નરેન્દ્ર મોદીએ પ્રિયંકા વિરૂદ્ધ છેડ્યું ટ્વિટ વોર

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 મે: ભારતીય જનતા પાર્ટીના વડાપધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પ્રિયંકા વાઢેરાને આકરો જવાબ આપતાં કહ્યું હતું કે હું નીચી જાતિ સાથે સંબંધ ધરાવું છું એટલા માટે મને ગાંધી પોતાના નિશાન બનાવી રહી છે. નરેન્દ્ર મોદીએ પ્રિયંકાના આ નિવેદનને પણ આવકારતાં કહ્યું કે આ નીચ રાજકારણ હવે ગરીબોના આંસૂ લુછશે અને લોકોનો વિકાસ કરશે.

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ફરી એક વાર કોંગ્રેસની સ્ટાર પ્રચાર પ્રિયંકા ગાંધી પર નિશાન તાક્યું છે. નરેન્દ્ર મોદીએ મંગળવારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર પ્રિયંકા ગાંધીને આડે હાથ લેતાં કહ્યું હતું કે 'નીચ રાજકારણ' જ લોકોના આંસૂ લુછશે. તે લોકો (કોંગ્રેસ) મારા રાજકારણને નીચ રાજકારણ જ કહેશે.

ભાજપના નેતાએ કહ્યું કે હું પણ સામાજિક રીતે નિચલા વર્ગથી છું. નીચ રાજકારણ જ હવે દેશને સમૃદ્ધ અને શક્તિશાળી બનાવશે. નીચ રાજકારણ જ 60 વર્ષોના કુશાસનને ખતમ કરી દેશે. તેમણે કહ્યું કે નિચલી જાતિઓનો ત્યાગ અને બલિદાન આ દેશ માટે મહત્વપૂર્ણ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધીએ થોડા દિવસો પહેલાં અમેઠીમાં નરેન્દ્ર મોદી પર નીચ રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો. પ્રિયંકા ગાંધીએ એમ કહેતાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું કે અમેઠીમાં પોતાની રેલી દરમિયાન તેમના શહીદ પિતા રાજીવ ગાંધીનું અપમાન કર્યું છે. પ્રિયંકા ગાંધીએ નરેન્દ્ર મોદી પર હવે નિચલા સ્તરનું રાજકારણ કરવા લાગ્યા છે.

મોદીની ટ્વિટ જંગ

મોદીની ટ્વિટ જંગ

નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી નવી જંગ શરૂ કરી દિધી છે.

પ્રિયંકાએ કહ્યું શહીદ પિતાના નામનું અપમાન કર્યું

પ્રિયંકાએ કહ્યું કે તેમણે અમેઠીની ધરતી પર મારા શહીદ પિતાનું અપમાન કર્યું છે. અમેઠીની જનતા આ હરકતને ક્યારેય માફ કરશે નહી. તેમનું નીચ રાજકારણનો જવાબ મારા બૂથના કાર્યકર્તા આપશે, અમેઠીના એક-એક બૂથથી જવાબ આવશે.

સ્મૃતિ માટે કર્યો પ્રચાર

આ પહેલાં, અમેઠીથી ભાજપના ઉમેદવાર સ્મૃતિ ઇરાનીના પક્ષમાં ચૂંટણી પ્રચાર કરતાં નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર અહંકારના રાજકારણનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે જ્યારે રાજીવ ગાંધી કોંગ્રેસના મહાસચિવ હતા તો તેમણે હવાઇ મથક પર આંધ્ર પ્રદેશના તત્કાલિન મુખ્યમંત્રી ટી અંજૈયાને ખુલ્લેઆમ ગાળો ભાંડી હતી. અને તેમનું અપમાન કર્યું હતું.

શાબ્દિક યુદ્ધ તેજ

ઉત્તર પ્રદેશના મતદારો સાથે ભાવનાત્મક સંવાદ જાળવવાનો પ્રયત્ન કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેમનું 'ગૌરવ' અમેઠીના લોકોના હાથમાં છે. ત્યારબાદથી નરેન્દ્ર મોદી અને પ્રિયંકા ગાંધી વચ્ચે શાબ્દિક યુદ્ધ તેજ થઇ ગયું છે.

રાહુલને થશે નુકસાન

મોદી અને પ્રિયંકાની આ જંગથી સૌથી વધુ નુકસાન રાહુલ ગાંધીને પહોંચશે.

English summary
BJP PM candidate Narendra Modi slams Congress leader Priyanka on Low Politics issue. Modi said i belong to low caste thats why Priyanka is targetting me.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X