• search

ચૂંટણી અખાડામાં મોદી પર ચોતરફથી થઇ રહ્યા છે પ્રહારો...

ગાંધીનગર, 2 એપ્રિલ: દેશ પર ધીરે ધીરે ચૂંટણી રંગ ચઢી રહ્યો છે. જોકે એતો સામાન્ય બાબત છે કે જ્યારે ચૂંટણી આવે ત્યારે દરેક પાર્ટીના નેતાઓ એક બીજાની ઉપર આરોપ-પ્રત્યારોપ કરવાનું શરૂ કરી દે છે. જોકે એ તો આખુ વર્ષ કરતા જ હોય છે પરંતુ આ ચૂંટણીની મૌસમમાં એકબીજા પર કાદવ ઊછાળવાની પ્રક્રિયા મહત્વની બની જતી હોય છે. દરેક નેતા પોતાના રાજનૈતિક લાભ માટે જ વિચાર કરતો હોય છે.

પરંતુ આ વખતની સામાન્ય ચૂંટણી વાત જ કંઇક જુદી છે. જુદી એટલા માટે કારણ કે આ વખતે આખા દેશ એક નામ જોરશોરથી ગુંજ્યા કરે છે, અને તે નામ છે ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું. નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ભાજપની સરકાર બનવવામાં હેટ્રીક લગાવી ત્યારથી તેઓ નેશનલ લેવલે હંમેશા ચર્ચાનો મુદ્દો બની રહ્યા છે. મોદીને ત્યારથી દેશના લોકોએ ભાવી વડાપ્રધાન તરીકે જોવા લાગ્યા. અને જેમ જેમ મોદી ધીરે ધીરે નેશનલ મીડિયાનો જાણે એક હિસ્સો બનવા લાગ્યા. મોદીની બોલવાની છટા, તેમના વિચારો અને તેમની નીતિયોના કાયલ લોકો થવા લાગ્યા અને તેને પરિણામે જ આજે દેશભરના લોકોમાં મોદી સર્વાધિક લોકપ્રિય નેતા છે, અને દેશની 60 ટકાથી વધારે વસ્તી તેમને વડાપ્રદાન બનાવવા માગે છે.

મોદીની આ જ લોકપ્રિયા કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોને ખૂંચ્યા કરે છે. મોદીને પહેલા ચૂંટણી પ્રચાર પ્રસારની મુખ્ય કમાન સોંપવાની જાહેરત કરાઇ અને બાદમાં દેશમાં મોદી..મોદીના નામના દબાણે તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર પણ બનાવ્યા. ખૂબ જ ઓછા સમયમાં આ મુકામ સુધી મોદીના પહોંચવાથી પાર્ટીના કેટલાંક નેતાઓ પણ તેમનાથી નાખુશ હતા અને વિરોધીઓનું તો કહેવું જ શું. આપણા ગુજરાતીમાં એક કહેવ છે કે 'હાથી જ્યારે રસ્તેથી પસાર થાય છે ત્યારે કૂતરાઓ ભસે છે...' હાલમાં દેશના રાજકારણની હાલત કંઇક આવી જ થઇ છે.

દેશના રાજકારણમાં હાથી એ નરેન્દ્ર મોદી છે અને ચૂંટણીના આ અખાડામાં રોજ ચોતરફથી તેમની પર પ્રહારો કરનારા વિરોધીઓ... એવો એક દિવસ પણ નથી જતો જ્યારે કોંગ્રેસ, સપા, આપ પાર્ટીના લોકો મોદી પર કોઇ આરોપ ના લગાવતા હોય કે તેમને કોઇ અપશબ્દ ના કહેતા હોય. સપાના એક નેતાએ તો તેમને કાપીને ટૂકડે ટૂકડા કરી દેવાની ધમકી પણ આપી દીધી હતી. ગમે તે હોય પરંતુ હાલની પરિસ્થિતિ જોઇને એવું લાગી રહ્યું છે કે દેશમાં મોદી જુવાળ ફાટી નીકળ્યો છે, અને કૂતરાઓના ભસવાથી મોદીની લોકપ્રિયતામાં કોઇ ફર્ક પડશે નહીં...

આવો જોઇએ કોણે કોણે મોદીને કેવા કેવા વેણ કહ્યા છે....

બેની પ્રસાદ

બેની પ્રસાદ

બેની પ્રસાદ વર્માએ મોદીને આરએસએસના ગુંડા કહ્યાં છે. ઉત્તર પ્રદેશના ગોંડા ખાતે આયોજીત એક જનસભાને સંબોધિત કરતી વેળા તેમણે કહ્યું કે, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મોત માટે આરએસએસ અને ભાજપ જ જવાબદાર છે. મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, મોદી આરએસએસના ગુંડા છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ તેમના ગુલામ છે.

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ

આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મોદી વિશે કહે છે કે મોદીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને ગેસના ભાવ વધારવા જણાવ્યું છે. આ ઉપરાંત તેમણે મોદી પર એવો આરોપ લગાવ્યો હતો કે મોદી અદાણીએ આપેલા હેલિકોપ્ટરમાં ફરે છે.

મુલાયમ સિંહ યાદવ

મુલાયમ સિંહ યાદવ

મુલાયમ સિંહ યાદવે હંમેશા મોદી પર અને ગુજરાતના વિકાસ મોડેલ પર સવાલો ઉઠાવ્યા છે, હાલમાં તેમણે એવું કહ્યું છે કે ભાજપ ઉત્તર પ્રદેશમાં હારશે તો મોદી વડાપ્રધાન નહીં બની શકે.

મોહન પ્રકાશ, કોંગ્રેસ મહાસચિવ

મોહન પ્રકાશ, કોંગ્રેસ મહાસચિવ

ઇન્દોર: દેશના સૌથી મોટા રાજકીય હોદ્દા માટે નરેન્દ્ર મોદીની યોગ્યતા પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસ મહાસચિવ મોહન પ્રકાશે કટાક્ષ કર્યો છે કે જે વ્યક્તિએ હજુસુધી સંસદનો દરવાજો પણ જોયો નથી, તેને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

યાકુબ કુરૈશી, કોંગ્રેસ

યાકુબ કુરૈશી, કોંગ્રેસ

ઉત્તર પ્રદેશના મુરાદાબાદ લોકસભા સીટ પરથી બહુજન સમાજ પાર્ટી (બસપા)ના ઉમેદવાર હાજી યાકુબ કુરૈશીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને દેશના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા છે. નરેન્દ્ર મોદીને લઇને વાંધાજનક નિવેદન આપતાં યાકુબે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી દેશના મોટા દુશ્મન હોવાની સાથે સાથે જાલીમ રાક્ષસ પણ છે

શરદ પવાર, એનસીપી

શરદ પવાર, એનસીપી

કેન્દ્રિય કૃષિ મંત્રીએ એક રેલીમાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પાગલ થઇ ગયા જે બકવાસ વાતો કરી રહ્યાં છે અને તેમની સારવાર મેન્ટલ હોસ્પિટલમાં કરાવવી જોઇએ. શરદ પવારે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી કોંગ્રેસ મુક્ત ભારતની વાત કરી રહ્યાં છે. શું નરેન્દ્ર મોદી સ્વતંત્રતા સંગ્રામમાં કોંગ્રેસના બલિદાન અને યોગદાન વિશે જાણે છે? કોંગ્રેસની વિચારધારાના લીધે આપણને આઝાદી મળી.

પી. ચિદમ્બરમ

પી. ચિદમ્બરમ

કેન્દ્રીય નાણાપ્રધાન પી. ચિદમ્બરમે મોદી પર પ્રહાર કરતા જણવ્યું હતું કે મોદી મૂડ઼ીવાદીઓના મળતિયા છે. તેમણે જણાવ્યું હતું કે ઉદ્યોગશાસ્ત્રીઓ મોદીની તરફેણ કરે છે, કારણ કે મોદી ઉદ્યોગપતિઓની તરફેણ કરે છે.

સપા નેતા નાહિદ હસન

સપા નેતા નાહિદ હસન

સપા નેતા નાહિદ હસને બસપા સુપ્રીમો માયાવતી પર નિશાનો સાધતા જણાવ્યું છે કે માયાવતી ભાજપ નેતા નરેન્દ્ર મોદીના ખોળામાં ત્રણ વાર બેસી ચૂકી છે. સપા નેતાએ જણાવ્યું કે માયા પણ કુંવારી છે અને મોદી પણ કુંવારે, બંનેનો સંબંધ પાક્કો'

ઇમરાન મસૂદ, કોંગ્રેસ

ઇમરાન મસૂદ, કોંગ્રેસ

સહારનપુર: કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર ઇમરાન મસૂદને નફરત ફેલાવનાર ભાષણના આરોપમાં શનિવાર ધરપકડ કરવામાં આવી છે. પોતાના આ ભાષણમાં ઇમરાન મસૂદે નરેન્દ્ર મોદીની બોટી-બોટી અલગ કરી દેવાની વાત કહી હતી. આ મુદ્દે તેમના વિરૂદ્ધ પ્રાથમિકી દાખલ કરવામાં આવી હતી અને આ નિવેદન માટે ઇમરાન મસૂદ વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી થઇ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે ઇમરાન મસૂદની આજે સવારે ધરપકડક કરવામાં આવી હતી.

આઝમ ખાન

આઝમ ખાન

સપા નેતા આઝમ ખાને નરેન્દ્ર મોદીની સરખામણી કૂતરાના બચ્ચાના મોટા ભાઇ સાથે કરી દીધી. ખરેખર આઝમ ખાને પોતાની નારાજગી એ બાબત પર ઉતારી હતી કે મોદીએ રમખાણો પર જણાવ્યું હતું કે કોઇ કારમાં બેસીને જતુ હોય અને કૂતરાનુ બચ્ચુ કાર નીચે આવી જાય તો તેને દુ:ખ તો થવાનું જ ને. પરંતુ આઝમ ખાનનું માનવું છે કે મોદીએ મુસલમાનોને પપ્પી કહી દીધા, એટલે તેમણે મોદીને એ પપ્પીના મોટા ભાઇ કહી નાખ્યા.

ફારુખ અબ્દુ્લ્લા

ફારુખ અબ્દુ્લ્લા

ફારુખ અબ્દુલ્લાએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આ શખ્શ (નરેન્દ્ર મોદી) જો વડાપ્રધાનની ખુરશી પર બેસી જશે તો તે દેશને તહેસ નહેસ કરી નાખશે.

ઓમર અબ્દુલ્લા

ઓમર અબ્દુલ્લા

જમ્મુ અને કાશ્મીના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જે માણસ મુસલમાનની ટોપી પહેરી ના શકે તે મુસ્લિમોનું શું ભલુ કરી શકવાનો.

English summary
There is Modi wave in the country: Opponents attack can not be decrease popularity of Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more