For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુલાયમના અડવાણી રાગમાં ઝળકી મોદી પ્રત્યે ‘આડ-વાણી’

By કન્હૈયા કોષ્ટી
|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 25 માર્ચ : નરેન્દ્ર મોદીની આગેકૂચ સામે વિઘ્નો હજારો છે અને જ્યાં સુધી ભારતીય જનતા પક્ષ તેમની સ્પષ્ટ ભૂમિકા નક્કી નથી કરતો, ત્યાં સુધી તેમના નામે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે રાજકીય અખાડાબાજી ઓછી નહીં જ થાય. ઓછી નહીં થાય, એટલા માટે કહી શકાય, કારણ કે તેમની ભૂમિકા નક્કી થયા બાદ ભારતીય રાજકારણના એક ચોક્કસ તબક્કા સુધી તેઓ ચર્ચામાં રહેવાનાં જ છે.

અહીં તાજી ચર્ચા ચાલી છે મુલાયમ સિંહ યાદવને લઈને. કહે છે કે આજકાલ સમાજવાદી પક્ષ એટલે કે એસપી સુપ્રીમો લાલકૃષ્ણ અડવાણી ઉપર બહુ વધારે મુલાયમ થઈ ગયાં છે. મુલાયમને અડવાણીની વાણી ગમવા લાગી છે. અડવાણી દ્વારા અખિલેશ યાદવ તથા તેમની સરકારના કામકાજની ટીકા કરવી કે તે અંગે ટિપ્પણી કરવી મુલાયમને પસંદ પડી રહી છે.

mulayam-advani-modi

બીજી બાજુ મુલાયમનું આ મુલાયમ વલણ રાજકીય શેરીઓમાં હોબાળો મચાવી રહ્યું છે. ભારતીય જનતા પક્ષ એક બાજુ લોકસભા ચૂંટણી 2014માં અત્યાર સુધી લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકાને સમ્પૂર્ણ રીતે સાઇડલાઇન કરવાની સ્થિતિમાં નથી, તો બીજી બાજુ તેની ઉપર નરેન્દ્ર મોદીનું નામ આગળ કરવા અંગે જોરદાર દબાણ છે.

ભાજપની આવી દ્વિઘા વચ્ચે મુલાયમ દ્વારા અડવાણી રાગ અલાપવાના લક્ષ્યમાં નરેન્દ્ર મોદી મનાય છે. મુલાયમ દ્વારા અડવાણી અંગે વ્યક્ત કરાયેલી વાણીને નરેન્દ્ર મોદી માટે ‘આડ-વાણી' તરીકે ગણવામાં આવી રહી છે. રાજકીય સૂત્રો મુજબ મુલાયમનું વલણ ભાજપ પ્રત્યે મુલાયમ તો થઈ રહ્યું છે કે મુલાયમ સમ્પૂર્ણ રીતે ભાજપ ઉપર આફરીન પણ પોકારી શકે છે, પરંતુ અડવાણીના નેતૃત્વ હેઠળ.

મુલાયમે અડવાણીના વખાણ કર ભાજપ સાથે જોડાણ કરવાના રસ્તા ખોલવાના સંકેતો તો આપ્યાં, પરંતુ ભાજપ સાથે જોડાણના આ સંકેતોમાં અડવાણીની ઓથ લેવાનો સીધો મતલબ મુલાયમની નરેન્દ્ર મોદી પ્રત્યે ‘મત-વાણી કે નકાર-વાણી' તરીકે લેવાય છે. મત-વાણી એટલે નરેન્દ્ર મોદી પ્રત્યે મુલાયમનો મત. મુલાયમે અડવાણીના વખાણ કરી સ્પષ્ટ સુચવ્યું છે કે તેઓના મતે લોકસભા ચૂંટણી 2014માં મોદી નહીં, પણ અડવાણીના નેતૃત્વ હેઠળ ઉતરવું જોઇએ.

મોદી નહીં, મેનેસ
હકીકતમાં નરેન્દ્ર મોદી ભારતીય રાજકારણમાં એક એવું નામ છે કે જેને કોઈ તારણહાર, તો કોઈ ડુબાડનાર સમજે છે. એક બાજુ ભાજપમાં એક મોટો વર્ગ મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાવવા આતુર છે, તો બીજી બાજુ ભાજપની અંદર જ તથા બહાર એટલે કે સાથી પક્ષોમાં પણ તેમના પક્ષે અને વિપક્ષે લૉબિંગ ચાલુ જ છે, પરંતુ સાથી પક્ષો તરીકે નવા લોકો પણ જોડાવવા અગાઉ મોદીને જ માપદંડ બનાવશે, એ બાબત નક્કી છે અને તેનો તાજો દાખલો છે મુલાયમ સિંહ યાદવ. એનડીએમાં રહી નીતિશ કુમાર અગાઉથી જ મોદીના નામ સામે આંખો દાખવી રહ્યાં છે, તો ભાજપ પ્રત્યે કુણુ વલણ કરતા અગાઉ મુલાયમનો અડવાણી રાગ સ્પષ્ટ સંદેશ આપે છે કે રાજકીય પક્ષો તથા નેતાઓનો એક મોટો વર્ગ એવો પણ છે કે જેમના માટે મોદી માત્ર નરેન્દ્ર મોદી કે કોઈ એક રાજકીય નેતા નહીં, પણ મેનેસ એટલે કે ખતરો-જોખમનું બીજું નામ છે.

English summary
Praising of Lal Krishna Advani, Mulayam Singh Yadav Targeted Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X