અહીં પરંપરાના નામે થાય છે ઘરડા માતા-પિતાની હત્યા, જાણો ક્યાં જોવા મળે છે પરંપરા?
ભારત જેવા દેશોમાં આજે પણ હજારોની સંખ્યામાં અજીબ પરંપરાઓ જોવા મળે છે. આ પરંપરાઓના નામે ક્યારેક લોકોની હત્યા પણ કરી દેવામાં આવે છે. આવી જ એક પરંપરા વિશે આજે આપણે વાત કરવાના છીએ.
આ ભયાનક પરંપરા તમિલનાડુમાં જોવા મળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, અહીં પરિવારના લોકો જ બીમાર અને વૃદ્ધ માતા-પિતાને મારી નાખે છે.

અહેવાલો અનુસાર, તમિલનાડુના દક્ષિણ ભાગોમાં ઠલાઈક્કૂથલ નામની પરંપરા લાંબા સમયથી ચાલી રહી છે. અહીં બાળકો તેમના વૃદ્ધ અને બીમાર માતા-પિતાને મારી નાખે છે. આ પ્રથાને અંગ્રેજીમાં સેનિસાઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો અર્થ થાય છે વૃદ્ધોની હત્યા.
આ પ્રથા ગરીબી અને પરંપરાનું મિશ્રણ છે. આ પરંપરામાં જે વૃદ્ધ લોકો મૃત્યુ નજીક છે અથવા કોમામાં છે તેમની હત્યા કરવામાં આવે છે. અંતિમ શ્વાસ લઈ રહેલા વૃદ્ધોને મારવા માટે પહેલા તેમને તેલથી સ્નાન કરાવવામાં આવે છે અને પછી તેમને પીવા માટે નારિયેળ પાણી આપવામાં આવે છે. ત્યાર બાદ તુલસીનો રસ અને પછી દૂધ આપવામાં આવે છે.
આ પીણું મૃત્યુ પહેલાનું પીણું માનવામાં આવે છે. આ રીતે તેમના શરીરનું તાપમાન ઝડપથી ઘટી જાય છે અને તેમને શરદી થાય છે અથવા તેમને હાર્ટ એટેક આવે છે અને મોત થઈ જાય છે.
આ ઉપરાંત તેમને મુરુક્કુ નામની ખારી જલેબી જેવી વાનગી આપવામાં આવે છે જે સખત હોય છે. તે ગળામાં ફસાઈ જાય છે અને મૃત્યુ થાય છે. એટલું જ નહીં કેટલાક વૃદ્ધોને ઠંડા પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.
અહીં મારવાની સૌથી યોગ્ય રીત એ છે કે વૃદ્ધ માણસના પેટને ખરાબ કરવુ. વૃદ્ધોને પીવા માટે માટી મિશ્રિત પાણી આપવામાં આવે છે. જેના કારણે પેટ બગડે છે અને શરીર મરી જાય છે. આ તમામ ધાર્મિક વિધિઓ દરમિયાન જ અંતિમ સંસ્કારની તૈયારીઓ શરૂ થાય છે.
લોકો માને છે કે આ પ્રથા પહેલાના જમાનાની સરખામણીએ હવે વધુ થઈ રહી છે, કારણ કે તે જમાનામાં લોકો વૃદ્ધોની સંભાળ લેવા માટે ઘરે હાજર રહેતા હતા. આ પ્રથા માટે ફક્ત એવા વૃદ્ધ લોકોની પસંદગી કરવામાં આવે છે જે મૃત્યુના આરે છે અને પથારીમાં છે અને મોત નથી આવતુ.
ગરીબીને કારણે ઘણા પરિવારો પાસે વૃદ્ધોની સંભાળ રાખવા માટે પૂરતા પૈસા નથી. આ પ્રથા ખરેખર આઘાતજનક છે પરંતુ તે આજે પણ ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
