આ છે કારણ, જેને લીધે પુરુષો લગ્ન બાદ પણ રાખે છે અફેર
લગ્ન બાદ લોકોના જીવનમાં મોટા પરિવર્તન આવે છે. શરૂઆતના દિવસોમાં પતિ અને પત્ની એકબીજાને સમજવામાં સમય પસાર કરે છે.
લગ્ન બાદ લોકોના જીવનમાં મોટા પરિવર્તન આવે છે. શરૂઆતના દિવસોમાં પતિ અને પત્ની એકબીજાને સમજવામાં સમય પસાર કરે છે. પરંતુ સમય જતા પ્રાથમિક્તા અને વ્યવહાર બદલાય છે. એક રિસર્સમાં એ વાત સામે આવી છે કે પુરુષો મહિલાઓની સરખામણીમાં એક્સ્ટ્રા મેરિટલ એફેર વધુ રાખે છે.
આ જ કારણ છે કે પહેલાના સમય કરતા અત્યારે વધુ લગ્નો તૂટી રહ્યા છે. મોટા ભાગના કેસમાં લગ્ન સંબધમાં એક લાંબો સમય રહ્યા બાદ પુરુષોનું મન પત્નીમાંથી ઉઠી જાય છે અને તેઓ એક્સ્ટ્રા મેરિટલ અફેર રાખે છે. આજે આ લેખના માધ્યમથી આપણે જાણીએ કે એવું કયું કારણ છે, જેના લીધે પુરુષો લગ્ન બાદ પણ અફેર રાખે છે.

આઝાદ હોય છે.
માણસથી લઈને પશુ પક્ષીઓ બધાને આઝાદી પસંદ હોય છે. જ્યારે વ્યક્તિને એ ખ્યાલ આવી જાય છે કે ઘરની તમામ જવાબદારી તેની પત્ની નિભાવી શકે છે અને આ જવાબદારીઓને કારણએ તેને પતિ વિશે ધ્યાન રાખવાનો સમય નહીં મળે તો પુરુષ આઝાદ મહેસૂસ કરે છે. આ આઝાદી માટે તે ગર્લ ફ્રેન્ડ બનાવે છે અને તેની સાથે ફરવાનો આનંદ ઉઠાવે છે.

નથી ગમતી રોક ટોક
પુરુષોના સ્વભાવમાં જ તેમને રોક ટોક પસંદ નથી. તેમને પોતાની મરજી પ્રમાણે જીવવું અને કામ કરવું ગમે છે. પરંતુ લગ્ન બાદ પત્નીના વધતા સવાલોથી મોટા ભાગના પુરુષો પરેશાન થાય છે. બીજી તરફ ગર્લ ફ્રેન્ડ સાથે આ પ્રકારની મુશ્કેલી નથી આવતી. તે વધારે સવાલ નથી પૂછતી એટલે જ પુરુષો તેની સાથે સમય વીતાવવાનું પસંદ કરે છે.

પત્ની રાખે છે નજર
જો કોઈ પુરુષને એવી પત્ની મળે જે તેની દરેક હરકત પર નજર રાખે, કે પછી એવી જીવનસંગિની મળે તે જરૂર કરતા વધુ પતિની ચિંતા કરે અને પતિ અંગેની દરેક માહિતી મેળવવા ઈચ્છે તો પુરુષોનો શ્વાસ રુંધાય છે. તેમને પત્નીની આવી વર્તણૂંક ગમતી નથી. એટલે તે બહાર બીજી યુવતી સાથેના સંબંધમાં શાંતિ શોધે છે. તે બહારના સંબંધમાં વધુ આઝાદી મહેસૂસ કરે છે.

ગર્લ ફ્રેન્ડની જવાબદારી નથી હોતી
પુરુષોને મોટા ભાગે જવાદારી લીધા વિના જ ગર્લ ફ્રેન્ડ પાસેથી તમામ ખુશી મળે છે. તેમને ગર્લ ફ્રેન્ડ પોતાન પત્ની કરતા વધુ આકર્ષક લાગે છે. ગર્લ ફ્રેન્ડ પ્રત્યે તે પોતાની કોઈ જવાબદારી નથી સમજતા એટલે નિશ્ચિંત બનીને આ સંબંધ આગળ વધારે છે.

શારિરીક સંબંધ
મોટા ભાગના પુરુષોની ફિતરત હોય છે કે તે પત્ની સાથે શારિરીક સંબંધ બનાવીને નીરસ મહેસૂસ કરવા લાગે છે. એક્સ્ટ્રા મેરિટલ અફેર પાછળ આ સૌથી મોટું કારણ છે. પુરુષો પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે સેક્સયુલ રિલેશન પસંદ કરે છે. ગર્લ ફ્રેન્ડ સાથે લગ્નનો સંબધ ન હોવા છતાંય પુરુષોને તે ગમે છે.












Click it and Unblock the Notifications
