માત્ર પત્નીઓને જ નહીં પત્નીને પણ મળે છે ઘણા કાનૂની અધિકાર, આજે જ જાણી લો
ભારત સહિત વિશ્વભરના લોકશાહી દેશોમાં મહિલાઓને ઘણા વિશેષાધિકાર મળે છે. મહિલાઓ આ અધિકારનો ઉપયોગ તેની સામે થતા અત્યાચારોને રોકવા માટે કરે છે. જો કે મોટાભાગના પુરૂષો એ નથી જાણતા કે તેમને પણ ઘણા અધિકારો મળે છે.
મહિલાઓની જેમ જ પુરૂષોને પણ ઘણા કાયદાકીય અધિકારો આપવામાં આવ્યા છે. આ અધિકારોનો ઉપયોગ તે મહિલાઓ સામે પણ કરી શકે છે. મોટા ભાગના પુરુષોના મનમાં એ પ્રશ્ન થાય કે તેમને કયા કાયદાકિય અધિકારો મળે છે તો આજે અમે તમને જણાવીશુ.

પરિણિત પુરુષોને પરિણીત સ્ત્રીઓની જેમ ઘણા અધિકારો મળે છે. જે રીતે પત્ની તેના પતિ વિરુદ્ધ ફરિયાદ કરી શકે છે તેવી જ રીતે પતિ પણ તેની પત્નીને હેરાન કરવાની ફરિયાદ કરી શકે છે. આ દાવા સાચા સાબિત થાય તો પત્નીને સજા પણ મળી શકે છે.
પતિને તેની પત્ની દ્વારા થતી હિંસા અને ઉત્પીડન સામે ફરિયાદ કરવાનો અધિકાર છે. આ સિવાય પતિ માનસિક ત્રાસ અંગે પોલીસ અથવા કોર્ટમાં ફરિયાદ કરી શકે છે. હિંદુ મેરેજ એક્ટ હેઠળ પતિ તેની પત્ની પાસેથી ભરણપોષણ પણ માંગી શકે છે. પતિ અને પત્ની બંનેને આ અધિકાર છે.
જો પત્ની નોકરી કરતી હોય તો જ પતિ ભરણપોષણનો દાવો કરી શકે છે. આ સિવાય પોતે બનાવેલી સંપત્તિ પર પણ પતિનો અધિકાર છે. પત્નીની જેમ પતિ પણ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી શકે છે.
અન્ય કિસ્સાઓમાં પણ પતિને કાનૂની આશરો લેવાનો સંપૂર્ણ અધિકાર છે. જેમાં દહેજના ખોટા કેસ, દુર્વ્યવહાર અને ધમકાવવા, માતાપિતાના ઘરે રહેવું, મારપીટ, અન્ય કોઈ સાથે અફેર વગેરેનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
