તેમણે સંસદના સેંટ્રલ હોલના મુખ્ય દ્વારા પર માથું ટેક્યું. અંદર આવતાં મંચ પરથી રાજનાથ સિંહે પણ આ વાતની જાણકારી આપી કે નરેન્દ્ર મોદી પ્રથમ વાર સેંટ્રલ હોલમાં આવ્યા છે.

સેંટ્રલ હોલ ભારતીય સંવિધાનના મંદિર ભારતીય સંસદનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તેની પોતાની કેટલીક ખાસિયતો છે અને તેની કેટલીક ખાસિયતોનો ઉલ્લેખ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પણ પોતાના શરૂઆતી સંબોધમાં કર્યો.

ભારતીય સંસદનો સેંટ્રલ હોલની તે જગ્યા છે જ્યાં વર્ષ 1947માં અંગ્રેજોએ પંડિત જવાહર લાલ નહેરૂને સત્તા હસ્તાંતરતિ કરી હતી. આગળની સ્લાઇડ્સના માધ્યમથી ભારતીય સંસદના આ ખાસ સેંટ્રલ હોલ સાથે જોડાયેલી એવી કેટલીક ખાસિયતો પર એક નજર કરીએ.

અહીં હસ્તાનંતરિત થઇ હતી નેહરૂને સત્તા

અહીં હસ્તાનંતરિત થઇ હતી નેહરૂને સત્તા

સંસદના સેંટ્રલ હોલમાં જ વર્ષ 1947માં અંગ્રેજોએ દેશના પહેલાં વડાપ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂને સત્તાનું હસ્તાંતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ દેશને અંગ્રેજોના શાસનથી આઝાદી મળી હતી.

9 ડિસેમ્બર 1946ના રોજ શરૂ થયું હતું સંવિધાન બનાવવાનું કામ

9 ડિસેમ્બર 1946ના રોજ શરૂ થયું હતું સંવિધાન બનાવવાનું કામ

દેશની સંવિધાન સભા પ્રથમવાર નવ ડિસેમ્બર 1946ના રોજ સેંટ્રલ હોલમાં પહેલીવાર સંવિધાન સભા પહેલીવાર મળી અને આ સાથે જ અહીંયા સંવિધાન માટે લખવાનું કામ શરૂ થયું. નવ ડિસેમ્બર 1946 થી માંડીને 26 નવેમ્બર 1949 સુધી અહીં સંવિધાન લખવમાં આવ્યું.

એકસમયે લાઇબ્રેરી તરીકે થતો હતો ઉપયોગ

એકસમયે લાઇબ્રેરી તરીકે થતો હતો ઉપયોગ

વર્ષ 1946 સુધી સંસદના સેંટ્રલ હોલનો ઉપયોગ લાઇબ્રેરી તરીકે થયો હતો. 1956 સુધી આ હોલને કેન્દ્રિય સંસદીય સભા અને કાઉસિંલ ઓફ સ્ટેટ્સની લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ તેને ફરીથી સજાવવામાં આવી અને તેને સંસદીય હોલનું રૂપ આપવામાં આવ્યું.

અહી મળતાં હતાં રાજ્યસભા અને લોકસભા સાંસદ

અહી મળતાં હતાં રાજ્યસભા અને લોકસભા સાંસદ

વર્તમાનમાં સંસદનો આ સેંટ્રલ હોલ તે જગ્યા છે જ્યાં રાજ્યસભા અને લોકસભાના સાંસદ પરસ્પર મળતા હતા અને પરસ્પર પોતાના વિચારો શેર કરે છે.

બંને સદનોને રાષ્ટ્રપતિનું સંબોધન

બંને સદનોને રાષ્ટ્રપતિનું સંબોધન

દરેક લોકસભા ચૂંટણીઓ બાદ થનાર પ્રથમ સત્ર દરમિયાન આ હોલમાં ભેગા થયેલા સાંસદોને રાષ્ટ્રપતિ સંબોધિત કરે છે.

સાંસદ પરસ્પર મળીને કરતા હતા ચર્ચા

સાંસદ પરસ્પર મળીને કરતા હતા ચર્ચા

જે સમયે સંસદનું સત્ર ચાલી રહ્યું હતું તે સમયે સંસદના સેંટ્રલ હોલમાં જ સાંસદ જ ભેફા થાય છે અને કોઇ મુદ્દા પર ખૂબ ચર્ચા કરે છે.

અહીં પર સેલિબ્રેટ થાય છે સાંસદોના બર્થડે

અહીં પર સેલિબ્રેટ થાય છે સાંસદોના બર્થડે

સેંટ્રલ હોલમાં કેટલાક વિશેષ અવસરોને આયોજિત કરવામાં આવે છે. આ ઉપરાંત ઘણા દેશોના પ્રમુખ જેમ કે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનમંત્રી જ્યારે ભારતના પ્રવાસે આવે છે, તો આ હોલમાં તેમનું સન્માન કરવામાં આવે છે. આ ઉપરાંત જ્યારે સાંસદોનો બર્થડે હોય છે તો આ સેંટ્રલ હોઅલમાં તેનું આયોજન કરવામાં આવે છે.

જેથી દરેક ભાષામાં સંભળાઇ શકે સંદેશ

જેથી દરેક ભાષામાં સંભળાઇ શકે સંદેશ

સેંટ્રલ હોલ સંસદનો એક એવો હોલ જે સંપૂર્ણપણે સિમ્યૂલેંટેનિયસ ઇંટરપ્રિટેશન સિસ્ટમથી સજ્જ છે.આ સિસ્ટમના લીધે અલગ ભાષાના લોકો સેંટ્રલ હોલમાં થનાર સંબોધનને પોતાની ભાષામાં સાંભળી શકે છે.

કેટલીક ઐતિહાસિક પળોનો સાક્ષી

કેટલીક ઐતિહાસિક પળોનો સાક્ષી

સેંટ્રલ હોલની લોન પણ પોતાનામાં ઘણી પ્રકારે ખાસ છે. સેંટ્રલ હોલની આ લીલીછમ ઘણા ઐતિહાસિક અવસરોની સાક્ષી છે. ઘણા સુંદર વૃક્ષો, છોડ અને ઘણા પ્રકારના શણગારેલા ઝરણાંની સાથે સેંટ્રલ હોલની લોન પણ આવનાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે.

English summary
Narendra Modi at Parliament Central Hall another historic moment in Indian politics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X