દિવાળીની ધુમધામ વચ્ચે યાદ રાખો આ 5 સુરક્ષા ટીપ્સ
પ્રકાશનો તહેવાર એટલે દિવાળી. આ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. લોકો દિવાળીના દિવસે મીઠાઇ વહેંચે છે, દીપ પ્રજ્વલ્લિત કરે છે અને ફટાકડા ફોડીને નવા વર્ષને આવકારે છે. ઘણીવાર લોકો ઉજવણીમાં ઓતપ્રોત થઇ જાય છે.
પ્રકાશનો તહેવાર એટલે દિવાળી. આ વર્ષનો સૌથી મોટો તહેવાર છે. લોકો દિવાળીના દિવસે મીઠાઇ વહેંચે છે, દીપ પ્રજ્વલ્લિત કરે છે અને ફટાકડા ફોડીને નવા વર્ષને આવકારે છે. ઘણીવાર લોકો ઉજવણીમાં ઓતપ્રોત થઇ જાય છે અને અકસ્માતનો ભોગ બની જાય છે. જેનાથી તેઓ મજાની જગ્યાએ સજાનો ભોગ બને છે.

આવા સમયે તમારે સુરક્ષિત રહેવાની જરૂર છે. જો તહેવારોની ઉજવણી કરતા સમયે આ 5 સાવચેતીની ટીપ્સ યાદ રાખશો, તો તમે અકસ્માતનો ભોગ બનતા બચી શકશો.
1. મીણબત્તી અને દીવા
- દીવાને પડદા અને અન્ય જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખો
- વાયર અને ઈલેક્ટ્રીકલ વસ્તુઓની આસપાસ દીવા કે મીણબત્તીઓ પ્રગટાવશો નહીં
- લેમ્પ જેવી વસ્તુઓ જમીન પર અથવા સપાટ સપાટી પર રાખો, જેથી કરીને તે પડી ન જાય
- બાળકોને દીવાઓ કે મીણબત્તીઓથી દૂર રાખો
- નાના બાળકો પર વિશેષ ધ્યાન આપો, તેમને આગની નજીક ન જાય તેનું ખાસ ધ્યાન રાખો
- દરવાજાની આજુબાજુ વધારે સામાન ન રાખો, જેથી બાળકોને નુકસાન ન થાય
2 ફટાકડા
- એ શ્રેષ્ઠ રહેશે કે જો તમે ફટાકડા ન ફોડો, ખાસ કરીને તેવા ફટાકડા જેનાથી ધુમાડો ફેલાય છે અથવા જે ઘણો અવાજ કરે છે.
- બાળકોને ફટાકડાની હાનિકારક અસરો વિશે શીખવો
- ફટાકડા સારી કંપની કે દુકાનમાંથી જ ખરીદો જેથી તેની ગુણવત્તા સારી હોય
- જો બાળકો ફટાકડા ફોડતા હોય તો તેમની આસપાસ જ રહો
- વીજ થાંભલા કે વાયર પાસે ફટાકડા ફોડશો નહીં
- પાણીની એક ડોલ તૈયાર રાખો
- બાળકોને આગ પકડી શકે, તેવા કપડા પહેરાવશો નહીં
- બાળકોને સુતરાઉ કાપના કપડા પહેરાવો
3. વેસ્ટ મેનેજમેન્ટ
- સળગતા ફટાકડાનો સુરક્ષિત રીતે નિકાલ કરો. અડધા બળેલા ફટાકડા જોખમી બની શકે છે
- બળી ગયેલી ચકરી, અનાર, ફૂલજડીના ગરમ સળીયાઓને પાણીમાં નાંખ્યા બાદ ફેંકો
- ફટાકડા બાળ્યા પછી જે કચરો બચે છે, તેને સાફ કરો
4. ધ્વનિ પ્રદૂષણ
- નાના બાળકો, વૃદ્ધો અને પ્રાણીઓનો વિચાર કરીને મોટા અવાજવાળા ફટાકડાનો ઉપયોગ કરવાનું ટાળો
- જો તમારા પરિવારમાં કોઈને ધૂમ્રપાનની એલર્જી હોય, તો તેને ઘરે છોડી દો
- નાના બાળકોને પણ ઘરની અંદર રાખો. ઘરના તમામ દરવાજા અને બારીઓ બંધ કરી દો
5. પ્રાણીઓનું રક્ષણ
- જો તમારી પાસે ઘરમાં પાલતુ પ્રાણી છે, તો તેમને એવી જગ્યાએ રાખો, જ્યાં અવાજ ઓછો હોય












Click it and Unblock the Notifications
