For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાસાના ફુગ્ગાઓ મંગળ ગ્રહ પર રાખશે નજર

|
Google Oneindia Gujarati News

અવકાશમાં ગ્રહો પર નજર રાખનાર વૈજ્ઞાનિકોએ એક નવું ઉપકરણ વિકસિત કર્યું છે, જે સૌર મંડળમાં ગ્રહોની દેખરેખ રાખવાનું કાર્ય કરશે. વર્જીનિયા સ્થિત નાસા ની વેલોપ ફ્લાઇટ ફેસિલિટીએ એક નવી પ્રણાલી વિકસિત કરી છે. જેનું નામ વેલોપ આર્ક સેકેન્ડ પોઇન્ટર છે. આ પ્રણાલી ઉપ-આર્ક સેકેન્ટ પર સ્ટીક અને સ્થિર રીતે ગુબ્બારાનુમા વૈજ્ઞાનિક ઉપકરણોની દેખરેખ રાખશે.

ઓબ્જર્વેટરી ફોર પ્લેનેટરી ઇનવેસ્ટિગેશન ફ્રોમ ધ સ્ટ્રેટોસ્પેયરના વૈજ્ઞાનિક ટેરી હર્ફર્ટે જણાવ્યું 'પૃથ્વીના વાતાવરણથી 95 ટકા ઊંચાઇવાળા ફુગ્ગા પરાબેંગની અને અવરક્ત તરંગધૈર્ય બેન્ડની દેખરેખ અને નિરીક્ષણ માટે પણ સક્ષમ હોય છે, જે ધરતી પર સ્થિત દૂરબીનના માધ્યમથી સંભવ નથી બનતું.'

ડબ્લ્યૂએએસપીની પરિયોજના મેનેજર ડેવિડ સ્ટકલિકે જણાવ્યું કે 'આર્ક સેકેન્ડ પોઇટિંગ અવિશ્વસનીય રીતે સટીક છે. કેટલાંક લોકો તો એ પણ કહે છે કે આ ઉપકરણ બે માઇલ સુધીના વૃત્તાકારના ક્ષેત્રમાં પણ કોઇ વસ્તુની ભાળ મેળવીને તેની સ્થિતિ બતાવી શકે છે. ડબલ્યૂએએસપીને એટલું લચીલું અને માનકીકૃત પ્રણાલી બનાવવામાં આવી છે, જેથી આ ઘણા વિજ્ઞાન પેલોડનો ભાર સંભાળી શકે.'

નાસાના સાઇન્ટિફિક બલૂન શું છે?

નાસાના સાઇન્ટિફિક બલૂન શું છે?

નાસાના સાયન્ટિફિક બલૂન રિસર્ચ પ્રોગ્રામ માટે પ્રયોગ કરવામાં આવે છે. આ બલૂનની મોટાઇ(0.8 માઇલ) પોલીથિન જેટલી હોય છે. પરંતુ આ 4000 કિલો સુધીનો ભાર 460 ફૂટ ઉપર લઇ શકે છે.

કેવી રીતે લોન્ચ કરવામાં આવે છે આ બલૂન

કેવી રીતે લોન્ચ કરવામાં આવે છે આ બલૂન

બલૂનમાં હીલિયમ ગેસનો પ્રયોગ કરવામાં આવે છે, જે ઊંચાઇ પર જતા બલૂનમાં ફેલાતી જાય છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે. આ પ્રક્રિયા ત્યાં સુધી ચાલતી રહે છે જ્યાં સુધી હીલિયમ સંપૂર્ણપણે પોતાનો આકાર લઇ ના લે. બલૂનમાં લાગેલા યંત્ર ડેટા રેકોર્ડ કરતા રહે છે. જ્યારે બલૂન પોતાની સંપૂર્ણ યાત્રા કરી લે છે તો નીચેથી રેડિયો સિગ્નલ દ્વારા બલૂનની ગેસ નિકાળી દેવામાં આવે છે અને પેરાશૂટની મદદથી યંત્ર સુરક્ષિત ધરતી પર આવી જાય છે.

એક વર્ષમાં 20 બલૂન લોન્ચ?

એક વર્ષમાં 20 બલૂન લોન્ચ?

નાસા એક વર્ષમાં લગભગ 20 બલૂન રિસર્ચ માટે મોકલે છે જેમાં 92 ટકા સક્સેસ રહે છે.

શું ફાયદા છે બલૂન રિસર્ચના

શું ફાયદા છે બલૂન રિસર્ચના

સૌથી પહેલો ફાયદો બલૂન રોકેટ અને વિમાનની તુલનામાં સસ્તા પડે છે. સાથે જ તેમને ઓછા સમયમાં તૈયાર કરી શકાય છે અને ક્યાંયથી પણ મોકલી શકાય છે.

એજ્યુકેશનમાં મહત્વપૂર્ણ યોગદાન છે બલૂન રિસર્ચનું

એજ્યુકેશનમાં મહત્વપૂર્ણ યોગદાન છે બલૂન રિસર્ચનું

બલૂન રિસર્ચ યુવા સાયન્ટિસ્ટો માટે એક વરદાનની જેમ છે તેઓ આની મદદથી ઘણા રિસર્ચ કરે છે સાથે જ સરળતાથી ડેટા પણ લઇ શકે છે. બલૂન રિસર્ચ માટે વધારે ખર્ચ પણ નથી આવતો અને તેના માટે કોઇ ખાસ યંત્રની જરૂરત પડતી નથી.

English summary
Scientists who track planetary targets as they move in the solar system have a new device to carry out planetary observations.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X