For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિલેશનશિપની એ 5 મહત્વની વાતો જે બનાવે છે તમને શ્રેષ્ઠ પાર્ટનર

અહીં અમે તમને અમુક જરૂરી સૂચનો આપીએ છીએ જેને અજમાવીને તમે તમારા સંબંધને એક નવી તાજગી આપી શકો છો.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ બે વ્યક્તિના સંબંધોમાં માત્ર પ્રેમ હોવો જ જરૂરી નતી. અપરિપક્વતા કે પરિસ્થિતને સંભાળી શકવાની અક્ષમતા પણ રિલેશન પર ભારે પડી શકે છે. આના કારણે જ લોકો રિલેશનમાંથી છૂટા પડી જાય છે. એવામાં અહીં અમે તમને અમુક જરૂરી સૂચનો આપીએ છીએ જેને અજમાવીને તમે તમારા સંબંધને એક નવી તાજગી આપી શકો છો.

સ્વાર્થી ન બનો

સ્વાર્થી ન બનો

કોઈ પણ સંબંધમાં તમે એકલા નથી હોતા માટે સ્વાર્થી ન બનવુ. રિલેશનમાં તમે પોતાની મરજીથી કામ નથી કરી શકતા. તમારે તમારા સાથી અને તેની જરૂરિયાતો વિશે વિચારવુ પડશે. કોઈ પણ સંબંધ ટીમ વર્ક અને એકબીજાની ઈચ્છાઓને સમજવાથી જ આગળ વધે છે. જો તમે માત્ર પોતાના વિશે જ વિચારશો તો તમારો સંબંધ નબળો પડતા વાર નહિ લાગે.

પાર્ટનરનુ સમ્માન

પાર્ટનરનુ સમ્માન

રિલેશનમાં સૌથી જરૂરી વસ્તુ છે પાર્ટનરના સમ્માનનુ ધ્યાન રાખવુ. કોઈ પણ ઉગ્ર ચર્ચા વખતે પણ તમારા પાર્ટનરની ભાવનાઓને ઠેસ પહોંચે તેવી વાતો ન કરો. ભલે તમે પાર્ટનરની કોઈ હરકતથી પરેશાન હોય પરંતુ ક્યારેય પણ તેને અપમાનિત કરવાનુ કામ કરવાનુ જરૂર નથી. આવા સમયે તમારે પોતાના પાર્ટનર પર ભરોસો કરીને તેને શાંતિથી સમજવો જોઈએ અને તેને એની ભૂલ બતાવવી જોઈએ. તમારે એનો પક્ષ પણ સમજવાની કોશિશ કરવી જોઈએ કે તે આવુ કેમ કરી રહ્યો છે.

કોઈ પરફેક્ટ નથી હોતુ

કોઈ પરફેક્ટ નથી હોતુ

કોઈ સંબંધ કે કોઈ પાર્ટનર સંપૂર્ણપણે પરફેક્ટ નથી હોતા. તમારે આ વાસ્તવિકતાને સ્વીકારવાની જરૂર છે. ક્યારેય પોતાના પાર્ટનરને તેની કમજોરીના આધારે જજ કરવાની કોશિશ ન કરવી જોઈએ. દરેક વ્યક્તિ ભૂલો કરે છે. તમને પોતાના પાર્ટનરને ભૂલો વિશે જણાવવાનો હક છે પરંતુ ભૂલોની આડમાં તેને નબળો પાડવાની કોશિશ ન કરો જેથી તેને પોતાની ક્ષમતા પર શંકા જવા લાગે.

ધૈર્ય જરૂરી છે

ધૈર્ય જરૂરી છે

તમે કેટલા પરિપક્વ છો એ વાતનુ સૌથી મોટુ ઉદાહરણ એ છે કે તમારામાં કેટલી ધીરજ છે. ધીરજ વિના યોગ્ય-અયોગ્ય વચ્ચેનો ફરક કરવો મુશ્કેલ થઈ જાય છે અને તમે ઘણીવાર સ્થિતિ ખરાબ કરી દો છો. જ્યાં સુધી તમે કોઈ મામલાને ધૈર્યથી ન ઉકેલો ત્યાં સુધી તમારા પર ઉતાવળે નિર્ણય લેવાનો આરોપ લાગી શકે છે. તમારે એ માટે પણ પૂરતા સહનશીલ થવુ જોઈએ કે તમારો સાથી શું ઈચ્છે છે.

ભૂલો સ્વીકારો

ભૂલો સ્વીકારો

માફી માંગવાથી તમે નાના નથી થઈ જતા પરંતુ તમે એવા વ્યક્તિ બનો છે જે ભાવુક છે અને સંભાળ રાખે છે. તમારો પાર્ટનર પણ તમારા વિશે આવુ જ વિચારે છે. જો તમે કોઈ ભૂલ કરી હોય તો તમારે વાસ્તવમાં પોતાના સાથીની માફી માંગવી જોઈએ કારણકે અભિમાન પ્રેમનો સૌથી મોટો દુશ્મન છે જે તમારા સંબંધની વચ્ચે ક્યારેય ન આવવો જોઈએ.

English summary
Relationship tips: Know the 5 important things that makes you best partner
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X