National mourning : દેશમાં ક્યારે થાય છે રાષ્ટ્રીય શોકની જાહેરાત? જાણો કેટલા દિવસની રજા હોય છે?
Rashtriya shok : ભારતના સૌથી સફળ વડાપ્રધાનની યાદીમાં સામેલ મનમોહન સિંહનું અવસાન થયુ છે. ડો. મનમોહન સિંહના અવસાન પર દેશમાં 7 દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કરાયું છે.
ભારતમાં રાષ્ટ્રીય શોકની જાહેરાત દેશના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. પહેલા આ કામ સરકાર દ્વારા કરવામાં આવતુ હતું. નિયમો બદલાયા બાદ હવે રાષ્ટ્રપતિ કરે છે.

જણાવી દઈએ કે, દેશના તમામ રાજ્યો હવે પોતે નક્કી કરી શકે છે કે કોને રાજકિય સન્માન આપવું. ઘણી વખત રાજ્ય અને કેન્દ્ર સરકાર અલગ-અલગ રાજકિય શોક જાહેર કરે છે.
રાષ્ટ્રીય શોક શું છે?
દેશમાં કોઈ મોટા નેતા, કલાકાર કે એવી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય જેમણે દેશના સન્માન માટે સર્વસ્વ બલિદાન આપ્યું હોય. E સ્થિતિમાં રાજ્ય અથવા રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે.
કેન્દ્ર સરકારની 1997ની સૂચના અનુસાર, રાજ્યના અંતિમ સંસ્કાર દરમિયાન જાહેર રજા જરૂરી નથી. ફરજિયાત જાહેર રજાઓ નાબૂદ કરવામાં આવી છે. હવે રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન પદ પર રહીને મૃત્યુ પામે તો જ રજા જાહેર થાય છે. પરંતુ સરકાર ઈચ્છે તો રજા જાહેર કરી શકે છે.
ભારતીય ધ્વજ સંહિતાના નિયમો અનુસાર, રાજકિય શોક દરમિયાન, વિધાનસભા, સચિવાલય સહિતની મહત્વપૂર્ણ કચેરીઓ પર લહેરાવવામાં આવતા રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ રહે છે. આ સિવાય રાજ્યમાં કોઈ ઔપચારિક અને સરકારી કાર્યક્રમનું આયોજન થતું નથી.
આ સમયગાળા દરમિયાન ઉજવણી અને સત્તાવાર મનોરંજન પર પણ પ્રતિબંધ છે. રાષ્ટ્રીય શોક અને રાજ્ય શોકનું એક મહત્વનું પાસું એ છે કે રાજકિય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાય છે.
રાષ્ટ્રીય શોક કેટલા દિવસનો હોય છે?
જણાવી દઈએ કે રાજ્ય સરકાર પોતાની સુવિધા અને વ્યક્તિત્વ પ્રમાણે રાજ્ય શોક જાહેર કરે છે. ઉત્તર પ્રદેશમાં મુલાયમ સિંહ યાદવના અવસાન બાદ સમગ્ર રાજ્યમાં ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો હતો. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો હતો.
રાજકિય શોકની ઘોષણા પછી સચિવાલય, મંત્રાલય સહિત કોઈપણ સરકારી બિલ્ડિંગમાં આયોજિત તમામ મનોરંજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરવામાં આવે છે. આ સમય દરમિયાન માત્ર વિશેષ કાર્યો થાય છે, બહારના કોઈ કાર્યક્રમો થતા નથી.












Click it and Unblock the Notifications
