અંજલિ મર્યન્ટે બહેનની હલ્દી પર પહેર્યો લાખોનો બનારસી લહેંગો, આની આગળ અંબાણી લેડીઝ પણ ફીકી
Anjali Merchant Banarasi Lehenga In Radhika Merchant's Haldi: અનંત અંબાણી તેની મંગેતર રાધિકા મર્ચન્ટ સાથે 12 જુલાઈ, 2024ના રોજ લગ્ન કરવાના છે. લગ્ન પહેલા, અંબાણી પરિવારે મામેરુ, ગરબા નાઇટ, સંગીત, હલ્દી વગેરે જેવી પરંપરાગત પ્રી-વેડિંગ વિધિઓ કરી છે. 8 જુલાઈ 2024 ના રોજ, અનંત અને રાધિકાની હલ્દી સેરેમની અંબાણીના ઘર 'એન્ટિલિયા' ખાતે થઈ હતી.
આ સમારોહમાં બોલિવૂડની હસ્તીઓ અને કપલના પરિવારના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. આ ફંક્શનમાં ઘણા સેલેબ્સ પણ જોવા મળ્યા હતા, પરંતુ અનંત અને રાધિકાની હલ્દી સેરેમનીમાં એક વ્યક્તિ એવી હતી કે જેના પર એન્ટર થતાની સાથે જ બધાની નજર તેના પર ટકેલી હતી. અમે વાત કરી રહ્યા છીએ રાધિકા મર્ચન્ટની મોટી બહેન અંજલિ મર્ચન્ટ મજીઠિયાની.

અંજલિ મર્ચન્ટે તેની બહેનની હલ્દી સેરેમની માટે સુંદર બહુરંગી બનારસી લહેંગા પહેર્યો હતો. તેણે એની સાથે વાદળી રંગની ચોલી પહેરી હતી, જેના પર સિલ્વર વર્ક હતું. અંજલિએ નારંગી અને ગુલાબી રંગનો બનારસી લહેંગા પહેર્યો હતો. અંજલિએ મસ્ટર્ડ ટોન દુપટ્ટા સાથે તેના પોશાકની જોડી બનાવી હતી.
આ આખા પોશાકમાં જરદોઝી વર્ક હતું અને હેમલાઈન સ્કેલોપ્ડ હતી. જો આપણે અંજલિના મેકઅપ વિશે વાત કરીએ, તો તેેણે એના કમ્પ્લીટ લુક માટે શીન ટચ પસંદ કર્યો હતો, જેમાં ડિફાઈન્ડ આઇબ્રો, સોફ્ટ-ટોન લિપસ્ટિક, હાઇલાઇટ કરેલ ગાલ, લાલ બિંદી અને પોનીટેલનો સમાવેશ થાય છે. માણેક, નીલમણિ અને મોતીથી શણગારેલા સ્ટેટમેન્ટ ચોકર અને મેચિંગ ઇયરિંગ્સે તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
અંજલિએ આ ખાસ પ્રસંગ માટે જયંતિ રેડ્ડીના કલેક્શનમાંથી લહેંગો પસંદ કર્યો હતો. એમ્બ્રોઇડરીવાળા બ્લાઉઝ અને દુપટ્ટા સાથે પિંક અને મસ્ટર્ડ રંગના લહેંગાની કિંમત 3,49,900 રૂપિયા છે.












Click it and Unblock the Notifications
