Relationship Tips: એ સંકેત, જે જણાવે છે કે તમે લગ્ન માટે ખોટા વ્યક્તિને પસંદ કર્યો છે
જો તમારા પાર્ટનરમાં આ ખામીઓ દેખાય તો તરત જ અલગ થઈ જજો, આખરે આ તમારા જીવનની વાત છે. અહીં અમે તમને પાર્ટનરની એવી ખામીઓ વિશે જણાવીશુ જે તમારે નજરઅંદાજ ના કરવી જોઈએ.
Relationship Tips: લાઈફ પાર્ટનરની પસંદગી ઘણી સમજી-વિચારીને કરવાની હોય છે. સવાલ આખા જીવનનો હોય છે માટે જીવનસાથી પસંદ કરતી વખતે ઘણી સાવધાની રાખવી જોઈએ. જો યોગ્ય સાથી પસંદ ના થાય તો આખી જિંદગી ભોગવવુ પડી શકે છે. પાર્ટનરમાં અમુક ખામીઓ હોય તો તેને નજરઅંદાજ કરવી જેથી તમારા રિલેશન સ્મૂધ ચાલે. અમુક ભૂલો એવી પણ હોય જેને તમને અવૉઈડ ના કરી શકો, તેને સ્વીકારવાનો અર્થ છે કે તમારે આખી જિંદગી એ બોજ લઈને ચાલવુ પડશે અને તમે પોતાને કોસતા રહેશો. જો તમારા પાર્ટનરમાં આ ખામીઓ દેખાય તો તરત જ અલગ થઈ જજો, આખરે આ તમારા જીવનની વાત છે. અહીં અમે તમને પાર્ટનરની એવી ખામીઓ વિશે જણાવીશુ જે તમારે નજરઅંદાજ ના કરવી જોઈએ.

તમારુ સમ્માન ન જાળવનાર
જો તમારો પાર્ટનર તમારુ સન્માન નથી કરતો તો તે તમારા સંબંધ માટે ખતરાની ઘંટડી છે. જો તે લગ્ન પહેલા તમારુ સન્માન ન કરે તો લગ્ન પછી તે તમારુ સન્માન કરશે તેની શું ગેરંટી છે. તમે ભલે ગમે તેટલા સારા બનો અથવા તેની સામે કામ કરો, જો તે તમને માન ન આપે, તો પછી આ સંબંધને પકડી રાખવાનો કોઈ અર્થ નથી. જો અત્યારથી તે બધાની સામે તમારા પર બૂમો પાડે, તે ના જોતો હોય કે તેની સામે કોણ ઉભુ છે અથવા તે કઈ જગ્યાએ છે, તે ફક્ત તમારા પર બૂમો પાડવા લાગે છે, તો પછી તમારે સમજવુ જોઈએ કે આ સંબંધમાંથી બહાર નીકળવુ તમારા માટે વધુ સારુ છે. આવા લોકો ક્યારેય બદલી શકતા નથી, જો તેમને બૂમો પાડવાની આદત હોય તો તેઓ બૂમો પાડશે જ.

તમારા પર શંકા કરે
તમારો સાથી તમારા પર શંકા કરે, તમારા ફોન અને સોશિયલ મીડિયા પર જાસૂસી કરે. જો તે તમારી વાતચીત સાંભળે છે, તો તમારે સમજી લેવુ જોઈએ કે તમારો પાર્ટનર શંકાશીલ છે અને એક વાર તેની અંદર શંકા પેદા થઈ જાય તો તે ઝડપથી સમાપ્ત થતી નથી. જો તમારા લગ્ન પછી પણ આ ચાલુ રહેશે તો તમારા જીવનને નરક બનાવી દેશે. એટલા માટે આવા પાર્ટનરથી દૂર રહેવુ વધુ સારુ છે.

ગુસ્સો કરનાર
જો પાર્ટનર કોઈ કારણ વગર તમારા પર ગુસ્સે થવા લાગે અથવા નાની નાની બાબતો માટે તમારા પર ગુસ્સો બતાવે. જો તે તમને પ્રતિબંધિત કરે છે તો તે તમારા સંબંધ માટે સારો સંકેત નથી. જો તેણે તમારી સાથે દુર્વ્યવહાર કરવાનુ શરૂ કર્યુ હોય અથવા તમારા પર હાથ ઉપાડવાનુ શરૂ કર્યુ હોય, તો તમારે તેને સહન કર્યા વિના છોડી દેવો જોઈએ કારણ કે તમારી પાસે કોઈ ગેરેંટી નથી કે તે લગ્ન પછી આવુ નહીં કરે.

તમારી મરજી વિના ફિઝિકલ થવા માટે ફૉર્સ કરે
જ્યારે તમે તેની સાથે સેક્સ કરવા માંગતા ન હોવ તો પણ જો પાર્ટનર તમારી સાથે શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરે, તો તમે અનુમાન લગાવી શકો છો કે તે તમારી સાથે માત્ર શારીરિક સંબંધ બાંધવા આવ્યો છે. તેણે માત્ર સેક્સ માટે જ રિલેશનશિપ બનાવી છે. તેથી આવા પાર્ટનરથી દૂર રહેવુ તમારા માટે સારુ રહેશે. બાકી તો તમે સમજદાર છો, પુખ્ત છો, તમે તમારુ જીવન જાતે નક્કી કરી શકો છો.












Click it and Unblock the Notifications
