For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Navratri 2022 : સાડી પહેરીને ગરબા રમે છે પુરૂષો, જાણો 200 વર્ષ જૂની પરંપરા

ભારત વિવિધ રીતરિવાજો ધરાવતો દેશ છે. ગુજરાતના અમદાવાદમાં બારોટ સમુદાયના લોકો 200 વર્ષ જૂની પરંપરાનું પાલન કરે છે. અમદાવાદના સિટી વિસ્તારમાં રહેતા બારોટ સમાજના પુરુષો નવરાત્રિ દરમિયાન સાડી પહેરીને ગરબા કરે છે.

|
Google Oneindia Gujarati News

Navratri 2022 : ભારત વિવિધ રીતરિવાજો ધરાવતો દેશ છે. ગુજરાતના અમદાવાદમાં બારોટ સમુદાયના લોકો 200 વર્ષ જૂની પરંપરાનું પાલન કરે છે. અમદાવાદના સિટી વિસ્તારમાં રહેતા બારોટ સમાજના પુરુષો નવરાત્રિ દરમિયાન સાડી પહેરીને ગરબા કરે છે.

એવું કહેવાય છે કે, સદુબા નામની મહિલાએ બારોટ સમુદાયના પુરુષોને શ્રાપ આપ્યો હતો. તેમને પ્રસન્ન કરવા માટે મંદિરમાં પૂજા કરવામાં આવે છે અને પુરુષો સાડીઓ અને વસ્ત્રો પહેરે છે. કહેવાય છે કે, ગરબાના આ ઉત્સવમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે છે. ચાલો જાણીએ બારોટ સમુદાયની આ અનોખી પરંપરા વિશે.

પુરુષો સાડી પહેરીને ગરબા કરે છે

પુરુષો સાડી પહેરીને ગરબા કરે છે

ધ ઈન્ડિયન એક્સપ્રેસમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ મુજબ અમદાવાદ શહેરના સિટી વિસ્તારમાં નવરાત્રિ દરમિયાન ગરબા ઉત્સવ અનોખી રીતેઉજવવામાં આવે છે. અહીં પુરુષો સાડી પહેરીને ગરબા કરે છે.

ઉલ્લેખનીય છે કે, જે પુરુષો સાડી પહેરીને ગરબા કરે છે, તેઓ બારોટસમુદાયના છે. તેને શેરી ગરબા કહે છે.

નવરાત્રિના 8મા દિવસે રાત્રે સાડી પહેરીને ગરબા કરે છે પુરુષો

નવરાત્રિના 8મા દિવસે રાત્રે સાડી પહેરીને ગરબા કરે છે પુરુષો

ઉલ્લેખનીય છે કે, બારોટ સમુદાયના લોકો નવરાત્રિના તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દરમિયાન તેઓ સદુમાતાના મંદિરમાં પ્રાર્થના કરે છે.

બારોટ સમાજના પુરુષો નવરાત્રિના 8મા દિવસે રાત્રે સાડી પહેરીને ગરબા કરે છે. આ કાર્યક્રમમાં મોટીસંખ્યામાં લોકો હાજર રહે છે.

200 વર્ષ જૂની પરંપરા

200 વર્ષ જૂની પરંપરા

નોંધનીય છે કે, અમદાવાદના બારોટ સમુદાયના પુરુષો 200 વર્ષ જૂની પરંપરાનું પાલન કરે છે, જે નવરાત્રિ દરમિયાન થાય છે.

બારોટસમુદાયના લોકો સાડી પહેરે છે અને પોતાને શણગારે છે અને ગરબા કરે છે. આ અનોખી પરંપરા વિશે જાણીને લોકોને આશ્ચર્ય થાય છે.

બારોટ સમુદાયના પુરુષો સદુ માતાની પૂજા કરે છે

બારોટ સમુદાયના પુરુષો સદુ માતાની પૂજા કરે છે

એવું કહેવાય છે કે, લગભગ 200 વર્ષ પહેલાં સદુબાએ બારોટ સમાજના પુરુષોને શ્રાપ આપ્યો હતો, એ જ પ્રાયશ્ચિત નવરાત્રિમાં કરવામાંઆવે છે. નવરાત્રિ દરમિયાન બારોટ સમુદાયના પુરુષો સદુ માતાની પૂજા કરે છે અને તેમની માફી માગે છે.

તહેવારને ઉત્સાહથી ઉજવે છે બારોટ સમુદાયના લોકો

તહેવારને ઉત્સાહથી ઉજવે છે બારોટ સમુદાયના લોકો

જાણો લો કે, અમદાવાદના બારોટ સમાજના લોકોએ 200 વર્ષની અનોખી પરંપરાને જીવંત રાખી છે. બારોટ સમુદાયના લોકો નવરાત્રિનાતહેવારને ઉત્સાહથી ઉજવે છે અને પુરુષો સાડી પહેરીને ગરબા કરે છે.

એક મંડળી ઘેર નુત્યને બચવવા માટે કરી રહી છે પ્રયાસો

એક મંડળી ઘેર નુત્યને બચવવા માટે કરી રહી છે પ્રયાસો

અંકલેશ્વર ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી સંસારિક જીવનનો ત્યાગ કરીને પુરુષો માતાજીની ભક્તિ કરે છે.

પુરૂષો જુદા જુદા જૂથ બનાવી સ્ત્રી વેશ ધારણ કરી ગલીએ ગલીએ ફરી પરંપરાગત ઘેર નુત્ય કરે છે.છેલ્લા ઘણા સમયથી પરંપરા નાબુદ થવાની એરણે પહોંચી પણ અંકલેશ્વરના ચોર્યાસી ભાગોળ વિસ્તારમાં રહેતા આદિવાસી યુવાનોની એક મંડળી ઘેર નુત્યને બચવવા માટે પ્રયાસો કરી રહી છે.

તેઓ આસપાસના ગામડાઓમાં ફરી ઘેર નુત્ય રજૂ કરે છે. તેમાંથી થતી આવક માતાજીના મંદિરના જીર્ણોદ્ધાર કરવના માટે ઉપયોગ કરે છે.

English summary
Navratri 2022 : Men play garba in saris, know about 200-year-old tradition
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X