For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો: નવરાત્રિમાં માઁને કયા ભોગ લગાવવાથી પૂરી થશે તમારી ઇચ્છાઓ?

|
Google Oneindia Gujarati News

આજથી નવલા નોરતાની શરૂઆત થઇ ગઇ છે. અને આજે પહેલા નોરતે મંગળનો દિવસ છે. જ્યારે નવરાત્રિનું સમાપન 22 ઓક્ટોબરના રોજ ગુરૂવારના દિવસે થશે. આ નવ દિવસોમાં દરેક ભક્ત યથાશક્તિ અનેક રીતે માતાની આરાધના કરે છે. દરેક ભક્તનો ઉદેશ્ય માત્ર એક જ હોય છે, માતાની કૃપા પ્રાપ્ત કરવાનો.

ચૈત્રી નવરાત્રિ વિશેષ: કરો મા અંબાના વિવિધ સ્વરૂપોની પૂજાચૈત્રી નવરાત્રિ વિશેષ: કરો મા અંબાના વિવિધ સ્વરૂપોની પૂજા

ત્યારે નવરાત્રિમાં માતાની અસિમ કૃપા પ્રાપ્ત કરવાના અનેક ઉપાયો છે, તો ચાલો જાણી કે નવ દિવસ દરમ્યાન માઁને કયો ભોગ લગાવશો કે જેથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય. આજે અમે તમને માતાને ચઢાવવામાં આવતા વિવિધ ભોગની વાત કરીશું કે જે તમારી મનોકામનાઓ પૂર્ણ કરવામાં તમને મદદરૂપ બનશે.

આ વિવિધ ભોગ નવરાત્રિ દરમ્યાન માઁને ચઢાવીને તેને ગરીબોમાં વહેંચવાથી માતાની અસિમ કૃપા દરેક ભક્ત પર બનેલી રહે છે. આવો જાણીએ નવરાત્રિમાં માતાને કયા દિવસે કયો ભોગ લગાવશો?

પ્રથમ નોરતુ

પ્રથમ નોરતુ

પ્રથમ નોરતે માતાને ઘીનો ભોગ લગાવી તેને ગરીબોમાં દાન કરી દો. આમ કરવાથી રોગીને કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને તેના રોગ સમાપ્ત થવાની સંભાવના વધી જાય છે.

બીજુ નોરતુ

બીજુ નોરતુ

માતાને સાકરનો ભોગ લગાવી તેનુ દાન કરો. આમ કરવાથી આયુષ્ય લાંબુ થાય છે.

ત્રીજુ નોરતુ

ત્રીજુ નોરતુ

માતાને દુધનો ભોગ લગાવીને તેનુ દાન કરો. આમ કરવાથી બધાં પ્રકારના દુખોમાંથી મુક્તિ મળે છે.

ચોથુ નોરતુ

ચોથુ નોરતુ

માતાને માલપુઆનો ભોગ લગાવીને તે માલપુઆ ગરીબોમાં દાન કરી દો. આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓનો અંત આવે છે.

પાંચમુ અને છઠ્ઠું નોરતુ

પાંચમુ અને છઠ્ઠું નોરતુ

પાંચમા અને છઠ્ઠા નોરતે માતાને મધ અને કેળાનો ભોગ લગાવો. કેળાનો ભોગ લગાવવાથી પરિવારમાં સુખ શાંતિ રહેશે. અને મધનો ભોગ લગાવવાથી ધન પ્રાપ્તિના યોગ બને છે.

સપ્તમી

સપ્તમી

સાતમા નોરતે માતાને ગોળનો ભોગ લગાવીને દાન કરો. આ ઉપાય કરવાથી દરિદ્રતામાંથી છુટકારો મળે છે.

આઠમના નોરતા

આઠમના નોરતા

માઁ દુર્ગાને નારિયેળનો ભોગ લગાવીને તેને દાન કરો. માઁ દુર્ગાને નારિયેળનો ભોગ લગાવવાથી સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

નવમા નોરતા

નવમા નોરતા

માતાને વિભિન્ન પ્રકારના અનાજનો ભોગ લગાવીને તેને ગરીબોમાં દાન કરી દો. આમ કરવાથી ભોગ લગાવનારને જીવનમાં દરેક સુખની પ્રાપ્તિ થાય છે.

English summary
People offer different things to Goddess Durga during the nine days of Navratri. It is believed that if a devotee offers these things with utmost devotion then all his wishes will come true.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X