For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિવેન્જ અફેર કરવામાં મહિલાઓ સૌથી આગળ, બેવફાઈ મળ્યા બાદ લે છે બદલો

પ્રેમમાં બેવફાઈ મળ્યા બાદ અને એકલવાયા જીવનના કારણે મહિલાઓમાં રિવેન્જ અફેર એટલે કે રિલેશનશીપમાં છેતરાયા બાદ અન્ય સાથી સાથે અફેર કરવાની સંખ્ય વધતી જઈ રહી છે.

|
Google Oneindia Gujarati News

પ્રેમમાં બેવફાઈ મળ્યા બાદ અને એકલવાયા જીવનના કારણે મહિલાઓમાં રિવેન્જ અફેર એટલે કે રિલેશનશીપમાં છેતરાયા બાદ અન્ય સાથી સાથે અફેર કરવાની સંખ્ય વધતી જઈ રહી છે. હાલમાં જ એક વેબસાઈટ દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર મહિલાઓ પુરુષોના મુકાબલે વધુ રિવેન્જ અફેર કરે છે. બદલો લેવાની ભાવના અને એકલવાયા જીવનથી બહાર નીકળવા માટે લોકો અફેર કરી રહ્યા છે. આ વાત એક નવા સર્વેમાં સામે આવી છે કે સર્વે મુજબ છેતરાયેલા લોકોમાંથી એક તૃતીયાંશ લોકો પોતાના જૂના પાર્ટનરને પાછુ મેળવવા માટે અફેર ચલાવે છે અને આમાં 81 ટકા લોકો આવુ કરવામાં સંતોષ મેળવે છે.

મહિલાઓ પુરુષોની તુલનામાં રિવેન્જ ચીટિંગ વધુ કરે

મહિલાઓ પુરુષોની તુલનામાં રિવેન્જ ચીટિંગ વધુ કરે

પરિણામોમાં સામે આવ્યુ કે મહિલાઓ પુરુષોની તુલનામાં રિવેન્જ ચીટિંગ વધુ કરે છે. સર્વેમાં 37 ટકા મહિલાઓએ માન્યુ કે તેમણે અફેર પોતાના જૂના પ્રેમને પાછો મેળવવા માટે કર્યો જ્યારે પુરુષોમાં આ 34 રહ્યુ. પાર્ટનરની સચ્ચાઈ સામે આવ્યા બાદ પણ માત્ર 25 ટકા લોકો જ બ્રેક અપ કે અલગ થવાનો નિર્ણય લઈ શકે છે. રિલેશનશીપ એક્સપર્ટની માનીએ તો ઘણા કપલ્સ ઈચ્છતા હોવા છતાં પણ એટલા માટે અલગ નથી થઈ શકતા કારણકે બ્રેકઅપ કે અલગ થવા માટે લીગલ પ્રોસેસ કે દંડથી બચવા માટે તે અલગ થવા જેવા પગલા નથી લઈ શકતા. આ સર્વે એક બ્રિટિશ વેબસાઈટે કરાવ્યો હતો જેમાં 1000 લોકોને શામેલ કરવામાં આવ્યા હતા.

આમ કરીને સંતોષ અનુભવે

આમ કરીને સંતોષ અનુભવે

સર્વે મુજબ 10માંથી 4 લોકોએ પકડાયા બાદ પોતાના પાર્ટનર સામે અફેર ખતમ કરવાનુ વચન આપવા છતા પણ પોતાના લવર સાથે મળવાનું ચાલુ રાખ્યુ. ગયા વર્ષે મહિલાઓના રિવેન્જ ચીટિંગના વધુ મામલા સામે આવ્યા છે. રિલેશનશીપ એક્સપર્ટનું કહેવુ છે કે મહિલાઓ એક ખરાબ સંબંધમાં ફસાયેલી હોય છે પરંતુ મોટાભાગે ઘણા આર્થિક કારણોસર અલગ થવાનો નિર્ણય નથી લઈ શકતી. છેતરવા વિશે ના વિચારવા છતાં તે આમ કરીને સંતોષ અનુભવે છે કારણકે તેને લાગે છે કે પહેલા તેના પાર્ટનરે તેને છેતરી હતી.

માત્ર પોતાનો પક્ષ બતાવવા માટે

માત્ર પોતાનો પક્ષ બતાવવા માટે

આ સર્વેમાં એક વાત સામે આવી છે કે રિવેન્જ અફેર કરવા પાછળ લોકોનો માત્ર એક જ હેતુ હોય છે કે પોતાના પાર્ટનરને એ વાતનો અહેસાસ કરાવી શકે કે છેતરાયા બાદ કેવો અનુભવ થાય છે અને ઘણા કેસમાં ‘જેવા સાથે તેવા' વાળો કોન્સેપ્ટ પણ કામ કરી જાય છે. આ સ્થિતિમાં બંને પક્ષોને પોતાના પાર્ટનરનું મહત્વ સમજાય છે.

આ પણ વાંચોઃ આજથી સસ્તી થઈ જશે આ 23 વસ્તુઓ, જીએસટીના ઘટેલા દરો થયા લાગુઆ પણ વાંચોઃ આજથી સસ્તી થઈ જશે આ 23 વસ્તુઓ, જીએસટીના ઘટેલા દરો થયા લાગુ

English summary
People are ‘revenge cheating’ to get back at their unfaithful partners
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X