For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેમસંગની સ્માર્ટવોચ સાથે જોડાયેલી કેટલીક જાણી-અજાણી વાતો

By Super
|
Google Oneindia Gujarati News

સ્માર્ટફોન બનાવતી કંપની સેમસંગે ભારતીય બજારમાં પોતાની નવી ગેલેક્સી ગિયર સ્માર્ટવોચને લોન્ચ કરી છે. તેણે આ સ્માર્ટવોચ રૂપિયા 22, 990માં લોન્ચ કરી છે. સેમસંગેની આ સ્માર્ટવોચમાં 1.63 ઇન્ચની સુપર એમોલડ સ્ક્રિન આપવામાં આવી છે, તેમાં 800 મેગાહર્ટ્ઝ પ્રોસેસર, 512 એમબી રેમ, 4 જીબી ઇન્ટરનલ મેમરી સાથે તેને છ વિવિધ કલરમાં લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત સ્માર્ટવોચમાં 1.9 મેગાપિક્સલનો કેમેરો પણ આપવામાં આવ્યો છે, જે બીએસઆઇસેંસર સાથે 720 પિક્સલ હાઇડેફિનેશન વીડિયો રેકોર્ડિંગ કરે છે. સેમસંગ અનુસાર ગેલેક્સી ગિયરને એકવાર ફૂલ ચાર્જ કરવામાં આવ્યા બાદ તેનો 25 કલાક સુધી ઉપયોગ કરી શકાય છે, કારણ કે તેમાં 315 એમએએચની નોન રિમૂવલ બેટરી આપવામાં આવી છે.

આ તો વાત સ્માર્ટવોચમાં આપવામાં આવેલા ફીચર્સની છે, પરંતુ સેમસંગ દ્વારા લોન્ચ કરવામાં આવેલીઆ ગેલેક્સી ગિયર સ્માર્ટવોચમાં એવી ઘણી બાબતો છે, જે અંગે કદાચ તમે નહીં જાણતા હોવ, ત્યારે અમે આજે અહીં એવી જ કેટલીક બાબતો અંગે જણાવી રહ્યાં છીએ જે સ્માર્ટવોચને વધુ સારી બનાવે છે. તો ચાલો તસવીરો થકી જોઇએ સ્માર્ટવોચની કેટલીક જાણી-અજાણી વાતોને.

સ્માર્ટવોચમાં એપ્સ

સ્માર્ટવોચમાં એપ્સ

સેમસંગ દ્વારા એવી આશાઓ વ્યક્ત કરવામાં આવી છે કે, ટૂંક સમયમાં તેમના દ્વારા લોન્ચ કરવામાં આવેલી સ્માર્ટવોચમાં તૈયાર કરવામાં આવેલી 70 થર્ડ પાર્ટી એપ્સ ચલાવી શકાશે. જે કદાચ એન્ડ્રોઇડ બેસ્ડ હશે.

સ્માર્ટવોચમાં એપીઆઇ

સ્માર્ટવોચમાં એપીઆઇ

સેમસંગની યોજના ડેવલોપર્સ માટે એપીઆઇ આપવાની છે, જેથી તેઓ સહેલાયથી સ્માર્ટ ગિયરને ફોન સાથે જોડી શકે. જો કે, કંપની દ્વારા હજુ એ તારીખ આપવામાં આવી નથી કે ક્યારે એ એપીઆઇ ડીલીવર કરવામાં આવશે.

સ્માર્ટવોચના સેન્સર

સ્માર્ટવોચના સેન્સર

સેમસંગ ગેલેક્સી ગિયર ન્યુ જનરેશન વીરયેબલ ટેક છે, તેથી તેમાં ટ્રેડિશનલ સ્માર્ટફોન જેવી જ સુવિધાઓ આપવામાં આવી છે, તેમાં પણ ખાસ કરીને સેન્સરની વાત કરવામાં આવે ત્યારે.

સ્માર્ટવોચ કેવી રીતે થશે સફળ

સ્માર્ટવોચ કેવી રીતે થશે સફળ

માઇક્રોસોફ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી વોચ નિષ્ફળ ગઇ હતી, પરંતુ એવી આશાઓ રાખવામાં આવી રહી છે કે, સેમસંગ દ્વારા બહાર પાડવામાં આવેલી સ્માર્ટવોચ સફળ નીવડશે, તેની પાછળનું કારણ બન્ને વોચમાં આપવામાં આવેલી ટેક્નોલોજી છે. સેમસંગની સ્માર્ટવોચમાં જે ડિવાઇસીઝ આપવામાં આવેલી છે તે જેન્યુઅલી ઇન્ટેલિજન્ટ છે. તેમજ આ સ્માર્ટવોચમાં એન્ડ્રોઇડ ઓપરેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ટેક્નોલોજીથી ભરપૂર

ટેક્નોલોજીથી ભરપૂર

ટેક્નોલોજીની વાત કરવામાં આવે તો કંપનીએ આ સ્માર્ટવોચમાં કેમેરા તો આપ્યો છે, પરંતુ સાથે સ્પીકર પણ આપ્યું છે. જેથી તમે વોચથી વાત પણ કરી શકો છો.

તમે ફોન પર હાથ મુકીને કોલને ઇગ્નોર કરી શકો છો

તમે ફોન પર હાથ મુકીને કોલને ઇગ્નોર કરી શકો છો

સેમસંગ ડિઝાઇન ગેલેક્સી ગિયરમાં ગ્લાન્સેબલ ડીવાઇઝ છે. જો તમને તમારા ગેલેક્સી નોટ 3માં ફોન આવે તો તમારી વોચમાં તુરત જ તેનું એલર્ટ આવશે. તેથી તમે જોઇ શકશો કે કોનો ફોન આવ્યો છે અને તમે તેનો ફોન ઉપાડવા માંગો છો કે નહીં, જો તમે એ ફોન ઉપાડવા ના માગતા હોવ તો તમારે માત્ર તમારા હાથને ફોનની ઉપર રાખવો પડશે અને એ ફોન ડિસકનેક્ટ થઇ જશે

સ્માર્ટવોચનું ચાર્જિંગ

સ્માર્ટવોચનું ચાર્જિંગ

સેમસંગ ગેલેક્સી ગિયરને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે તે આખો દિવસ એકવાર ચાર્જ કરવામાં આવ્યા બાદ ચાલી શકે. તેથી તેની બેટરી લાઇફ સારી આપવા આવી છે. આ ઉપરાંત સ્માર્ટવોચમાં યુએસબી પોર્ટ પણ આપવામાં આવ્યો છે, જેથી તમે તેને યુએસબી ચાર્જિંગ પોર્ટથી પણ ચાર્જ કરી શકો છો.

English summary
Samsung Galaxy Gear unknown things
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X