NEET Scam 2024: મેડિકલમાં પ્રવેશ માટે નીટ પરીક્ષામાં કૌભાંડ થવા પાછળના ચોંકાવનારા કારણો
NEET Scam 2024: ભારતમાં મેડિકલમાં પ્રવેશ માટે લેવાતી નીટ પરીક્ષામાં હાલમાં જે રીતે કૌભાંડનો પર્દાફાશ થયો તેનાથી સમગ્ર દેશમાં હોબાળો મચી ગયો. સહુ કોઈ જાણે છે કે ભારતમાં ડૉક્ટર બનવા માટે વિદ્યાર્થીઓ અને માતાપિતાને એક પ્રકારના ડિપ્રેશનમાંથી જ પસાર થવુ પડે છે.
અહીં સવાલ એ છે કે મેડિકલ જેવા ક્ષેત્રમાં એક બેઝિક પરીક્ષા માટે આટલો ભ્રષ્ટાચાર કેમ થાય છે? મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટેની પ્રક્રિયા પર હાલમાં અમુક એવી માહિતી એકત્ર કરવામાં આવી છે, જે વાંચીને તમે ચોંકી જશો.

આપણે સહુ કોઈ જાણીએ છીએ કે ભારતમાં એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવવા માટે જેઈઈ અને મેડીકલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવામાં આવે છે. દેશમાં જેઈઈની પરીક્ષા આપતા કૂલ વિદ્યાર્થીઓમાંથી 67 ટકા છોકરાઓ હોય છે, જ્યારે નીટની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં 57 ટકા છોકરીઓ હોય છે.
દેશની કૂલ મેડીકલ કોલેજોની વાત કરીએ તો તેની સંખ્યા 704 છે. જેમાં કૂલ 109170 સીટો હોય છે. જો કે, મુશ્કેલી અહીંથી જ શરુ થાય છે. દેશની કૂલ મેડીકલ કોલેજોમાંથી 382 સરકારી કોલેજો છે, 7 કેન્દ્રીય યુનિવર્સિટી છે, 264 ખાનગી કોલેજો છે, જ્યારે 51 પ્રાઈવેટ ડીમ્ડ યુનિવર્સિટીઓ આવેલી છે.
મેડીકલ કોલેજોમાં લેવામાં આવતી ફીની વાત કરીએ તો એઈમ્સ, રાયપુરમાં મેરિટના ધોરણે પ્રવેશ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓની ફી માત્ર રુ.5856 છે. એઈમ્સ, જોધપુરમાં આ ફી રુ.5356 છે અને મેસની ફી રુ.36225 છે. આનો અર્થ એ કે એઈમ્સમાં એક ભારતીય વિદ્યાર્થી વર્ષના 40થી 45 હજાર રુપિયા ફી ભરે છે. ભારતની 7 કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં કૂલ સીટો 1180 છે. જેમાં સરેરાશ વાર્ષિક ફી રુ.22979 છે. પાંચ વર્ષમાં હોસ્ટેલ, મેસ બધુ ગણીને કૂલ ફી 3.64 લાખ રુપિયા થાય છે.
ભારતની પબ્લિક મેડિકલ કોલેજોની વાત કરીએ તો રોહતકની બીડી શર્મા મેડીકલ કોલેજમાં એક વર્ષની ફી રુ.30,000 છે. આ ઉપરાંત, પ્રવેશ ફી અને સ્ટુડન્ટ ફી મળીને એક વિદ્યાર્થી વર્ષમાં રુ.59,620 ચૂકવે છે. મુંબઈની લોકમાન્ય તિલક મેડીકલ કોલેજમાં વાર્ષિક ફી રુ.1,14,300 છે. એટલે કે પાંચ વર્ષમાં કૂલ ફી પાંચ લાખથી વધુ થઈ જાય છે. ભારતની કૂલ 382 સરકારી કોલેજોની કૂલ 55225 સીટોની સરેરાશ ફી રુ.73969 થાય છે. આમાં પાંચ વર્ષમાં હોસ્ટેલ, મેસ બધુ ગણીને કૂલ ફી રુ. 6.20 લાખ થાય છે.
હવે ભારતની ખાનગી કોલેજોની વાત કરીએ તો ઉદેપુરની અમેરિકન ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ કોલેજમાં રાજ્યના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફી રુ. 18 લાખ 90 હજાર, જ્યારે ઓલ ઈન્ડિયાના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક ફી રુ.25 લાખ છે. આ ઉપરાંત, હોસ્ટેલ ફી રુ.2 લાખ 10 હજાર છે. આમ, પોતાના પાંચ વર્ષ દરમિયાન એક વિદ્યાર્થી 2.5 કરોડ રુપિયા એમબીબીએસ બનવા માટે ખર્ચે છે. આમ, ભારતની કૂલ 264 ખાનગી કોલેજોમાં આવેલી 42515 સીટો માટે સરેરાશ વાર્ષિક ફી રુ.12.76 લાખ ખર્ચવામાં આવે છે. એટલે કે એક વિદ્યાર્થી પાંચ વર્ષમાં 78.82 લાખ રુપિયા ખર્ચે છે.
ભારતની ડીમ્ડ યુનિવર્સિટીઓની વાત કરીએ તો પૂણેની ડી વાય પાટિલ મેડીકલ કોલેજમાં મેરિટના ધોરણે પ્રવેશ મેળવતા વિદ્યાર્થિની ફી 26.50 લાખ રુપિયા, યુનિવર્સિટી એલિજિબિલિટી ફી 2 લાખ રુપિયા અને હોસ્ટેલ ફી 3.05 લાખ રુપિયા છે. કૂલ વાર્ષિક ફી 30 રુપિયા થાય છે. એટલે કે વિદ્યાર્થી એક વર્ષમાં 1.5 કરોડ રુપિયા ફી પેટે ચૂકવે છે. આમ, ભારતની કૂલ 51 ડીમ્ડ યુનિવર્સિટીઓની 10250 સીટો પર સરેરાશ વાર્ષિક ફી 1.22 કરોડ છે.
વર્ષ 2024માં મેડિકલની કૂલ 1,09,048 સીટો માટે કૂલ 13,12,268 વિદ્યાર્થીઓ ક્વૉલિફાય થયા. છેલ્લા છ વર્ષના ડેટા મુજબ નીટ માટે પાસ ક્વૉલિફિકેશન પર્સન્ટેજ છે સરેરાશ 20 ટકા. 35 ટકા કેમ નથી? અહીંથી શરુ થાય છે મેડીકલમાં પ્રવેશ માટેનો સૌથી મોટો ભ્રષ્ટાચાર. સીટો એક લાખ છે, તો પાંચ લાખ વિદ્યાર્થીઓને શા માટે પાસ કરવામાં આવે છે? ફી જ્યારે કરોડોમાં મળતી હોય ત્યારે વાસ્તવમાં આ હોય છે અમીરો માટેનુ રિઝર્વેશન.
વર્ષ 2023ના ડેટા મુજબ ચેન્નાઈની એસીએસ મેડિકલ કોલેજમાં 137 નીટ સ્કોરવાળા વિદ્યાર્થી કે જેનો રેન્ક 10 લાખમો છે, તેને એડમિશન મળી જાય છે. પુડુચેરીમાં શ્રીલક્ષ્મી નારાયણ ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સમાં 110 નીટ સ્કોરવાળા વિદ્યાર્થી કે જેનો 11 લાખમો રેન્ક છે, તેને પ્રવેશ મળી ગયો છે. આનો અર્થ એ થયો કે જ્યારે તમારી પાસે માત્ર એક લાખ સીટો ઉપલબ્ધ છે ત્યારે 11 લાખમો રેન્ક ધરાવતા વિદ્યાર્થીને પણ પ્રવેશ મળી જાય છે. એનઆરઆઈ વિદ્યાર્થીઓ તો 3થી 5 કરોડ રુપિયા વાર્ષિક ફી ચૂકવે છે. આ વિદ્યાર્થીઓના મેરિટ ઉપર તો એક મોટો પ્રશ્નાર્થ છે જ.
એનઆરઆઈની આટલી બધી ફીના લીધે મેરિટ નીચુ જાય છે. પૂણેની ભારતી વિદ્યાપીઠમાં 140 નીટ સ્કોર ધરાવતા વિદ્યાર્થીને 9 લાખમો રેન્ક હોવા છતાં પ્રવેશ મળી જાય છે. બીવી ડિમ્ડ યુનિવર્સિટીમાં 121 નીટ સ્કોર અને 11 લાખમો રેન્ક ધરાવતા વિદ્યાર્થીને પ્રવેશ મળી ગયો છે. વળી, ઓડિશાની ઈન્સ્ટીટ્યુટ ઑફ મેડીકલ સાયન્સ કોલેજમાં 107 નીટ સ્કોરવાળા 12 લાખમો રેન્ક ધરાવતા વિદ્યાર્થીને સીટ મળી ગઈ છે. જેટલી ફી વધુ એટલુ મેરિટ નીચુ.
સરકારી કોલેજોમાં 3.5 લાખથી 6.5 લાખ ફી અને ખાનગી કોલેજોની 80 લાખથી 1.5 કરોડની ફી વચ્ચે બહુ મોટો તફાવત છે. જે વિદ્યાર્થીઓ સરકારી મેડિકલ કૉલેજોમાં પ્રવેશ મેળવી ન શકે અને ખાનગી કોલેજોની ફી ભરી ન શકતા હોય, તે લોકો વિદેશ જઈને ભણવાનો વિકલ્પ પસંદ કરે છે. વિદેશમાં મેડીકલ ભણીને ભારત પાછા આવતા વિદ્યાર્થીઓને ફોરેન મેડીકલ ગ્રેજ્યુએટ એક્ઝામિનેશન(FMGE) પરીક્ષા આપવાની હોય છે. વર્ષ 2023માં 62,077 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. આમ, ભારતમાં મેડીકલ ભણતા અને ફોરેનથી ભણીને આવતા વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ સરખી થઈ ગઈ છે.
વિદેશ કરતા ભારતમાં મેડિકલ અભ્યાસનુ ધોરણ ઘણુ ઉચુ હોય છે. વિદેશમાં ઘણી કોલેજોને તો હોસ્પિટલ સાથેનુ એફિલિએશન પણ હોતુ નથી. તે માત્ર ક્લાસરુમાં ભણે છે, પ્રેકટીકલ વર્ક નહિવત હોય છે. વિદેશમાં ભણીને ભારત પાછા આવતા વિદ્યાર્થીઓમાં માત્ર 16થી 20 ટકા વિદ્યાર્થીઓ જ FMGE પરીક્ષા પાસ કરી શકે છે. એટલે કે વિદેશમાં મેડિકલ ભણીને આવ્યા પછી પણ તેમને ભારતમાં પ્રેકટીસ કરવા મળતી નથી.
EWS કેટેગરીની વાત કરીએ તો ભારતની ડીમ્ડ યુનિવર્સિટીઓમાં 2 ટકા વિદ્યાર્થીઓ કે જે ઈડબ્લ્યુએસ વર્ગમાંથી આવે છે, તે કરોડો ચૂકવીને મેડિકલ ભણે છે. જે તેમને ઈડબ્લ્યુએસનુ સર્ટિફિકિકેટ કેવી રીતે આપવામાં આવે છે, તે પ્રક્રિયા પર એક સવાલ ઉભો કરે છે.
આ સમગ્ર ડેટાનો નીચો઼ડ એ છે કે આપણો એકમાત્ર દેશ છે જ્યાં માત્ર 2 ટકા અમીર લોકો માટે 48 ટકા રિઝર્વ સીટો છે. વર્ષ 2024માં 1.09 લાખ સીટોમાથી 52,765 સીટો ખાનગી અને પોસાય નહિ તેવી કોલેજો પાસે છે. આનો અર્થ એ થયો કે નીટ એ મેરિટ માટે નહિ પરંતુ એક એવો ક્રમ સેટ કરવા માટેની વ્યવસ્થા છે જ્યાંથી મોટી ફી લેવા માટેના વિદ્યાર્થીઓ મળી રહે.
અહીં યક્ષ પ્રશ્ન એ છે આપણે કેવી રીતે અને કેવા ડૉક્ટરો બનાવી રહ્યા છે. ઉકેલ એ જ છે કે આપણે દેશના વિદ્યાર્થીઓને પરવડે તેવી ફીમાં વધુને વધુ સંખ્યામાં પ્રવેશ આપવો જોઈએ. વધુ સંખ્યામાં મેડિકલ કોલેજો ખુલવી જોઈએ. આપણા દેશના વિદ્યાર્થીઓને વિદેશ ન જાય અને અહીં જ રહીને ભણે તેવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
